દુધી સાથે આ વસ્તુઓ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી બગડી શકે છે તબીયત

Bad food combination: દૂધી કેટલા લોકો માટે હાનિકારક સાબિત થાય છે. તેના મુખ્ય બે કારણ છે. કેટલાક લોકો દૂધીની સાથે અથવા તો દુધી ખાધા પછી કેટલીક એવી વસ્તુનું સેવન કરે છે જેના કારણે શરીરને આડઅસર થાય છે. આજે તમને જણાવીએ એવી વસ્તુઓ વિશે જેનું સેવન દૂધી સાથે કરવું જોઈએ નહીં.

દુધી સાથે આ વસ્તુઓ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી બગડી શકે છે તબીયત

Bad food combination: દુધી એવા શાકમાંથી એક છે માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં દુધી ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે દૂધીમાં 96% પાણી હોય છે અને તે શરીરને ઠંડક આપે છે. આ સિવાય દુધીમાં વિટામીન સી સહિત અનેક માઈક્રોન્યુટ્રીયંટ્સ હોય છે જે શરીરને લાભ કરે છે. જો કે તેમ છતાં દૂધી કેટલા લોકો માટે હાનિકારક સાબિત થાય છે. તેના મુખ્ય બે કારણ છે. કેટલાક લોકો દૂધીની સાથે અથવા તો દુધી ખાધા પછી કેટલીક એવી વસ્તુનું સેવન કરે છે જેના કારણે શરીરને આડઅસર થાય છે. આજે તમને જણાવીએ એવી વસ્તુઓ વિશે જેનું સેવન દૂધી સાથે કરવું જોઈએ નહીં.

આ પણ વાંચો:

કારેલા

જો તમે દૂધીનો કોઈપણ રીતે ઉપયોગ કર્યો હોય અને તેની સાથે કારેલાનું પણ સેવન કરો છો તો બંને વસ્તુ તમારા પેટમાં જઈને ઝેર સમાન બની જાય છે. આ બંને વસ્તુને સાથે લેવાથી ઉલટીઓ થવા લાગે છે. સાથે જ નાકમાંથી લોહી નીકળવાની તકલીફ પણ થઈ શકે છે.

બીટ

જો તમે દૂધીનું શાક ખાધું હોય તો બીટનું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ. બીટ અને દૂધીને સાથે ખાવાથી ત્વચા સંબંધિત સમસ્યા થઈ શકે છે અને પેટ માટે પણ તે હાનિકારક છે.

કડવી દૂધી ખાવાનું ટાળો

ઘણી વખત દુધી કડવી પણ આવી જાય છે. દુધીનો ઉપયોગ કરતા પહેલા જ થોડી દુધી કાપી અને ચાખી લેવી જોઈએ. દુધી કડવી લાગે તો તેનો ઉપયોગ ન કરવો. કડવી દુધી ખાવાથી ડાયરિયા થઈ શકે છે સાથે જ ફુડ પોઈઝનિંગ અને પેટની તકલીફ પણ થઈ શકે છે. કડવી દુધી કિડની અને લીવરને પણ નુકસાન કરે છે. ઘણા કેસમાં કડવી દુધી ખાવાથી ઓર્ગન ફેલિયરનું જોખમ પણ વધી જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news