ગુજરાતમાં બેઠા બેઠા યુવાને બિહારના CMને માત્ર 36 કલાકમાં જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી, પછી...

20 માર્ચના રોજ મીડિયાના માધ્યમથી બિહાર રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી જે આધારે પટના જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી હતી..

ગુજરાતમાં બેઠા બેઠા યુવાને બિહારના CMને માત્ર 36 કલાકમાં જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી, પછી...

પ્રશાંત ઢીવરે/સુરત: મીડિયાના માધ્યમથી બિહાર રાજ્યના મુખ્યમંત્રીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઈસમને સુરતથી ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે લસકાણા વિસ્તારમાંથી 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી અને તેનો કબજો બિહાર પોલીસને સોપ્યો છે. આરોપી સુરત શહેરમાં છેલ્લા 6 વર્ષથી રહે છે અને તેણે ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે બિહાર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

20 માર્ચના રોજ મીડિયાના માધ્યમથી બિહાર રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમાર ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી જે આધારે પટના જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી હતી અને તપાસ કરતા આરોપી સુરત શહેરમાં હોવાની માહિતી મળી હતી જે આધારે સુરત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

આરોપીને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસમાં જોતરાઈ હતી અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે લસકાણાગામ ખાતે રહેતા ૨૮ વર્ષીય અંકિત કુમાર વિનય કુમાર મિશ્રાની ધરપકડ કરી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગત ૨૦ માર્ચના રોજ તેણે ઈંટરનેટના માધ્યમથી મીડિયા ચેનલનો સંપર્ક કરી સાંજના સમયે બિહાર રાજ્યના મુખ્યમંત્રીને ૩૬ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપી હોવાની કબુલાત કરી હતી. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી તેનો કબજો બિહાર રાજ્યના પટના જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનના અધિકારીઓને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત ક્રાઈમ બ્રાંચના પી.આઈ લલિત વેગડીયાએ જણાવ્યું હતું કે 20-03-2023ના રોજ બિહારના મુખ્યમંત્રીને 36 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીને લઈને પટના જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનની ટીમે સુરત શહેર પોલીસની મદદ માંગી હતી. જેથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ અલગ ટીમ બનાવી આરોપીને લસકાણા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. 

લલિત વેગડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી અંકિત કુમાર ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો છે તે સુરતમાં છેલ્લા ૬ વર્ષથી રહે છે અને લુમ્સમાં મજુરી કામ કરે છે. તેનો કબજો બિહાર પોલીસને સોપવામાં આવ્યો છે. વધુ તપાસ બિહાર પોલીસ કરી રહી છે. આરોપીની પોલીસ પ્રાથમિક તપાસ કરતા તેણે ગુગલમાં ઘણા બધા નબરો સર્ચ કરવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. તેનો મોબાઈલ તેમજ આરોપીનો કબજો બિહાર પોલીસને સોપવામાં આવ્યો છે.

હાલ તો પટના સચિવાલય પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી આરોપીનો કબજો લઈ આરોપીએ કયા કારણોસર મુખ્યમંત્રીને ધમકી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news