Leftover Rice: કુક કર્યાના 3 કલાક પછી ભાત થઈ જાય છે વાસી, ખાવાથી થઈ શકે છે આ બીમારીઓ

Leftover Rice: સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે વાસી ભોજનનો સંદર્ભ એવો થાય છે કે એક દિવસ પહેલા બનેલું ભોજન અથવા તો સવારે બનેલું ભોજન સાંજે વાસી ગણાય છે. ટૂંકમાં કહીએ તો ભોજન બનાવ્યાના આઠ થી દસ કલાક પછી તે વાસી થઈ જાય છે. પરંતુ ભાતની બાબતમાં ચોંકાવનારી વાત એ છે કે ભાત થી 10 કલાક નહીં પરંતુ ત્રણ કલાકમાં જ વાસી થઈ જાય છે. 

Leftover Rice: કુક કર્યાના 3 કલાક પછી ભાત થઈ જાય છે વાસી, ખાવાથી થઈ શકે છે આ બીમારીઓ

Leftover Rice: ઘણા લોકો ફર્મેન્ટેડ રાઈસ ખાતા હોય છે. જેમાં રાત્રે વધેલા ભાતને સવારે અલગ અલગ વસ્તુઓ સાથે ખાવામાં આવે છે. આ સિવાય ઘણા લોકો વધેલા ભાતનો વઘાર કરીને તેને ફ્રાઈડરાઈસ તરીકે કે પુલાવ તરીકે પણ ખાતા હોય છે. લોકોનું એવું માનવું હોય છે કે ભાતને ફરીથી ફ્રાય કરી લેવાથી તે ગરમ થઈ જાય છે પરંતુ હકીકતમાં ભાત વાસી જ રહે છે અને તેને ખાવાથી શરીરના નુકસાન પણ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે વાસી ભોજનનો સંદર્ભ એવો થાય છે કે એક દિવસ પહેલા બનેલું ભોજન અથવા તો સવારે બનેલું ભોજન સાંજે વાસી ગણાય છે. ટૂંકમાં કહીએ તો ભોજન બનાવ્યાના આઠ થી દસ કલાક પછી તે વાસી થઈ જાય છે ત્યાં સુધી તે તાજું રહે છે. પરંતુ ભાતની બાબતમાં ચોંકાવનારી વાત એ છે કે ભાત થી 10 કલાક નહીં પરંતુ ત્રણ કલાકમાં જ વાસી થઈ જાય છે. 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ભાત બની ગયા પછી ત્રણ કલાક પછી તેમાં બેક્ટેરિયા બનવા લાગે છે. જો ભાતને કુક કર્યાના ત્રણ કલાક પછી તમે તેનું સેવન કરો છો તો આ વાસી ચોખા તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. જો સ્વસ્થ રહેવું હોય તો વાસી ભાત ખાવાથી બચવું જોઈએ. રસોઈ બનાવો તેની સાથે ભાત બનાવી લેવા અને બે-ત્રણ કલાક માટે તેને બહાર રાખી દેવામાં આવે તો તેમાં હાનિકારક બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે. રિસર્ચમાં પણ આ વાત સાબિત થઈ છે કે રાંધેલા ચોખામાં બેક્ટેરિયા ઝડપથી ઉત્પન્ન થવા લાગે છે અને આવા ભાત ખાવાથી પેટમાં પણ ટોક્સિન બનવા લાગે છે. 

વાસી ભાત ખાવાથી થતી સમસ્યાઓ

ઉલટી થવી
લુઝ મોશન થવા
એસીડીટી
પેટમાં ગેસ
પેટમાં દુખાવો
કબજિયાત

ભાતનો ઉપયોગ કરવાની સાચી રીત

સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જો તમારે સવારના ભાતનો ઉપયોગ સાંજે કરવો હોય તો સમય રહેતા જ ભાતને ફ્રીજમાં સ્ટોર કરી લેવા જોઈએ. ભાતને બનાવ્યા પછી ત્રણ કલાકની અંદર તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. જો ભાત વધારે હોય તો ભાત રાંધિયાના બે કલાકમાં જ તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને ફ્રિજમાં સ્ટોર કરો. આ રીતે જો તમે ભાત રાખો છો તો તેમાં બેક્ટેરિયા વધતા નથી અને તે ખાવા યોગ્ય રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news