Zee 24 Kalak Opinion Poll: ઝોન પ્રમાણે કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? ઓપિનિયન પોલમાં સામે આવી મોટી વિગતો
Gujarat Election 2022: ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ વચ્ચે ઝી 24 કલાકે સૌથી મોટો સર્વે કર્યો છે. આ સર્વેમાં આશરે બે લાખ લોકો સાથે મુલાકાત કરવામાં આવી છે. સર્વે પ્રમાણે કઈ પાર્ટીને કેટલી બેઠકો મળશે તમે પણ જાણો.
Trending Photos
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ વચ્ચે ઝી 24 કલાકે ચૂંટણીને લઈને રાજ્યમાં સૌથી મોટો સર્વે કર્યો છે. અમે 2 મહિના સુધી આશરે બે લાખ લોકો સાથે વાત કરીને આ સર્વે તૈયાર કર્યો છે. તમે પણ જુઓ શું છે આ સર્વેનું પરિણામ...
ઝોન પ્રમાણે ક્યાં પક્ષને મળશે કેટલી બેઠક
ઉત્તર ગુજરાતની 32 બેઠક
ભાજપ 18-22
કોંગ્રેસ 10-12
AAP 0-0
અન્ય 0-2
મધ્ય ગુજરાતની 40 બેઠક
ભાજપ 24-28
કોંગ્રેસ 12-14
AAP 0-1
અન્ય 0-1
દક્ષિણ ગુજરાતની 35 બેઠક
ભાજપ 28-30
કોંગ્રેસ 4-5
AAP 0-1
અન્ય 0-1
સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક
ભાજપ 37-42
કોંગ્રેસ 12-16
AAP 0-1
અન્ય 0-0
અમદાવાદની 21 બેઠક
ભાજપ 17
કોંગ્રેસ 4
AAP 0-0
અન્ય 0-0
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે