Apple Side Effects: સફરજનના આ 2 તત્વ તબિયત કરી શકે છે ખરાબ, જાણો એક દિવસમાં કેટલા સફરજન ખાવા સેફ
Apple Side Effects: આયુર્વેદ અનુસાર કોઈપણ વસ્તુ વધારે થઈ જાય તો તે હાનિકારક સાબિત થાય છે. આ રીતે સફરજન ખાવાની પણ નિશ્ચિત માત્રા હોય છે જો વધારે પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો ફાયદો થવાને બદલે નુકસાન થવા લાગે છે.
Trending Photos
Apple Side Effects: સફરજન વિશે એવું કહેવાય છે કે નિયમિત એક સફરજન ખાવામાં આવે તો ડોક્ટર પાસે ક્યારેય જવાની જરૂર પડતી નથી એટલે કે સફરજન નિયમિત ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. આ વાતથી પ્રેરિત થઈને ઘણા લોકો ફિટ રહેવા માટે રોજ સફરજન ખાય છે. પરંતુ આયુર્વેદ અનુસાર કોઈપણ વસ્તુ વધારે થઈ જાય તો તે હાનિકારક સાબિત થાય છે. આ રીતે સફરજન ખાવાની પણ નિશ્ચિત માત્રા હોય છે જો વધારે પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો ફાયદો થવાને બદલે નુકસાન થવા લાગે છે. આજે તમને સફરજન થી થતી સમસ્યાઓ વિશે પણ જણાવીએ.
વધારે સફરજન ખાવાથી થતા નુકસાન
આ પણ વાંચો:
- આપણા શરીરને નિશ્ચિત માત્રામાં ફાઇબરની જરૂર હોય છે. જો રોજ વધારે પ્રમાણમાં ફાઇબર શરીરને મળે તો પાચન સમસ્યા થઈ શકે છે. તેના કારણે શરીરમાં સોજા અને કબજિયાત જેવી તકલીફનો સામનો પણ કરવો પડે છે. સફરજન ફાઇબરથી ભરપૂર ફળ હોય છે. તેથી દિવસ દરમિયાન એક કે બે થી વધારે સફરજન ખાવાથી શરીરમાં ફાઇબર વધી શકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
- સફરજન માં કાર્બોહાઈડ્રેટ પણ વધારે પ્રમાણમાં હોય છે જે બ્લડ સુગર લેવલને અનબેલેન્સ કરી શકે છે જેના કારણે પણ સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.
- સફરજન ઉગાડતી વખતે ઘણા બધા પેસ્ટીસાઈડનો ઉપયોગ કરવામાં આવે છે એક સ્ટડીમાં એવું પણ સામે આવ્યું છે કે સફરજન પર જે કીટનાશક દવાનો ઉપયોગ થાય છે તે કેન્સર જેવી સમસ્યાઓ નું જોખમ વધારે છે.
- સફરજન માં મેલિક એસિડ હોય છે. વધારે પ્રમાણમાં સફરજન ખાવાથી દાંતની સમસ્યા થઈ શકે છે. જો દિવસમાં તમે બેથી વધારે સફરજન ખાવ છો તો તેનાથી દાંતની સમસ્યા વધી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે