Child Care: તમારું બાળક વારંવાર રડે છે? તો ચેતી જજો, બાળકના રડવા પાછળ હોઈ શકે છે આ પાંચ કારણ

કહેવાય છે ને કે પોતાની સમસ્યા કહેવાથી તેનો ઉપાય મળી જાય છે પણ બાળકોની બાબતમાં આ વાત ફીટ નથી બેસતી. કેમ કે, નાના બાળકો પોતાની સમસ્યા આસાનીથી નથી કહી શકતા. અને એટલા જ માટે નાના બાળકો તેમની પડતી મુશ્કેલી સામે રડતા હોય છે. જો તમારું બાળક પણ વારંવાર રડે છે તો તેની પાછળના આ મુખ્ય પાંચ કારણ હોય શકે છે. 

Child Care: તમારું બાળક વારંવાર રડે છે? તો ચેતી જજો, બાળકના રડવા પાછળ હોઈ શકે છે આ પાંચ કારણ

નવી દિલ્લીઃ કહેવાય છે ને કે પોતાની સમસ્યા કહેવાથી તેનો ઉપાય મળી જાય છે પણ બાળકોની બાબતમાં આ વાત ફીટ નથી બેસતી. કેમ કે, નાના બાળકો પોતાની સમસ્યા આસાનીથી નથી કહી શકતા. અને એટલા જ માટે નાના બાળકો તેમની પડતી મુશ્કેલી સામે રડતા હોય છે. જો તમારું બાળક પણ વારંવાર રડે છે તો તેની પાછળના આ મુખ્ય પાંચ કારણ હોય શકે છે. 

No description available.

ભૂખ-
બાળકોના રડવા પાછળનું મુખ્ય કારણ ભૂખ છે. જ્યારે બાળકને ભૂખ લાગે છે ત્યારે તે શબ્દમાં નથી કહી શકતું અને એટલા માટે જ રડવા લાગે છે. જો તમે તમારા બાળકને ભૂખ લાગી છે તેવા સંકેતને સમજી જાવ છો તો તેના રડવા પહેલાં જ તેને દૂધ આપી દો. મોટાભાગના બાળકો ભૂખના કારણે રડતાં હોય છે. તેને દૂધ પીવડાવવામાં આવે તો બાળક ચૂપ થઈ જાય છે. 

થાક-
નાનું બાળક કંઈ કામ નથી કરતું છતાં પણ તેને થાક લાગે છે. રમવું, હાથ-પગ ચલાવવા અથવા તો પૂરતી ઉંઘ ન મળવાના કારણે બાળક થાકી જતું હોય છે અને તે રડે છે. 

ગેસ-
પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ જેવી કે ગેસના કારણે મોટાભાગના બાળકો રડતાં હોય છે. પેટના દુખાવાના કારણે બાળક દિવસમાં ઓછામાં ઓછા 3 કલાક અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ રડે છે. 

અપૂરતી ઉંઘ-
6 મહિના બાદ બાળક જાતે જ સુવાનું શીખી જાય છે. પણ ક્યારેક બાળક પોતાના માતા કે પિતા વગર નથી સુતા. સ્લીપ શિડ્યૂલ બની ગયા પછી પણ બાળકને પૂરતી ઉંઘ લેવામાં તકલિફ પડે છે અને તે રડે છે. 

ઓડકાર લેવા માટે- 
જો બાળક દૂધ પીતા પછી અથવા જમવાનું જમ્ચા પછી રડે છે તો તેનો મતલબ છે કે બાળકને ઓડકાર લેવો છે. ઘણી વાર ઓડકાર ન આવતા બાળકને મજા નથી આવતી અને તે રડવા લાગે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news