વધુ સેક્સ ઇચ્છો છો? તો ખાવ સોનું, ખુબ જ ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરશો સેવન
સોનું જેટલું સાચું અને શુદ્ધ હોય છે, ખાવામાં પણ તેટલું જ સુરક્ષિત હોય છે. કારણ કે સોનાને 'biologically inert' માનવામાં આવે છે. મતલબ એવો થાય છે કે તે શોષાયા વિના મળની મદદથી આંતરડામાંથી બહાર નીકળી જાય છે.
Trending Photos
Benefits of eating gold: જૂના જમાનામાં રાજા મહારાજાઓને સોનાની થાળીમાં ખાવા પીવાનું હતું. પરંતુ આજકાલ લોકોમાં 'Gold Food'નો ક્રેઝ વધી રહ્યો છે. આ મોંઘી અને ચમકદાર ઘાતું આજકાલ ખાવાની વસ્તુઓ ઉપર વર્ક, ફ્લેક્સ અને પત્તાના રૂપમાં સજાવવામાં આવી રહી છે. જેના કારણે ખાવાનું આકર્ષણ અને કીમત બન્ને વધારવામાં આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે સોનું ખાવાથી પણ તમને ઘણા ફાયદા મળી શકે છે.
સૌથી પહેલા જાણો શું છે Gold Food કેવી રીતે બનાવવામાં આવે છે?
જાણકારો અનુસાર, સોનું જેટલું સાચું અને શુદ્ધ હોય છે, ખાવામાં પણ તેટલું જ સુરક્ષિત હોય છે. કારણ કે સોનાને 'biologically inert' માનવામાં આવે છે. મતલબ એવો થાય છે કે તે શોષાયા વિના મળની મદદથી આંતરડામાંથી બહાર નીકળી જાય છે. પરંતુ તમે આ રીતે સોનાનું સેવન કરી શકતા નથી. તેના બદલે 22-24 કેરેટ સોનું પલ્વરાઇઝ્ડ અને 1/8,000 મિલીમીટરની જાડાઈમાં ઓગળવામાં આવે છે. પછી આ શીટને મીઠાઈઓ, લાડુ કે ખોરાક પર શણગારવામાં આવે છે. ત્યારબાદ 'ગોલ્ડ ફૂડ' બનાવવામાં આવે છે. જો કે, તેનું સેવન કરતા પહેલા ડૉક્ટર અથવા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.
આયુર્વેદિક લેખક અને એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાનીએ જણાવ્યું હતું કે, હજારો વર્ષોથી સોનાને ઔષધિ કે દવાના રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આયુર્વેદમાં તેના સેવન માટે સુરક્ષિત રૂપથી 'સ્વર્ણ ભસ્મ' (Swarn Bhasma Benefits) તરીકે ઓળખવામાં આવે છે. તો આવો સ્વર્ણ ભસ્મના ઉપયોગથી મળનાર ફાયદા વિશે જાણીએ..
પુરુષોને મળે છે આ ફાયદો- Swarn Bhasma benefits for Men's health
સ્વર્ણ ભસ્મમાં aphrodisiac properties હોય છે, જે પુરુષોમાં સ્ટેમિના, શક્તિ, લો સ્પર્મ કાઉન્ટ, સ્પર્મ ક્વોલિટી, પ્રી-મેચ્યોર ઈજેક્યુલેશન, ઈનફર્ટિલિટી જેવી અનેક સમસ્યાઓ ખતમ કરવામાં મદદરૂપ થાય છે. સ્વર્ણ ભસ્મ જાતીય જીવનને ફરીથી સુખમય બનાવવામાં મદદરૂપ થાય છે.
અન્ય ફાયદા:-
- સ્વર્ણ ભસ્મનું સેવન ઈમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, જેનાથી તમને અલગ અલગ સંક્રમણો વિરુદ્ધ સુરક્ષા મળે છે.
- ભુખ વધારવા માટે પણ સ્વર્ણ ભસ્મનું સેવન ફાયદાકારણ માનવામાં આવે છે. તેની સાથે પેટ ફૂલવું, અપચો જેવી અનેક સમસ્યા પણ દૂર થાય છે.
- વધતી ઉંમરની સાથે સાથે યાદાસ્ત ઓછી થવા લાગે છે, પરંતુ સ્વર્ણ ભસ્મ ખાવાથી તમારી યાદશક્તિમાં વધારો થાય છે.
- જે લોકોને આર્થોરાઈટિસ એટલે કે પગના દુ:ખાવાની ફરિયાદો રહે છે, તેઓ સાંધાઓની બળતરા ઘટાડીને પીડામાંથી પણ રાહત મેળવી શકે છે.
સ્વર્ણ ભસ્મ કેવી રીતે ખાવું
ડૉ. અબરાર મુલતાની અનુસાર, સ્વર્ણ ભસ્મનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો. જો કે, 15-30 મિલિગ્રામ મધ અથવા દેશી ઘી સાથે દિવસમાં એક કે બે વાર લઈ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે