કેનેડાથી આવેલ પુત્ર માતાનો મૃતદેહ લેવા ગયો ત્યારે ખબર પડી કે વીએસ હોસ્પિટલમાં છે જ નહિ!!!

કેનેડાથી આવેલ પુત્ર માતાનો મૃતદેહ લેવા ગયો ત્યારે ખબર પડી કે વીએસ હોસ્પિટલમાં છે જ નહિ!!!
  • દીકરો અમિત ચંદ આજે કેનેડાથી પરત ફરતા મૃતદેહ લેવા ગયો હતો. ત્યારે તેઓને કહેવામાં આવ્યું કે, અહી તેમનો મૃતદેહ નથી.
  • લેખાબેનનો મૃતદેહ કોણ લઈ ગયુ તે વીએસ હોસ્પિટલના તંત્રને ખબર નથી. તેમજ તેમની પાસે તેના પુરાવા પણ નથી

અર્પણ કાયદાવાલા/ઉદય રંજન/અમદાવાદ :કોરોના વાયરસે અમદાવાદમાં ફરી માથુ ઉંચકતા જ હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ રહ્યા છે. આવામાં હોસ્પિટલોના ગરબડ ગોટાળાનો સિલસિલો ફરી શરૂ થયો છે. અમદાવાદની વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી એક મહિલાનો મૃતદેહ ગાયબ થયો છે. હોસ્પિટલમાંથી 65 વર્ષીય લેખાબેન ચંદ નામની મહિલાનો મૃતદેહ ગાયબ થયો છે. ત્યારે મહિલાનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાંથી ગાયબ થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ત્યારે વીએસ હોસ્પિટલની બેદરકારી પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. તો બીજી તરફ, લેખાબેનનો મૃતદેહ અન્ય મહિલા સાથે બદલાયો હોવાનું સામે આવ્યુ છે. અન્ય પરિવારે લેખાબેનના મૃતદેહને અગ્નિસંસ્કાર આપ્યા હતા. તે પરિવારે હોસ્પિટલ આવીને પોતાના પરિવારની મહિલાના મૃતદેહને ઓળખી બતાવ્યા હતા. ત્યારે એલિસબ્રિજ પોલીસે જોયા પોતાની માતાના મૃતદેહને બદલે અન્ય મહિલાના અગ્નિ સંસ્કાર કરી નાંખનાર યુવકની અટકાયત કરી છે. 

પુત્ર વિદેશથી આવતા મૃતદેહ લેવા પહોંચ્યા ત્યારે ખબર પડી
70 વર્ષના લેખાબેન પ્રવીણકુરમા ચંદને 11 મી તારીખે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓને તાત્કાલિક શેલબી હોસ્પિટલમાં લઈ જવાતા હતા તે સમયે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. જેથી વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં તેમના મૃતદેહને મૂકવામાં આવ્યો હતો. લેખાબેનનો પુત્ર વિદેશથી પરત આવતા પરિવારજનો તેમનો મૃતદેહ લેવા ગયા હતા. દીકરો અમિત ચંદ આજે કેનેડાથી પરત ફરતા મૃતદેહ લેવા ગયો હતો. ત્યારે તેઓને કહેવામાં આવ્યું કે, અહી તેમનો મૃતદેહ નથી. 

હોસ્પિટલ પાસે કોઈ જ પુરાવા નથી 
લેખાબેનનો મૃતદેહ કોણ લઈ ગયુ તે વીએસ હોસ્પિટલના તંત્રને ખબર નથી. તેમજ તેમની પાસે તેના પુરાવા પણ નથી. ન તો લેખાબેનનું ડેથ સર્ટિફિકેટ છે. ત્યારે હવે પરિવારજનોને કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ ન મળ્યો. કોલ્ડ સ્ટોરેજમા રખાયેલો મહિલાનો મૃતદેહ ગુમ થયો છે. ત્યારે મૃતદેહ ગુમ થવાનો સમગ્ર મામલો એલિસબ્રિજ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. લેખાબેનના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે, આ ઓર્ગન તસ્કરી છે કે પછી ડેડ બોડી બદલાઈ ગઈ છે.

મહિલાઓના મૃતદેહોની અદલાબદલી થઈ
VS હોસ્પિટલમા મૃતદેહની અદલાબદલી અંગે PI ગોવિંદ ભરવાડે કહ્યું કે, સમગ્ર ઘટનામાં લેખાબેન ચંદનો મૃતદેહ બદલાઈ ગયો છે. કોલ્ડ સ્ટોરેજમાં બે મૃતદેહ હતા. આ બે મૃતદેહ પ્રાથમિક તપાસમાં અદલાબદલી થયાનું સામે આવ્યું છે. બંન્ને પરિવારને સાથે રાખીને પોલીસ આગળના પગલાં ભરશે. જે દિવ્યાબેનનો મતૃદેહ બદલાઈ ગયો છે એ અંગે સ્મશાનમાંથી વિગતો મેળવીને તપાસ કરીશું. પોલીસે સમગ્ર ઘટના વિશે જમાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ માનવીય ભૂલ છે, આ કોઈ ગુનાહિત કૃત્ય નથી. અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. હોસ્પિટલના રાજીવ બગરિયાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. તપાસના અંતે પોલીસ ફરિયાદ કરવામા આવશે. 

 

deadbody_missing_zee.jpg

શું બીજા પરિવારે મહિલાના મૃતદેહને ન ઓળખ્યો ?
VS હોપિટલ મૃતદેહ અદલાબદલી અંગે લેખાબેનના પરિવારે આક્ષેપો કર્યા છે. લેખાબેનના પરિવારે અન્ય મહિલાના પરિવાર પર આરોપ કરતા કહ્યું કે, દિવ્યાબેનના પરિવારજનો મૃતદેહ લઈ ગયા તેમના પરિવારજનો ઓળખ્યા પણ નહિ. પરિવાર જનો ખ્યાલ ન આવ્યો તેમના પરિવારજનો મૃતદેહ નથી. સમગ્ર ઘટના જોતા કોની બેદરકારી છે કે તંત્ર ધાંકપિછાડો કરે છે તે સમજાતું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news