Kidney Damage: કિડનીને ગંભીર નુકસાન પહોંચાડે છે આ પાંચ વસ્તુ, ભોજનમાં સામેલ કરવાનું ટાળો

Worst Food For Kidneys: શરીરના અન્ય ભાગોની જેમ, કિડની પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે શરીર માટે ફિલ્ટરનું કામ કરે છે. જો કે, કેટલીક ખાવાની આદતો કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
 

Kidney Damage: કિડનીને ગંભીર નુકસાન પહોંચાડે છે આ પાંચ વસ્તુ, ભોજનમાં સામેલ કરવાનું ટાળો

નવી દિલ્હીઃ શરીરને હેલ્ધી રાખવા માટે બોડીના બાકીના અંગોનું સ્વસ્થ રહેવું જરૂરી છે. હાર્ટ, લિવર, ફેફસાની જેમ કિડનીને પણ સ્વસ્થ રાખવી જરૂરી છે. તે શરીરનું ફિલ્ટર હોય છે, જે બોડીના ટોક્સિન્સને બહાર કાઢે છે. તે શરીરમાં લોહી
ને ફિલ્ટર કરે છે  અને ઈલેક્ટ્રોલાઇટ્સને બેલેન્સ કરવામાં મદદ કરે છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ભોજન ખુબ જરૂરી છે. જો તમે ભોજનમાં ખોટી વસ્તુને સામેલ કરો છો તો કિડની સાથે જોડાયેલી બીમારીના શિકાર બની શકો છો. અહીં તમને પાંચ એવી વસ્તુ વિશે જણાવી રહ્યાં છીએ જેનાથી તમારે દૂર રહેવું જોઈએ. 

1. કેળા
કેળામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. પરંતુ તેમાં સોડિયમની માત્રા ઓછી હોય છે. પરંતુ કિડનીની સમસ્યાથી બચવા માટે કેળાને દરરોજ ભોજનમાં સામેલ કરવાથી બચવું જોઈએ.

2. ફ્રાઇડ પોટેટો
જો તમને ચિપ્સ જેવા પેકેટ ખાવ છો કો ફ્રેન્ચ ફ્રાઇસ ખાવાનું પસંદ કરો છો તો તે તમારી કિડની માટે સારૂ નથી. કિડની સાથે જોડાયેલી સમસ્યાથી બચવા માટે તળેલી વસ્તુ ખાવાથી બચો. જો તમને કિડનીની કોઈ બામારી છે તો બટાટા ખાવાથી બચો કારણ કે તેમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે, જે કિડની માટે સારૂ નથી.

3. કેફીનવાળી વસ્તુ
કોફી, ચા, સોડા જેવી વસ્તુમાં કેફીન હોય છે, જે કિડની પર દબાવ નાખે છે. કેફીન બ્લડ ફ્લો, બ્લડ પ્રેશર અને કિડની પર તણાવ વધારે છે. વધુ કેફીન લેવાથી કિડનીમાં પથરીની સમસ્યા થઈ શકે છે. 

4. નમક
સોડિયમની વધુ માત્રાથી બ્લડપ્રેશર વધે છે, જેના કારણે કિડની પર દબાવ પડે છે. ડબ્બાબંધ સૂપ, પ્રોસેસ્ડ મીટ, સોસ, પિઝ્ઝા, કેચઅપ, બીબીક્યૂ સોસ, સોયા સોસ, અથાણા જેવી વસ્તુમાં નમકની માત્રા વધુ હોય છે.

5. સોડા
સોડામાં ખાંડની માત્રા વધુ હોય છે અને તેનામાં પોષણ મૂલ્ય નામના હોય છે. દરરોજ બે કે વધુ કાર્બોનેટેડ સોડા પીવાથી કિડની સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. કાર્બોનેટેડ અને એનર્જી ડ્રિંક બંનેમાં પથરી થવાનો ખતરો રહે છે. 

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news