વાળને ઝડપથી ઘૂંટણ સુધી લાંબા કરવા હોય તો અજમાવો આ સરળ દેશી નુસખો

Knee Length Hair: વાળની સમસ્યાઓ જેમકે વાળ ખરવા, વાળમાં ખોડો થવો, નાની ઉંમરમાં સફેદ વાળ થવા વગેરે વર્તમાન સમયમાં વધારે જોવા મળે છે. આ બધી જ પ્રતિકૂળતા વચ્ચે પણ તમે ઝડપથી વાળને લાંબા કરી શકો છો. તેના માટે તમે આ દેશી નુસખો અજમાવી શકો છો.

વાળને ઝડપથી ઘૂંટણ સુધી લાંબા કરવા હોય તો અજમાવો આ સરળ દેશી નુસખો

Knee Length Hair: કાળા અને લાંબા વાળની ઈચ્છા દરેક યુવતી ને હોય છે. વાળ ઝડપથી લાંબા થાય તે માટે યોગ્ય વાળની કાળજી પણ રાખે છે. પરંતુ આજના સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ છે જેના કારણે વાળ સંબંધિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેવામાં વાળ લાંબા થાય તે વાતો દૂરની રહી પરંતુ વાળની સમસ્યાઓ વધી જતી હોય છે. વાળની સમસ્યાઓ જેમકે વાળ ખરવા, વાળમાં ખોડો થવો, નાની ઉંમરમાં સફેદ વાળ થવા વગેરે. આ બધી જ પ્રતિકૂળતા વચ્ચે પણ તમે ઝડપથી વાળને લાંબા કરી શકો છો. તેના માટે તમે આ દેશી નુસખો અજમાવી શકો છો.

આ પણ વાંચો:

વાળને ઝડપથી લાંબા કરવા હોય અને ખરતા અટકાવવા હોય તો વાળ ધોવાના હોય તેની પહેલા આ હેર માસ્ક લગાવો. આ હેર માસ્ક વાળને મજબૂત કરે છે અને સાથે જ તેનો ગ્રોથ વધારે છે. તેનાથી વાળ ઝડપથી વધે છે અને સિલ્કી થાય છે.

હેર માસ્ક માટેની સામગ્રી

એક કપ કાચું દૂધ
એક મોટો ચમચો નાળિયેરનું તેલ
અડધો કપ ગાજરનો રસ
એક ચમચી મધ
એક ઈંડાનો પીળો ભાગ

હેર માસ્ક બનાવવા માટે સૌથી પહેલા એક વાટકીમાં ઈંડાનો પીળો ભાગ લેવો અને તેમાં કાચું દૂધ નાળિયેરનું તેલ ગાજરનો રસ અને મધ ઉમેરી બરાબર મિક્સ કરો. બધી જ સામગ્રી એકરસ થઈ જાય પછી વાળમાં તેને બ્રશની મદદથી લગાડો. આ હેર પેકને 30 મિનિટ સુધી વાળમાં રહેવા દો અને પછી વાળને શેમ્પુ કરો. આ હેરમાસ્કનો ઉપયોગ થોડા થોડા દિવસે નિયમિત રીતે કરશો એટલે વાળનો ગ્રોથ ઝડપથી વધશે અને વાળ મુલાયમ થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news