ઝી 24 કલાક મહાસન્માન 2019: જાણો ટોચના 4 ઉદ્યોગ સાહસિકોની સંઘર્ષગાથા
રાજ્યના ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવા આવેલા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "શૂન્યમાંથી સર્જન કરનારા, જોબ સીકરમાંથી જોબ ગીવર બનનારા ગુજરાતના ઉદ્યોગપતિઓનું સન્માન કરવાની તક આપવા બદલ ઝી 24 કલાકનો આભાર માનું છું. ગુજરાતના ડીએનએમાં વેપાર, સાહસ અને ઈમાનદારી છે, તેના કારણે જ રાજ્યના ઉદ્યોગપતિઓ સફળ બન્યા છે. અત્યારે દેશમાં એમએસએમઈ અને કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં મુખ્ય યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં 34 લાખ એમએસએમઈ કાર્યરત છે. એમએસએમઈ સેક્ટરમાં 40 ટકા વિકાસ થયો છે."
Trending Photos
અમદાવાદઃ ગુજરાતના MSME ક્ષેત્રના સાહસિક ઉદ્યોગપતિઓનું સન્માન કરવા માટે ઝી 24 કલાક દ્વારા ગુરૂવારે અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી હોટલ હયાત ખાતે સાંજે 7.00 કલાકે ‘મહાસન્માન 2019 - એક શામ ઉદ્યોગ સાહસિકોને નામ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઝી મીડિયાના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવ, ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, અમુલના ચેરમેન આર.એસ. સોઢી, અમદાવાદના મેયર બિજલબેન પટેલ સહિતના ગુજરાતના વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઝી 24 કલાકના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવે જણાવ્યું કે, "હું રાજસ્થાનથી આવું છુ. રાજસ્થાન અને ગુજરાતની ધરતીમાં ખાસ વાત છે. કોઈ કહે છે કે, અહીંની માટી સોનું ઉગાડે છે. ગુજરાતની ધરતી ઉદ્યોગપતિઓને જન્મ આપે છે. હું આપ સૌનું ગુજરાતની પ્રગતિમાં યોગદાન આપવા બદલ અભિવાદન કરું છું. ગુજરાતની પ્રગતિમાં તમારું અપ્રતિમ યોગદાન છે. તમે ઉદ્યોગ સાહસિક રાજ્ય અને દેશના અર્થતંત્રની ધમની છો. એમએસએમઈ ઉદ્યોગો ઘણી વખત ધ્યાનમાં આવતા નથી, પરંતુ ગુજરાત સરકારનાં પ્રયાસોના કારણે આ ઉદ્યોગો આજે અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર બનેલા છે. ગુજરાતના આ ઉદ્યોગ સાહસિકોના પરિણામે જ ગરીબોના ઘરનો ચૂલો સળગે છે. તમને સૌને ખુબ-ખુબ અભિનંદન. ગુજરાતની ધરતીના આ ખમીરવંતા ઉદ્યોગપતિઓનું હું સ્વાગત કરું છું."
રાજ્યના ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવા આવેલા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "શૂન્યમાંથી સર્જન કરનારા, જોબ સીકરમાંથી જોબ ગીવર બનનારા ગુજરાતના ઉદ્યોગપતિઓનું સન્માન કરવાની તક આપવા બદલ ઝી 24 કલાકનો આભાર માનું છું. ગુજરાત અને અન્ય રાજ્યના લોકોમાં મુખ્ય અંતર શાંત સ્વભાવ, મૃદુ અને સાહસિક સ્વભાવ, ઉદ્યમશીલતા વણેલી છે. સદીઓ પહેલાથી આપણાં બાબ-દાદાઓ આફ્રિકાથી માંડીને વિશ્વના અન્ય દેશોમાં ગયા હતા. ગુજરાતના ઉદ્યોગપતિઓએ નાના ઉદ્યોગોથી શરૂઆત કરીને હરણફાળ ભરી છે અને વિશાળ વટવૃક્ષ બનીને બેઠા છે. ગુજરાતના ડીએનએમાં વેપાર, સાહસ અને ઈમાનદારી છે, તેના કારણે જ રાજ્યના ઉદ્યોગપતિઓ સફળ બન્યા છે. અત્યારે દેશમાં એમએસએમઈ અને કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં મુખ્ય યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં 34 લાખ એમએસએમઈ કાર્યરત છે. એમએસએમઈ સેક્ટરમાં 40 ટકા વિકાસ થયો છે."
ઝી 24 કલાક મહાસન્માનથી સન્માનિત ટોચના 4 ઉદ્યોગ સાહસિક
1. શ્રી. આર. એસ. સોઢી, એમ.ડી, જીસીએમએફ, આણંદ.
અમૂલના માધ્યમથી આજે ગુજરાત સહીત દેશબહારના લાખો ખેડૂતો સ્વનિર્ભર બન્યા છે અને શ્વેતક્રાંતિની આ જ્યોત હવે દેશના સીમાડા વટાવીને દુનિયાના અન્ય દેશોમાં પહોંચી છે. આજથી 73 વર્ષ પહેલા પશ્ચિમ ગુજરાતના એક નાનકડા શહેર આણંદમાં દૂધ ભેગું કરીને પશુપાલકો અને ખેડૂતોને મદદ કરવાના ઉદેશથી શરુ થયેલી મંડળી આજે દુનિયાભરમાં જાણીતી છે. આ મંડળીનું નામ એટલે 'ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીગ ફેડરેશન'(GCMF), જેને આપણે સૌ અમૂલના નામથી ઓળખીએ છીએ. દેશ અને દુનિયાનાં અનેક દેશમાં અમુલે દૂધમાંથી બનેલાં ઉત્પાદનો પહોંચાડીને સહકારી મોડેલ કેટલું શક્તિશાળી હોય છે તેનો પરચો આપ્યો છે. આજે અમુલ અને તેની સાથે જોડાયેલી મંડળીનું વાર્ષિક ટર્ન ઓવર 45,000 કરોડને પર કરી ગયું છે. અમુલે દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. શ્રીમાન આર.એસ. સોઢી વર્તમાનમાં જીસીએમએફના ચેરમેન છે. અમુલ સાથે તેઓ અનેક વર્ષોથી જોડાયેલા છે. અમૂલની સફળતાની ગાથામાં તેમનું મહત્વનું યોગદાન છે.
2. શ્રીમાન દેવાંશુ ગાંધી, ડિરેક્ટર, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લી.
આઈસ્ક્રીમ વિષે જ્યારે કોઈને ખબર નહોતી ત્યારે 1907માં વાડીલાલ ગાંધીએ સોડા કારોબારની સાથે કોઠી આઈસ્ક્રીમ પણ બજારમાં મુક્યો હતો. એ જમાનામાં હોમ તેમણે હોમ ડીલીવરીની શરૂઆત કરી હતી. વાડીલાલ ગાંધીએ તેમના દીકરા રણછોડલાલ ગાંધીને આ વારસો સોપ્યો અને 1926માં રણછોડલાલે પહેલી આઈસ્ક્રીમ આઉટલેટ શરુ કરી હતી. વાડીલાલ દ્વારા 1926માં આઈસ્ક્રીમ બનાવવાનું મશીન ઈમ્પોર્ટ કરવામાં આવ્યું અને આઝાદી પહેલા વાડીલાલ દ્વારા અમદાવાદમાં આઈસ્ક્રીમની ચાર શોપ ખોલવામાં આવી. 1970માં તો વાડીલાલની અમદાવાદમાં 10 શોપ ખુલી ગઈ હતી. વાડીલાલ કંપનીએ 1984માં ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં પણ આઈસ્ક્રીમ પાર્લર ખોલવાની શરૂઆત કરી. 1987માં વાડીલાલે ફૂલી ઓટોમેટીક કેન્ડી પ્લાન્ટ નાખ્યો અને પછી વાડીલાલ આઈસ્ક્રીમનો પર્યાય બની ગઈ. વાડીલાલ આજે ભારતની બીજા નંબરની સૌથી મોટી આઈસ્ક્રીમ ઉત્પાદક કંપની છે. દેવાંશુ ગાંધી વાડીલાલ કંપનીમાં ડિરેક્ટરના પદે કાર્યરત છે અને કંપનીને આગળ ધપાવવા માટે કટિબદ્ધ છે.
3. શ્રીમાન વેદપ્રકાશ ચીરીપાલ, ચેરમેન, ચિરીપાલ ગ્રૂપ
ડેનીમનો પર્યાય બની ગયેલા ચીરીપાલ ગ્રુપની શરૂઆત 1972માં માત્ર થોડા પાવરલુમથી થઇ હતી અને આજે કંપની દર વર્ષે 110 મિલિયન મીટર ડેનીમ, 141 TPD સ્પીનીંગ, 10 મિલિયન મીટર શર્ટિંગ, 10 મિલયન મીટર યાર્ન ડાયીંગનું ઉત્પાદન કરે છે. કંપની હાલ પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે 20 હજાર લોકોને રોજગાર આપે છે. નંદન ડેનીમ નામની ચીરીપાલ ગ્રુપની ફ્લેગશીપ કંપની છે અને આ સિવાય પણ કંપની શિક્ષણ, કેમિકલ્સ, ફેબ્રિક પ્રોસેસિંગ, કેમિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહીત અનેક ફિલ્ડમાં કાર્યરત છે. ચીરીપાલ ગ્રુપના ચેરમેન તરીકે શ્રી વેદપ્રકાશ ચીરીપાલ કાર્યરત છે અને ગ્રૂપની વિવિધ કંપનીને માર્ગદર્શન આપીને નવી ઉંચાઈ ઉપર લઇ જઈ રહ્યા છે.
4. શ્રીમાન અનિરુદ્ધસિંહ જાડેજા, MD, GTPL-હેથવે
શ્રી અનિરુદ્ધ સિંહ જાડેજાએ અમદાવાદમાં કેબલ ઓપરેટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ભારતની સૌથી નફાકારક કેબલ અને બ્રોડબેન્ડ કંપનીનો પાયો નાખ્યો તે GTPL કંપની વર્તમાનમાં દેશના 12 રાજ્યોમાં કાર્યરત છે. ભારતમાં આશરે 1 કરોડ ઘર સુધી કંપનીની પહોંચ છે. GTPL ગુજરાતમાં નિર્વિવાદ નંબર-1 કેબલ ટીવી સેવા પ્રદાતા છે અને પશ્ચિમ બંગાળમાં બીજી સૌથી મોટી કેબલ ટીવી સેવા પ્રદાતા છે. GTPL ગુજરાતમાં નંબર-1 ખાનગી બ્રોડબેન્ડ સેવા પ્રદાતા પણ છે.
ઝી 24 કલાક મહાસન્માનથી સન્માનિત અન્ય ઉદ્યોગ સાહસિકો
5. શ્રી સંદીપ જે. કાપડિયા, ડિરેક્ટર, સ્પેક્ટ્રા ઈમિગ્રેશન એન્ડ ઓવરસિઝ એજ્યુકેશન
6. શ્રી સુનિલકુમાર વી. પટેલ, ચેરમેન, વાયસી સ્માર્ટ એલઈડી ટીવી
7. શ્રી નિલેશ પ્રજાપતી અને શ્રી મૌલિક ખારા, માલિક, હંગર ચોઈસ પ્રા. લી.
8. ડો. બી.આઈ. પટેલ અને ડો. નિશા એસ. પટેલ, એમડી ગાયનેક, દેવ આર્ટ આઈવીએફ એન્ડ સાચી વિમેન્સ હોસ્પિટલ
9. શ્રી. જગદીશ પટેલ, પ્રોપ્રાઈટર, રાધે ક્રિષ્ના માર્કેટિંગ
10. શ્રી. રાહિલ પૂજારા, એમડી, પૂજારા ટેલિકોમ પ્રા. લી.
11. શ્રી યતીન એસ. ગુપ્તે, ચેરમેન અને એમડી, વાર્ડવિઝાર્ડ સોલ્યુશન્સ ઈન્ડિયા પ્રા. લી.
12. શ્રી સુરજકુમાર રમેશભાઈ વાઘાણી, ડિરેક્ટર, આર.ડી. ગોલ્ડન જ્વેલ્સ પ્રા. લી.
13. શ્રી આશિષ પટેલ, એમડી, સિનેજર્સ ટાઈલ્સ લી.
14. શ્રી હિમાંશુ એસ. શાહ, ચેરમેન, હેસ કન્સ્ટ્રક્શન કંપની લી.
15. ડો. પ્રાર્થના મહેતા, એમ.ડી. આયુર્વેદ, પ્રાર્થના ક્લિનિક
16. શ્રી અંકિત ગાંધી, શ્રી સંજય ગાંધી, ડિરેક્ટર અને સીઈઓ, અંકિત ટેક્સો ઈનોવેસન્સ પ્રા. લી.
17. શ્રી ભાવેશભાઈ કાકડિયા, એમડી, જિયા ઈકો પ્રોડક્ટ્સ લી.
18. શ્રી રૂચી એન. ચોક્સી, ડિરેક્ટર, વિવિઆના પાવર ટેક પ્રા. લી.
19. શ્રી ભરત પંચાલ, સંસ્થાપક, ભરત પંચાલ એજ્યુકેશન પ્રા. લી.
20. શ્રી વિશાલ કે. રામચંદાની, ડિરેક્ટર, બી.એમ. રોડલાઈન પ્રા. લી.
21. શ્રી પિંકેશ પટેલ, ડિરેક્ટર, મહેશ ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લી.
22. શ્રી ભાસ્કર રાઠોડ, એમડી, ડ્રીમ ડેકોર ફર્નિચર
23. શ્રી જીતુ વિજય અને ડો. રાજીવ વિજય, ડિરેક્ટર્સ, આર.જે. વિઝન પ્રા. લી.
24. શ્રી ત્રિકમભાઈ આર. પટોલિયા, ડિરેક્ટર, કર્ણાવતી (આરએમસી) ઈન્ફ્રા
25. શ્રી તરુણ મોરખિયા અને સ્વેતા ભટનાગર, એમડી, પ્લસ ફેશન હબ
26. શ્રી.જતીન ગાંધી અને શ્રી. ભાર્ગવ ગાંધી, મેનેજિંગ પાર્ટનર, ટેલેન્ટ હેલ્થકેર ગ્રૂપ ઓફ કંપનીઝ
27. શ્રી બંદીશ એ. શાહ, એમડી, ઓરસંગ ઈકો ટૂરિઝમ પ્રમોટર્સ
28. શ્રી નિકેતા ઠાકર, સેલિબ્રિટી ડિઝાઈનર
29. શ્રી મૃદુલ રાવલ, ડિરેક્ટર, એલડીઆર ઈન્ટરનેશનલ સ્કૂલ
30. શ્રી મયંક શાહ, પાર્ટનર, શાહ એક્ઝીમ
કહેવાય છે કે, સારો વેપાર કરવા માટે માત્ર સારો આઈડિયા જ નહિ, પરંતુ ધગશની પણ એટલી જ જરૂર હોય છે. ઝી 24 કલાક દ્વારા આવા જ શૂન્યમાંથી સર્જન કરનારા ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવામાં આવ્યું હતું. તેમણે આકરી મહેનતથી પોતાનું બિઝનેસ સામ્રાજ્ય વિકસાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઝી 24 કલાક દ્વારા દર વર્ષે ઉદ્યોગ સાહસિકોનું આ રીતે સન્માન કરાય છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે