ગુસ્સાયેલી મહિલાઓએ નવસારી રેલવે સ્ટેશન પર રોકી ટ્રેન, જાણો કેમ
નવસારી રેલવે સ્ટેશન ખાતે આજે સવારે મહિલાઓ દ્વારા ઈન્ટરસિટી ટ્રેનને રોકવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે ત્રણ ડબ્બાની માંગ મહિલાઓએ કરી હતી અને જ્યાં સુધી આ માંગને સંતોષવામાં ન આવે ત્યાં સુધી તેઓ ટ્રેનના પાટા પરજ બેસી રહેશે.
Trending Photos
સ્નેહલ પટેલ/નવસારી :નવસારી રેલવે સ્ટેશન ખાતે આજે સવારે મહિલાઓ દ્વારા ઈન્ટરસિટી ટ્રેનને રોકવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે ત્રણ ડબ્બાની માંગ મહિલાઓએ કરી હતી અને જ્યાં સુધી આ માંગને સંતોષવામાં ન આવે ત્યાં સુધી તેઓ ટ્રેનના પાટા પરજ બેસી રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રોજેરોજ ઈન્ટરસિટીમાં મુસાફરી કરતી મહિલાઓએ નવસારી સ્ટેશન ખાતે હલ્લાબોલ બોલાવ્ય હતું. રેલવે તંત્ર દ્વારા આ ટ્રેન બદલવામાં આવી હતી, તેમજ તેની સાથે મહિલા કોચની સંખ્યા ઘટાડવામાં આવી છે. મહિલાઓ દ્વારા છેલ્લા 10 દિવસથી કોચની સંખ્યા વધારવા માટે માંગણી કરવામાં આવી હતી. જેને પગલે ગુસ્સે થયેલી મહિલાઓએ આજે નવસારી રેલવે સ્ટેશન પર ઈન્ટરસિટી ટ્રેન અટકાવી હતી. મહિલાઓએ માંગણી કરી હતી કે, જ્યાં સુધી 3 લેડીઝ ડબ્બાની સંખ્યા વધારવામાં નહિ આવે ત્યાં સુધી ટ્રેન અટકાવવામાં આવશે.
તો આ ઘટનાની જાણ સ્થાનિક ધારાસભ્ય પિયુષ દેસાઈને થતા તેઓ પણ તાત્કાલિક નવસારી રેલવે સ્ટેશન ખાતે ધસી આવ્યા હતા. તો બીજી તરફ, ટ્રેનને નવસારી ખાતે રોકી દેવાતા અન્ય અનેક મુસાફરો પણ અટવાયા હતા. તો ધારાસભ્યએ સ્ટેશન માસ્ટર સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી સુખદ અંત લાવવાની ખાતરી આપી હતી. તેમ છતાં મહિલાઓએ આંદોલન ચાલુ રાખ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે