Banana Side Effects: આ સમયે કેળા ખાવાની ન કરતાં ભુલ, નહીં તો આ બીમારીઓ શરીરમાં કરી લેશે ઘર

Banana Side Effects: પોષક તત્વોથી ભરપૂર કેળા ખાવાથી શરીરને તુરંત એનર્જી મળે છે. કેળા એવું ફળ છે જેને કોઈ પણ ફળની સાથે ખાઈ શકાય છે. પરંતુ કેળા ખાતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. જો કેળા તમે ખોટા સમયે ખાઈ લો છો તો તે ફાયદા કરવાને બદલે નુકસાન પણ કરે છે.
 

Banana Side Effects: આ સમયે કેળા ખાવાની ન કરતાં ભુલ, નહીં તો આ બીમારીઓ શરીરમાં કરી લેશે ઘર

Banana Side Effects: કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કેળા પોટેશિયમ, વિટામિન, મેગ્નેશિયમ, કોપર, ફાઇબર અને કાર્બ્સથી ભરપૂર હોય છે. પોષક તત્વોથી ભરપૂર કેળા ખાવાથી શરીરને તુરંત એનર્જી મળે છે. કેળા એવું ફળ છે જેને કોઈ પણ ફળની સાથે ખાઈ શકાય છે. પરંતુ કેળા ખાતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. 

જો કેળા તમે ખોટા સમયે ખાઈ લો છો તો તે ફાયદા કરવાને બદલે નુકસાન પણ કરે છે. કેળા ખાવાથી ઘણી વખત તબિયત બગડી પણ શકે છે. જો તમને કેળાથી મળતા ફાયદા મેળવવા હોય તો નિયમિત એક ખેડુ ખાવું જોઈએ પરંતુ કેટલીક સમસ્યાઓમાં અને દિવસના આ સમયે કેળા ખાવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો:

શરદી ઉધરસમાં કેળા

જો તમને શરદી ઉધરસની ફરિયાદ હોય તો કેળાનું સેવન બિલકુલ ન કરો. શરદી ઉધરસમાં કેળા ખાવાથી ઘણી બધી સમસ્યા થઈ શકે છે. 

રાત્રે ન ખાવા કેળા

તમે ઘણી વખત વડીલો પાસેથી પણ આ વાત સાંભળી હશે કે રાત્રે કેળા ખાવા નહીં. તેનું કારણ હોય છે કે રાતના સમયે કેળા ખાવાથી વજન ઝડપથી વધે છે સાથે જ ઊંઘ સંબંધિત સમસ્યા પણ આવે છે કારણ કે કેળામાં કેલરી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેને પચવામાં પણ સમય લાગે છે.

આ પણ વાંચો:

એસીડીટી દરમિયાન

જો તમને ગેસ કે એસીડીટી ની સમસ્યા હોય ત્યારે પણ કેળાનું સેવન ટાળવું જોઈએ. કેળામાં સ્ટાર્ચ અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે તેનું પાચન ઝડપથી થતું નથી. 

ખાલી પેટ કેળા

ખાલી પેટ કેળા ખાવાથી તબિયત બગડી શકે છે. કેળામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ નું પ્રમાણ વધારે હોય છે જે ખાલી પેટ લેવાથી નુકસાન થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news