મેટાબોલિઝ્મની સાથે હાડકાંને પણ મજબૂત બનાવે છે કાકડીનો જ્યૂસ

કાકડી દરેક સિઝનમાં મળે છે અને આ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે. કાકડીમાં વિટામિન-સી, બીટા કૈરોટીન જેવા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સને દૂર કરે છે.

મેટાબોલિઝ્મની સાથે હાડકાંને પણ મજબૂત બનાવે છે કાકડીનો જ્યૂસ

નવી દિલ્હી: કાકડી દરેક સિઝનમાં મળે છે અને આ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે. કાકડીમાં વિટામિન-સી, બીટા કૈરોટીન જેવા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. આ ઇમ્યૂનિટી વધારે છે. સાથે જ કાકડી વેટ લોસ કરવામાં મદદરૂપ થાય છે. કાકડીમાં 95% પાણી હોય છે જે મેટાબોલિઝ્મ મજબૂત કરે છે.

મોટાભાગે આપણે કાકડીની છાલને છોલી દઇએ છીએ. કાકડાની છાલ સાથે ખાવાથી આ હાડકાંને ફાયદાકારક હોય છે. કાકડીની છાલમાં વધુ માત્રામાં સિલિકા હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. ચાલો બનાવીએ કાકડીનો જ્યૂસ જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. 

સામગ્રી
1 મોટી કાકડી સમારેલી
1 લીબૂંનો રસ
8-10 ફૂદીનાના પાન
½ ટી સ્પૂન જીરા પાવડર
3-4 કાળા મરી
એક નાનકડો આદુનો ટુકડો
મીઠું સ્વાદનુસાર

બનાવવાની રીત
મિક્સર જારમાં કાપેલી કાકડી, આદુ, લીંબૂનો રસ, ફૂદીનાના પાન, જીરું અને કાળા મરી નાખીને સારી રીતે દળી લો. હવે તેને એક સ્ટેનરમાં નાખીને ચાળી લો. એક ગ્લાસમાં આઇસ ક્યૂબ નાખીને જ્યૂસ સર્વ કરો. દરરોજ પીવાથી તમારું વજન ઘટશે સાથે જ ઇમ્યૂનિટી પણ સ્ટ્રોન્ગ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news