Beer પીવાથી થાય છે એવા ફાયદા કે તમે પણ વિચારમાં પડી જશો...! જાણો રિસર્ચમાં Beer વિશે શું કહ્યું છે
બીયર આમતો નશીલો પદાર્થ છે. પરંતુ બીયર પીવાના કેટલાક ફાયદા પણ છે. નિયમિત એક માત્રામાં બીયર પીવાથી સ્વાસ્થ્યને લગતી કેટલીક તકલીફો દૂર થાય છે. સાથે જ હાડકા પણ મજબૂત કરવાનું કામ બીયર કરે છે.
- નિયંત્રણમાં બીયર પીવાથી થાય છે ફાયદો
બીયર પીવાથી હાડકાના રોગ થતા અટકે છે
જરૂર કરતા વધુ બીયર પીવાથી નુકસાન થાય છે
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આમ તો ગુજરાતમાં દારુબંધીના કારણે કોઈ પણ પ્રકારની આલ્કોહોલિક ડ્રિંક્સનું વેચાણ કે સેવન કરવા પર ગુનો દાખલ થાય છે. પરંતુ જો આપે ગુજરાત બહાર ક્યારેય પણ રહેવાનું થયું તો આપ પોતાના સ્વાસ્થ્ય માટે બીયરનું સેવન કરી શકો છો. માત્ર જાણકારીના ભાગરૂપે બીયર પીવાના પણ કેટલાક ફાયદા છે. જો બીયરને નિયંત્રણમાં પીવાય તો. કેટલાક લોકોને એ પણ નથી ખબર હોતી બીયર કેટલી પીવી જોઈએ..
કેવી રીતે બને છે બીયર
સૌથી પહેલા એ જાણવુ પણ જરૂરી છે કે બીયર દ્રાક્ષ અને જવથી બને છે. બીયરમાં પોષક તત્વ ભરપૂર માત્રામાં હોય છે. બીયરમાં ફ્લોવોનાઈડ અને ઈન્ટી ઓક્સીડેંટ્સ હોય છે.
બીયર પીવનાના ફાયદા
એક સંશોધનમાંથી જાણવા મળ્યું કે બીયર પીવાથી કિડનીમાં પથરીની તકલીફ દૂર થાય છે. ન્યુ ઇંગ્લેન્ડ જનરલ ઓફ મેડિસીન અનુસાર બીયર પીવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.
બીયર પીવાથી હાડકા મજબૂત બને છે. પરંતુ આનો અર્થ એ નહીં કે રોજે રોજ ધડાધડ બીયર પીવાનીં. એક નિયંત્રણમાં બીયર પીવાથી આર્થ્રોસિલિસિક એસિડ ઉત્પન્ન થાય છે. જેના હાડકાના રોગ થવાની સંભાવના ઘટે છે.
આના બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થાય છે. બિયરમાં હાજર ફાઈબર,બ્લડ સુગર અને બ્લડ કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે.
એક સંશોધન મુજબ બીયર પીવાથી યાદશક્તિમાં વધારો થાય છે. તે Xanthohumol નામના કોગ્નેટિવ ફંક્શનને સુધારવાનું કામ કરે છે.
કેટલી બીયર પીવી જોઈએ?
હેલ્થએક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં એક ગ્લાસ બીયર પીવી જોઈએ. તેનાથી ફાયદો થાય છે. જોકે બીયરની આટલી માત્રા પર વ્યક્તિ પર નિર્ભર કરે છે. જો તમે દવાનોનું નિયમિત સેવન કરો છે તો ડોક્ટરની સલાહ લઈને જ બીયર પીવી જોઈએ. એક રિસર્ચ પ્રમાણી અઠવાડિયામાં 7થી 14 કપ બીયર પીવી જોઈએ. આનાથી વધારે બીયર પીવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થવા લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે