Covid Positive Diet: કોરોના પોઝિટિવ થયા બાદ શું ખાવું, Health Minister એ શેર કર્યું List, જુઓ...

દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન, જો તમે પણ તેનાથી સંક્રમિત થયા છો, તો તમારે ગભરાવાની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે આવી સ્થિતિમાં તમારે કેવી ડાયટનું પાલન કરવું જોઈએ

Covid Positive Diet: કોરોના પોઝિટિવ થયા બાદ શું ખાવું, Health Minister એ શેર કર્યું List, જુઓ...

Covid Positive Diet: દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન, જો તમે પણ તેનાથી સંક્રમિત થયા છો, તો તમારે ગભરાવાની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે આવી સ્થિતિમાં તમારે કેવી ડાયટનું પાલન કરવું જોઈએ.

આહારની આ સૂચિ સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, તમારે સારી રીતે પ્રોટીનનું સેવન કરવું જોઈએ. વિટામિન્સ અને ખનિજો, ફળો અને શાકભાજીનો પુષ્કળ પ્રમાણમાં વપરાશ કરવો જોઇએ.

ખાવા-પીવાની અનેક ટિપ્સ ઉપરાંત યોગ, પ્રાણાયામ વગેરે સૂચવવામાં આવ્યા છે.

કોવિડ હોય તો શું ખાવું:-

और हां, योग और प्रतिरक्षा शक्ति मजबूत बनाने वाली Diet ज़रूर लें। इससे आपको COVID19 से मुक़ाबला करने में बहुत मदद मिलेगी।@MoHFW_INDIA @PMOIndia #Unite2FightCorona pic.twitter.com/NBNTOGaopT

— Dr Harsh Vardhan (@drharshvardhan) May 9, 2021

પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મોટાભાગના કોવિડ દર્દીઓને સુંગધ અને સ્વાદનો અનુભવ થતો નથી અથવા જમવામાં મુશ્કેલી અનુભવે છે. તેથી, તેઓએ નાના અંતરાલમાં નરમ ખોરાક લેવો જોઈએ. ભોજનમાં કેરીનો પાઉડર શામેલ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news