Dates benefits: શિયાળામાં ખૂબ જ ફાયદો કરે છે ખજૂર, રોજ 2 ખજૂર ખાવાથી આટલી બીમારીઓ થશે દૂર
Dates benefits: ખજૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખજૂરમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, વિટામીન કે, પોટેશિયમ, આયરન, કેલ્શિયમ જેવા તત્વો હોય છે જે ઘણા રોગથી શરીરનું રક્ષણ કરે છે. જે લોકોને પોતાનું વજન ઘટાડવું છે તેમના માટે પણ ખજૂર ફાયદાકારક છે.
Trending Photos
Dates benefits: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ સમયે સ્વાસ્થ્ય બનાવવા માટે પણ ઉત્તમ સમય હોય છે. જો શિયાળા દરમિયાન ડાયટમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વર્ષ દરમિયાન તમે સ્વસ્થ રહી શકો છો. ઠંડીના કારણે થતી બીમારીઓથી બચવું હોય તો શિયાળામાં મળતા કેટલાક સુપર ફૂડનું સેવન કરવું જોઈએ. આવું જ એક સુપર ફૂડ છે ખજૂર જેને ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે.
ખજૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખજૂરમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, વિટામીન કે, પોટેશિયમ, આયરન, કેલ્શિયમ જેવા તત્વો હોય છે જે ઘણા રોગથી શરીરનું રક્ષણ કરે છે. જે લોકોને પોતાનું વજન ઘટાડવું છે તેમના માટે પણ ખજૂર ફાયદાકારક છે. ખજૂરમાં ફાઇબર ની માત્રા સારી એવી હોય છે જેનું સેવન કરવાથી પેટ ભરેલું રહે છે અને ડાયજેશન સુધરે છે.
ખજૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે તેને ખાવાથી શરીરને તુરંત જ એનર્જી મળે છે અને શરીરનો થાક દૂર થઈ જાય છે. ખજૂરમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે પાચનને સુધારે છે અને કબજિયાતથી મુક્તિ અપાવે છે.
ખજૂરમાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે હાર્ટ સંબંધિત સમસ્યાને દૂર કરે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. ખજૂરનું સેવન શિયાળામાં કરવાથી શરીરને કુદરતી ગરમી મળે છે. અને વારંવાર થતી વાયરલ બીમારીઓની સમસ્યા દૂર થાય છે.
ખજૂર ખાવાથી હાડકા મજબૂત થાય છે અને શરીર તંદુરસ્ત રહે છે. ખજૂરમાં ફોલિક એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ખજૂરમાં જે પ્રોટીન હોય છે જે શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે