Healthy Heart: શિયાળામાં કરો આ 4 કામ, લોખંડ જેવું મજબૂત રહેશે દિલ, હાર્ટ એટેકનું ટળશે જોખમ

Healthy Heart: આ વાતાવરણમાં ખાવા પીવામાં બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે પણ હૃદય ઉપર જોખમ ઊભું થાય છે. શિયાળામાં શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે જેના કારણે વજન પણ ઝડપથી વધે છે અને સ્ટ્રેસ પણ વધી શકે છે. આ બધી જ બાબતોની ખરાબ અસર હૃદય પર થાય છે. 

Healthy Heart: શિયાળામાં કરો આ 4 કામ, લોખંડ જેવું મજબૂત રહેશે દિલ, હાર્ટ એટેકનું ટળશે જોખમ

Healthy Heart: શિયાળો શરૂ થાય એટલે શરીરમાં પણ ફેરફાર થવા લાગે છે જેના કારણે હૃદય અને શ્વાસ સંબંધિત સમસ્યા વધી શકે છે. આ વાતાવરણમાં ખાવા પીવામાં બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે પણ હૃદય ઉપર જોખમ ઊભું થાય છે. શિયાળામાં શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે જેના કારણે વજન પણ ઝડપથી વધે છે અને સ્ટ્રેસ પણ વધી શકે છે. આ બધી જ બાબતોની ખરાબ અસર હૃદય પર થાય છે. 

શિયાળામાં ધમનીઓ સાંકળી થઈ જવી, પ્લેટલેટની સમસ્યા, લોહી જામી જવું જેવી સમસ્યાના કારણે હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં શિયાળા દરમિયાન તમે કેટલાક સરળ કામ કરીને પોતાના હૃદયને સ્વસ્થ રાખી શકો છો.

હૃદયને સ્વસ્થ રાખશે આ 4 કામ

વજન અને બ્લડ પ્રેશર

શિયાળા દરમિયાન બ્લડ પ્રેશર અને શરીરના વજનની નિયમિત રીતે તપાસ કરતા રહેવું. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની દવામાં શિયાળામાં ફેરફાર કરવો પડી શકે છે. આ ઉપરાંત મીઠાનું સેવન પણ ઓછું કરવું. જો તમારી શારીરિક ગતિવિધિઓ ઓછી હોય તો વધારે કેલેરી વાળું ભોજન લેવાનું ટાળવો.

કસરત કરો

સવારે ઠંડીના કારણે જો તમે કસરત ન કરતા હોય તો સાંજના સમયે નિયમિત રીતે વોક કરવાનું રાખો. દિવસ દરમિયાન 30 મિનિટ કસરત કરી લેવાથી હૃદયની બીમારી થવાનું જોખમ ઘટે છે. આ સિવાય સ્ટ્રેસ લેવાથી બચવું અને ગરમ કપડાં પહેરીને જ વ્યાયામ કરવાનું રાખો.

ગરમ પાણીથી નહાવું

એક રિસર્ચ અનુસાર શિયાળામાં ગરમ પાણીથી જ નાહવું જોઈએ ગરમ પાણીથી નહાવાથી ધમનીઓ પહોળી થાય છે અને બ્લડ ફ્લો સારી રીતે થાય છે. શિયાળામાં ગરમ પાણીથી નહાવાથી શરીરનું તાપમાન વધે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે.

સ્ટીમ લેવી

શિયાળામાં શ્વાસ સંબંધિત સમસ્યા પણ વધી શકે છે ઠંડી હવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે આ ઉપરાંત કફની સમસ્યા પણ ઘણી વખત થઈ જતી હોય છે. આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે સ્ટીમ લેવાનું રાખવું જોઈએ. શિયાળામાં સ્ટીમ લેવાથી શ્વાસ નળી બંધ થતી નથી અને છાતીમાં જામેલો કફ પણ નીકળી જાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news