Apple: આ 4 સ્થિતિમાં સફરજનનો એક ટુકડો પણ ન ખાવો, ખાવાની સાથે જ હાલત થવા લાગશે ખરાબ
Apple: રોજ એક સફરજન ખાવાથી બીમારીઓ દુર કરે છે... આ વાત સાચી છે પરંતુ 4 મેડીકલ કંડીશન એવી છે જેમાં સફરજન ખાવાથી ડોક્ટર પાસે સારવાર કરાવવા દોડવું પડે છે. તેથી આ 4 સમસ્યામાં સફરજન ખાવાનો વિચાર પણ ન કરવો.
Trending Photos
Apple: એક સફરજન રોજ ખાવાથી ડોક્ટર પાસે જવું પડતું નથી... આ કહેવત તમે પણ હજારો વખત સાંભળી હશે. આ વાત કહીને તમને પણ તમારા માતા પિતાએ સફરજન ખવડાવ્યા હશે. આ વાત સાચી પણ છે. સફરજન વિટામીન સી, ફાઇબર, પોટેશિયમ સહિત દરેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે.
જો એક સ્વસ્થ વ્યક્તિ નિયમિત એક સફરજન રોજ ખાય તો તેની તબિયત ખરાબ થવાની સંભાવના ઘટી જતી હોય છે. પરંતુ જે રીતે દરેક વસ્તુની સારી અસર હોય છે તે રીતે ખરાબ અસર પણ હોય છે. સફરજનમાં કોઈ ખરાબી નથી પરંતુ 4 મેડિકલ કન્ડિશન એવી છે જેમાં સફરજન ખાવામાં આવે તો નુકસાન વધી જાય છે. શક્ય છે કે આ 4 મેડિકલ કન્ડિશનમાં સફરજન ખાવાથી તમારે તુરંત જ ડોક્ટર પાસે દોડવું પડે. તેથી આ 4 મેડિકલ કન્ડિશનમાં ભૂલથી પણ સફરજન ખાવું નહીં.
સફરજન કોને કરે નુકસાન ?
ખરાબ પાચન
સફરજનમાં ફાઇબર વધારે હોય છે જે ડાઇઝેશન માટે સારું છે. પરંતુ જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય એટલે કે જેનું પાચન ખરાબ હોય તેમણે સફરજનનું સેવન ટાળવું જોઈએ. કારણ કે તેનાથી પાચન સંબંધિત સમસ્યા થઈ પણ શકે છે. નબળું પાચન હોય તેમને સફરજન ખાવાથી ગેસ, એસીડીટી, પેટમાં દુખાવો થઈ શકે છે.
ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સફરજન સારું નથી. સફરજનમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે. ડાયાબિટીસના દર્દીઓ જો સફરજન ખાય તો બ્લડ સુગર લેવલ ઝડપથી વધી જાય છે.
સ્થૂળતા
ઘણા ફ્રુટ એવા હોય છે જે વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે તેવી રીતે એવા ફળ પણ હોય છે જે વજન ઝડપથી વધારી શકે છે. સફરજન એવા ફળની કેટેગરીમાં આવે છે જેને ખાવાથી વજન વધી શકે છે. કારણ કે સફરજનમાં કેલરી અને સુગર બંને વધારે હોય છે.
એલર્જી
ઘણા લોકોને સફરજનની એલર્જી પણ થઈ શકે છે. જે લોકોને એલર્જી હોય તેવો સફરજન ખાય તો ત્વચા પર ખંજવાળ આવવા લાગે છે ચહેરા પર સોજો આવી જાય છે અને ત્વચા પર રેશિસ પણ પડી જાય છે. આવું થતું હોય તો સફરજનનું સેવન બંધ કરી દેવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે