Uric Acid: યુરિક એસિડની સમસ્યાને દવા વિના દુર કરશે આ આયુર્વેદિક જડીબુટ્ટી
Uric Acid: આયુર્વેદમાં યુરિક એસિડની સમસ્યાને કંટ્રોલ કરવા માટેના સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. કેટલીક જડીબુટ્ટીઓ એવી હોય છે જે યુરિક એસિડની સમસ્યાને દુર કરી શકે છે. સાથે જ આ જડીબુટ્ટીઓ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી જટીલ બીમારીમાં પણ રાહત આપે છે.
Trending Photos
Uric Acid: શરીરના સાંધામાં યુરીક એસિડ જામી જાય તો તેની પીડા અસહ્ય હોય છે. આ તકલીફમાં દુખાવો પણ વધારે થાય છે. ઘણીવાર તો દુખાવો એટલો વધી જાય કે વ્યક્તિ ચાલી પણ ન શકે. યુરીક એસિડ વધી જવાની આ સમસ્યાને ગાઉટ પણ કહેવાય છે. આ સમસ્યા હોય તો સમય રહેતા તેના પર ધ્યાન આપવું.
આયુર્વેદમાં યુરિક એસિડની સમસ્યાને કંટ્રોલ કરવા માટેના સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. કેટલીક જડીબુટ્ટીઓ એવી હોય છે જે યુરિક એસિડની સમસ્યાને દુર કરી શકે છે. સાથે જ આ જડીબુટ્ટીઓ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી જટીલ બીમારીમાં પણ રાહત આપે છે.
શરીરમાં યુરિક એસિડ વધવાનું કારણ
શરીરમાં યુરિક એસિડ વધવાના ઘણા બધા કારણ છે. જેમાં ખરાબ મેટાબોલિઝમ સૌથી મુખ્ય છે. જો તમારા આંતરડા સાફ ન હોય અને તમે ફિઝિકલી એક્ટિવ ન હોય તો આ સમસ્યા વધી જાય છે. આ સિવાય વધારે પડતી પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન કરવું પણ યુરિક એસિડની સમસ્યા વધારી શકે છે. જો દિવસ દરમિયાન ઓછું પાણી પીવાતું હોય તો પણ યુરિક એસિડ વધી જાય છે.
યુરિક એસિડ માટેની જડીબુટ્ટી
યુરિક એસિડના લેવલને કંટ્રોલ કરવા માટે ગિલોય સૌથી બેસ્ટ આયુર્વેદિક જડીબુટ્ટી છે. તેને તમે રોજ સરળતાથી ઉપયોમાં લઈ શકો છો. સૌથી પહેલા ગિલોયના પાન અને ડાળી લઈ લેવી. તેને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે તેને 1 ગ્લાસ પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન બચે. ત્યારબાદ પાણીને ગાળીને પી જવું. ગિલોય સાથે તમે ગુગલ, પુનર્નવા, આમળા અને એલોવેરાનું પણ સેવન કરી શકો છો. તેનાથી યુરિક એસિડ કંટ્રોલ થાય છે.
હેલ્ધી લાઈફસ્ટાઈલ પણ જરૂરી
યુરિક એસિડ માટે આ આયુર્વેદિક જડીબુટ્ટી લેવાની સાથે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી પણ જરૂરી છે. સૌથી પહેલા તો દિવસમાં 45 મિનિટ એક્સરસાઈઝ કરો. આ સિવાય દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવું. આહારમાં દાળ, કઠોળ, ઘઉં વધારે ન લેવા. રાત્રે 8 વાગ્યા સુધીમાં જમી લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે