Signs of Oral Cancer: મોઢાના કેન્સરની શરુઆતમાં જોવા મળે આ 8 સંકેતો, 99 ટકા લોકો સામાન્ય સમજી કરે છે ઈગ્નોર

Early Signs of Oral Cancer:મોઢાના કેન્સરની સારવાર કયા પ્રકારનું કેન્સર છે, કઈ જગ્યાએ છે અને કેટલું ફેલાયું છે તેના પર આધાર રાખે છે. સૌથી પહેલા તો ટેસ્ટ કરીને જાણવામાં આવે છે કે કેન્સર કેટલું ફેલાયેલું છે. મોઢાના કેન્સરમાં સૌથી સામાન્ય ઈલાજ ટ્યુમરને હટાવવાની સર્જરી હોય છે. શરૂઆતથી સ્ટેજમાં આ સર્જરી થઈ જાય તો તે વધારે અસરકારક રહે છે. 

Signs of Oral Cancer: મોઢાના કેન્સરની શરુઆતમાં જોવા મળે આ 8 સંકેતો, 99 ટકા લોકો સામાન્ય સમજી કરે છે ઈગ્નોર

Early Signs of Oral Cancer: ઓરલ કેન્સર એટલે કે મોઢાના કેન્સરના કે દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ કેન્સર સામાન્ય રીતે હોઠ, જીભ અને મોઢાના નીચેના ભાગમાં થાય છે. કેટલાક કેસમાં કેન્સરની શરૂઆત ગાલ, પેઢા અને તાળવાથી પણ થાય છે. મોઢાનું કેન્સર થાય તેનું મુખ્ય કારણ તમાકુ અને દારૂનું સેવન હોય છે. 

મોઢાના કેન્સરના 80 ટકાથી વધુ કેસમાં રેડિયોથેરાપી લેવાની જરૂર પડે છે. આવા કેન્સરમાં દર્દીની સારવાર સર્જરી પછી કીમોથેરાપી અથવા તો કોમ્બિનેશન થેરાપીથી કરવામાં આવે છે. જેમાં કીમોથેરાપી અને રેડિયોથેરાપી બંનેની જરૂર પડે છે. જોકે આ કેન્સરની શરૂઆત થાય ત્યારે તેના લક્ષણોને 99% લોકો સામાન્ય ગણીને ઇગ્નોર કરે છે અને પછી પરિસ્થિતિ ગંભીર બની જાય છે. 

 

મોઢાના કેન્સરના લક્ષણો 

શરીરમાં મોઢાનું કેન્સર વધતું હોય ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે. મોટાભાગના લોકો આ લક્ષણોને સામાન્ય સમસ્યા ગણીને ઇગ્નોર કરે છે. પરંતુ આવી ભૂલ કરવાથી બચવું જોઈએ. આજે તમને એ 8 સંકેત વિશે જણાવીએ જે સામાન્ય હોઈ શકે છે પરંતુ કેટલાક કેસમાં તે કેન્સરની શરૂઆતના લક્ષણ પણ હોય છે. 

- ગરદનની આસપાસ ગાંઠ દેખાવી 

- દાંત હલવા લાગે 

- હોઠ પર સોજો કે ઇજા થાય પછી તે રૂઝાઈ નહીં. 

- કોઈપણ વસ્તુ ગળેથી ઉતારવામાં દુખાવો થવો. 

- બોલવામાં ફેરફાર થઈ જવો. 

- મોઢામાંથી લોહી નીકળવું 

- જીભ કે પેઢા પર સફેદ કે લાલ રંગના ધબ્બા દેખાવા

- કારણ વિના વજનમાં ઘટાડો થવો. 

મોઢાનું કેન્સર થવાના કારણો 

મોઢાનું કેન્સર થવાનું મુખ્ય કારણ તમાકુ કે દારૂનું વધારે પડતું સેવન છે. આ સિવાય અન્ય કેટલાક જોખમ પણ છે. જેમકે જિનેટિક સમસ્યા, ખરાબ ઓરલ હાઈજિન, પેઢાની બીમારી, સોપારી ચાવવાની આદત વગેરેનો સમાવેશ થાય છે.  

મોઢાના કેન્સરની સારવાર 

મોઢાના કેન્સરની સારવાર કયા પ્રકારનું કેન્સર છે, કઈ જગ્યાએ છે અને કેટલું ફેલાયું છે તેના પર આધાર રાખે છે. સૌથી પહેલા તો સિટી સ્કેન અને એમઆરઆઇ સ્કેન જેવા ટેસ્ટ કરીને નક્કી કરવામાં આવે છે કે કેન્સર કેટલું ફેલાયેલું છે ત્યાર પછી ડોક્ટર ઉપચારના વિકલ્પો પર નિર્ણય કરે છે. મોઢાના કેન્સરમાં સૌથી સામાન્ય ઈલાજ ટ્યુમરને હટાવવાની સર્જરી હોય છે. શરૂઆતથી સ્ટેજમાં આ સર્જરી થઈ જાય તો તે વધારે અસરકારક રહે છે. સર્જરી પછી સ્ટેજને ધ્યાનમાં રાખીને રેડિયોથેરાપી દ્વારા મોઢાના કેન્સરની સારવાર કરવામાં આવે છે. આ સિવાય કીમોથેરાપીનો અને દવાનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news