સેવ ઉસળવાળાને બોટ કોણે આપી? થયો મોટો ખુલાસો, મોતની બોટ ચલાવતા વ્યક્તિ સુધી પહોંચ્યું ZEE 24 કલાક

Vadodara Boat Tragedy: વડોદરામાં મોતની બોટ ચલાવતા સેવ ઉસળવાળા સુધી પહોંચ્યું ZEE 24 કલાક.બોટનો કોન્ટ્રાક્ટ લેનારા પરેશ શાહે સેવ ઉસળની લારી ચલાવતા વ્યક્તિને આપી હતી બોટ. પૈસા કમાવાની લ્હાયમાં ચાર હત્યારા કોન્ટ્રાક્ટરોએ લીધો 14 લોકોનો જીવ.

સેવ ઉસળવાળાને બોટ કોણે આપી? થયો મોટો ખુલાસો, મોતની બોટ ચલાવતા વ્યક્તિ સુધી પહોંચ્યું ZEE 24 કલાક

Vadodara Boat Tragedy: વડોદરામાં મોતની બોટ ચલાવતા સેવ ઉસળવાળા સુધી ZEE 24 કલાક પહોંચ્યું હતું. બોટનો કોન્ટ્રાક્ટ લેનારા પરેશ શાહે સેવ ઉસળની લારી ચલાવતા વ્યક્તિને બોટ આપી હતી. પૈસા કમાવાની લ્હાયમાં ચાર હત્યારા કોન્ટ્રાક્ટરોએ 14 લોકોનો જીવ લીધો છે.

ZEE 24 કલાક પહોંચ્યું છે બોટ ચલાવતા હત્યારા સેવ ઉસળવાળા સુધી. જી હા...માસૂમ બાળકો સહિત 14ના ભોગ લેનારા બોટકાંડમાં ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરના પાપે જુઓ કેવી રીતે અંધેર વહીવટ ચાલતો હતો, તેનો પુરાવો છે આ દ્રશ્યો. કોની રહેમનજરથી સેવ ઉસળવાળાને મળ્યો હતો બોટનો કોન્ટ્રાક્ટ. મોટું માથું ગણાતા પરેશ શાહે પૈસા માટે શું કાંડ કર્યો હતો તે જુઓ. બચી જનારા બાળકે કહ્યું આ અંકલ જ ચલાવતા હતા બોટ. ZEE 24 કલાક પર જુઓ બાળખ ખુદ કહી રહ્યું છે કે પકડાયેલા 6 આરોપીઓમાંથી 2 આરોપીઓ બોટમાં હતા. સેવ ઉસળવાળો નયન ગોહિલ અને અંકિત વસાવા બોટમાં હતા. ZEE 24 કલાકે એ હકીકત હાથ લાગી છે કે સેવ ઉસળવાળો નયન ગોહિલ ચલાવતો હતો બાળકોની બોટ. 14 વ્યક્તિની ક્ષમતા ધરાવતી બોટમાં 38 લોકોને બેસાડ્યા હતા.

  • સત્તાધીશો પાણીમાં ડૂબી મરો તમે કોને બોટ આપી હતી તે જુઓ.
  • ભ્રષ્ટ અધિકારીઓ જુઓ તમે કેવા લોકોને બોટ ચલાવવા આપી હતી.
  • ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર જવાબ આપો તમે કેમ લારીવાળાને બોટ આપો.
  • ભ્રષ્ટ તંત્ર, અંધેર વહીવટને કારણે સેવ ઉસળવાળાને મળી હતી બોટ.

Rotliya Hanuman: હનુમાનદાદાનું અનોખું મંદિર, જ્યાં પ્રસાદરૂપે ચડે છે રોટલા-રોટલી

પરેશ શાહે કોન્ટ્રાક્ટ લઈને નિલેશ શાહને આપ્યો હતો 
ZEE 24 કલાકને મળેલી જાણકારી પ્રમાણે કોટિયા પ્રોજેક્ટસ દ્વારા પીપીપી ધોરણે 100 ટકા ઇજારદારના ખર્ચે બોટિંગનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર પરેશ શાહે નિલેશ શાહને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નીલેશ શાહે અન્ય કોઈને આપ્યો હતો. આ દુર્ઘટનામાં નિર્દોષ માસૂમ  બાળકોનાં માતાપિતા રડી રડીને ન્યાય માગી રહ્યાં છે. પરંતુ તંત્ર માત્ર તપાસની વાતો કરી રહ્યું છે. વડોદરાની પોલીસની 9 ટીમો આરોપીઓને શોધી રહી છે. આ બોટકાંડમાં વડોદરા મહાનગર પાલિકાના જવાબદાર અધિકારીઓની પણ મિલીભગત ખુલ્લી પડી છે. તેમણે એક પણ બોટનું ઈન્સ્પેક્શન કર્યું નહોતું તેવો ખુલાસો થયો છે. 

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં મોત થયાં હતાં અને હવે ફરીથી 14થી 15 લોકોને મોત ભરખી ગયું છે. પરંતુ ભ્રષ્ટ અને નઘરોળ તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી.  આવી જ બેદરકારીથી પાલનપુરમાં બ્રિજ ધરાશાયી થતાં 2નાં મોત થયાં હતાં. સુરતની તક્ષશિલા બિલ્ડિંગમાં 22 વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. અમદાવાદના કાંકરિયા લેકમાં રાઈડ તૂટી પડતાં 2 લોકોનાં મોત થયાં હતાં. પરંતુ કેમ જાણે રાજ્ય સરકાર દાખલારૂપ કાર્યવાહી કરવાથી દૂર ભાગતી રહી છે જેના કારણે એક બાદ એક બેદરકારીની ઘટનાઓ સામે આવતી રહે છે અને જનતા બિચારી મોતને ભેટતી રહે છે.

વડોદરાના હરણી તળાવમાં પિકનિક પર ગયેલાં બાળકોની બોટ ડૂબી જતાં 12 બાળકો અને 2 શિક્ષિકાનાં મોત થયાં છે. પાણીગેટ વિસ્તારની ન્યુ સનરાઈઝ સ્કૂલનાં ધોરણ એકથી પાંચનાં 80 બાળકો પિકનિક પર લઈ જવામાં આવ્યાં હતાં. આ બાળકોને એ હોડીમાં બેસાડવામાં આવ્યાં હતાં જેમાં 14 લોકો બેસવાની જ ક્ષમતા હતી પરંતુ 38 લોકોને બેસાડવામાં આવ્યા હતા. તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં નહોતાં આવ્યાં. જેના કારણે બોટ અધવચ્ચે ડૂબી ગઈ અને 14 લોકોનાં મોત નીપજ્યાં છે. હજુ પણ 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક લાપતા છે. રાત્રે અંધારૂ થઈ જતાં રેસ્ક્યુ ઓપરેશન બંધ રાખવાની નોબત આવી હતી. જે હવે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. 

બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના વ્યક્તિએ લીધો હતો. તે હાલ ફરાર છે. તેણે નીલેશ શાહને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને નીલેશ શાહે બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ ત્રીજા કોઈ વ્યક્તિને આપ્યો હતો. એટલે કે કોન્ટ્રાક્ટ લઈને માત્ર નફાખોરી માટે પરેશ શાહે આ કૃત્યુ આચર્યું હતું. પરેશ શાહનો તળાવની બાજુમાં શનાયરાનો પેટ્રોલ પંપ છે. 

બોટ દુર્ઘટનામાં જે વ્યક્તિ બોટ ચલાવતો હતો તે નયન ગોહિલ
નામનો વ્યક્તિ હોવાનો ખુલાસો થયો છે અને તેની તળાવના કિનારે સેવ- ઉસળની લારી છે. હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પોલીસને હરણી લેક ઝોનના ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે. 

મોરબીકાંડની જેમ પરેશ શાહને પણ બચાવવાના પ્રયાસો
વડોદરા બોટકાંડમાં મોટું માથું પરેશ શાહને પોલીસે આરોપી નથી બનાવતા અનેક સવાલ ઉભા થયા છે. પોલીસ પરેશ શાહને કોણાં ઇશારે બચાવી રહી છે. હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરાયો છે. મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી તથા નિષ્કાળજીનો ગુનો હરણી પોલીસ મથકે દાખલ થયો છે. ઇ.પી.કો.કલમ ૩૦૪,૩૦૮,૩૩૭,૩૩૮, ૧૧૪ મુજબ ગુનો દાખલ થયો છે. કુલ 12 બાળકો, બે શિક્ષિકાઓના મોત નિપજ્યા છે. બોટમાં વધુ સંખ્યામાં બાળકો તથા શિક્ષિકાઓને બોટીંગ રાઇડમાં જોખમી રીતે બેસાડ્યા હતા. સમારકામ, મેન્ટનન્સ, લાઇફ જેકેટ, સેફટીના સાધનો તથા અન્ય સુરક્ષાના સાધનો જેવા કે બોયા, રીંગ, દોરડા તેમજ જરૂરી સુચના જાહેરાત બોર્ડ નહી લગાડી બેદરકારી દાખવી હોવાનો આરોપ કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news