ડાયાબિટીસ અને કેન્સરના દર્દી માટે દુધી છે હાનિકારક.. જાણો દૂધીથી થતા ફાયદા અને નુકસાન

Benefits And Side Effects Of Bottle Gourd: દુધી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ દુધી ખાવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. જો તમે નિયમિત રીતે દુધીનો જ્યુસ પીતા હોય તો તમારે તેના ફાયદા તેમજ નુકસાન બંને વિશે જાણવું જરૂરી છે. દુધીમાં પ્રોટીન, વિટામિન જેવા પોષક તત્વો હોય છે. પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં દુધી ખાવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. 

ડાયાબિટીસ અને કેન્સરના દર્દી માટે દુધી છે હાનિકારક.. જાણો દૂધીથી થતા ફાયદા અને નુકસાન

Benefits And Side Effects Of Bottle Gourd: વૈજ્ઞાનિક શોધમાં પણ એ વાત પ્રમાણે થઈ ચૂકી છે કે ફળ, શાકભાજી, દૂધ, દહીં વગેરે ખાદ્ય પદાર્થોમાં જરૂરી પોષક તત્વોનો ભંડાર હોય છે. તેનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે. સાથે જ તે રોગને દૂર કરવાની ક્ષમતા પણ ધરાવે છે. ઔષધીય ગુણથી ભરપૂર વસ્તુઓમાંથી દુધી પણ એક છે. દુધી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ દુધી ખાવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. જો તમે નિયમિત રીતે દુધીનો જ્યુસ પીતા હોય તો તમારે તેના ફાયદા તેમજ નુકસાન બંને વિશે જાણવું જરૂરી છે. દુધીમાં પ્રોટીન, વિટામિન જેવા પોષક તત્વો હોય છે. સાથે જ તે વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ ઝીંકથી ભરપૂર હોય છે. પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં દુધી ખાવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ દુધી ખાવાથી થતા ફાયદા અને નુકસાન વિશે.

આ પણ વાંચો:

દુધી ખાવાના ફાયદા

- જો તમને એસીડીટીની સમસ્યા રહેતી હોય તો દૂધી ખાવી ફાયદાકારક છે. દુધી ખાવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે.

- જે લોકોને માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તેમણે પણ દૂધીનું સેવન કરવું જોઈએ. આ સિવાય કડવી દૂધીના બીમાંથી તેલ બનાવી અને તેના વડે માથા પર મસાજ કરવી જોઈએ તેનાથી માથાનો દુખાવો દૂર થાય છે. 

- જે લોકોના વાળ ખરી રહ્યા હોય તેમના માટે પણ દૂધી ફાયદાકારક છે. દૂધીના પાન નો રસ કાઢી માથા પર લગાડવાથી ટાલમાં વાળ ઉગે છે.

- બદલતા વાતાવરણના કારણે જો શરદી કે ઉધરસ ની સમસ્યા થઈ ગઈ હોય તો દૂધીનું ચૂર્ણ બનાવી નાક વડે તેને સૂંઘવાથી કફ નીકળી જાય છે.

- જો દાંતમાં સમસ્યા હોય તો કડવી દૂધીના મૂળનું ચૂર્ણ બનાવી તેના વડે દાંત સાફ કરવાનું રાખો. તેનાથી દાંતમાં થયેલી કેવીટીથી રાહત મળે છે.

દુધી થી થતા નુકસાન

- ઘણા લોકો માટે દુધી હાનિકારક સાબિત થાય છે. જે લોકોને દુધી પછતી નથી તેમને ઉલટી અને જાળાની ફરિયાદ થઈ શકે છે. દુધી બરાબર સાફ કરીને ઉપયોગમાં ન લેવામાં આવે તો તેનાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે.

- હાઈ બ્લડ પ્રેશર ના દર્દીઓએ દૂધીનું જ્યુસ પીવું નહીં. અથવા તો ઓછા પ્રમાણમાં પીવું. દુધીનો જ્યુસ પીવાથી બ્લડપ્રેશર અસામાન્ય રીતે ઘટી શકે છે જેના કારણે દર્દીને ચક્કર આવવા બેભાન થવું આંખે અંધારા આવવા જેવી સમસ્યા થઈ શકે છે.

- ડાયાબિટીસના દર્દીઓએ પણ દૂધીનું સેવન વધારે ન કરવું. દૂધીનું જ્યુસ પીવાથી શુગરનું સ્તર અચાનક ઓછું થઈ શકે છે. 

- દૂધીમાં મળી આવતા વિટામીન ઈ અને એન્ટિઓક્સિડન્ટ શરીર માટે ફાયદાકારક છે. પરંતુ વધારે પ્રમાણમાં તેનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ વધી જાય છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news