તમે પણ લીંબુ મિક્સ કરીને પીવો છો Black Tea? જો જો ક્યાંક કિડનીને આવું નુકસાન ન થાય
Kaali Chai Aur Nimbu: લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે, પરંતુ શું તમે જાણો છો કે જો તેનો રસ બ્લેક ટી સાથે વારંવાર પીવામાં આવે તો નુકસાન થવાનો ખતરો રહે છે.
Trending Photos
Black Tea With Vitamin C: ભારતમાં ચા પીનારાઓની કોઈ કમી નથી, તે પાણી પછી બીજા નંબરનું સૌથી વધુ વપરાતું પીણું છે. લોકો સવારથી સાંજ સુધી ઘણા કપ ચા પીતા હોય છે, જો કે સ્વાસ્થ્ય નિષ્ણાતો હંમેશા આ અંગે ચેતવણીઓ આપે છે. વધારે પ્રમાણમાં દૂધ અને ખાંડવાળી ચા પીવાથી ડાયાબિટીસ અને કબજિયાતનું જોખમ વધે છે, તેથી જ ઘણા લોકો બ્લેક ટીને આરોગ્યપ્રદ વિકલ્પ તરીકે પસંદ કરે છે, પરંતુ શું બ્લેક ટી સલામત છે?
બ્લેક ટી અને લીંબુનું મિશ્રણ
જે લોકો દૂધ અને ખાંડવાળી ચાના જોખમને ઓળખે છે, તેઓ ઘણીવાર બ્લેક ટીનું સેવન કરે છે અને તેમાં લીંબુ ભેળવવાનું ભૂલતા નથી. ઉલ્લેખનીય છે કે, લીંબુને વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ જ કારણ છે કે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન લોકો ઉકાળો પીવાનો આગ્રહ કરી રહ્યા હતા, પરંતુ એવું જરૂરી નથી કે તેનાથી તમને હંમેશા ફાયદો થાય.
ખેડૂતોને મળી ભેટ, હવે સરકાર આપી રહી છે 50 ટકા સબસિડી, 15 જુલાઇ સુધી કરો એપ્લાય
Traffic Law: ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે નથી દંડ ફટકારવાનો અધિકાર, જાણી લો શું છે નિયમો
ગદરને ટક્કર માટે તેવી પાકિસ્તાની મહિલાની પ્રેમકહાની, 3 દેશોની સરહદ પાર ભારત પહોંચી
'કિડનીને થશે નુકસાન'
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સમાચાર અનુસાર, મુંબઈના રહેવાસીના પગમાં સોજા આવવા લાગ્યા, આ સિવાય ઉલ્ટી, ભૂખ ન લાગવાની ફરિયાદો મળી. તપાસમાં જાણવા મળ્યું કે તેની કિડની બરાબર કામ કરી રહી નથી. જ્યારે આ વ્યક્તિની ડાયટ હિસ્ટ્રી તપાસવામાં આવી તો જાણવા મળ્યું કે તે બ્લેક ટીની સાથે વિટામિન સીનું સેવન કરતો હતો. જો કે આ કોઈ અલગ કેસ નથી, પરંતુ ઘણા લોકો એવા છે જેઓ લીંબુ અને ઉકાળો પીને પોતાની કિડનીને નુકસાન પહોંચાડી રહ્યા છે.
Modi Goverment એ લોકોને આપી મોટી રાહત, ઘટી ગયા Smartphone-TV ના ભાવ, જાણો નવા ભાવ
ઘટાડા બાદ સોના-ચાંદીમાં ફરી આવી તેજી, આજે વધીને થઇ ગયો 10 ગ્રામનો આટલો ભાવ
આવા જોખમોથી સાવધ રહો
જે લોકો લીંબુનો ઉકાળો વધારે પીવે છે તેઓનું ક્રિરેટિનિન (Creatinine) વધી શકે છે, જેનું સ્તર સામાન્ય રીતે 1 ની નીચે હોવું જોઈએ. કિડનીનું કામ શરીરના પ્રવાહીમાં રહેલી ગંદકીને સાફ કરવાનું છે, જો તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આખા શરીરને અસર થઈ શકે છે.
Traffic Law: ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે નથી દંડ ફટકારવાનો અધિકાર, જાણી લો શું છે નિયમો
July 2023: બેકિંગથી લઇને પાનકાર્ડ સુધી, આજથી થયા આ ફેરફાર, બદલાય ગયા નિયમો
ચમત્કારિક છે લવિંગના આ ટોટકા, મોટી-મોટી સમસ્યાઓ કરી દેશે દૂર, ધનના કરશે ઢગલા
મોટાભાગના સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે જો કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એટલા માટે તમારે ડૉક્ટરની સલાહ લીધા પછી જ સીમિત માત્રામાં ઉકાળો પીવો જોઈએ. જો વિટામીન સીનું સેવન વધી જાય તો શરીરમાં ઓક્સાલેટનું પ્રમાણ વધી જાય છે, જેનાથી કિડનીમાં ઈન્ફેક્શન થઈ શકે છે અને કિડની ફેલ પણ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)
લવ બાઇટના નિશાનથી શરમ અનુભવો છો? આ અસરદાર ઉપાય મિનિટોમાં અપાવશે છુટકારો
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર
Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે