બિહાર: સરકાર રચવાનો ફોર્મૂલા તૈયાર, આ ચહેરાઓને મળી શકે છે મંત્રીમંડળમાં જગ્યા
બિહારમાં એનડીએ ધારાસભ્ય દળની બેઠક (NDA legislature party meeting) પછી સરકરના નવા સ્વરૂપ પર મોહર લાગી જશે. એનડીએ (NDA) ધારાસભ્ય દળની બેઠકમાં એનડીએના નેતાની પસંદગી થશે.
Trending Photos
પટના: બિહારમાં એનડીએ ધારાસભ્ય દળની બેઠક (NDA legislature party meeting) પછી સરકરના નવા સ્વરૂપ પર મોહર લાગી જશે. એનડીએ (NDA) ધારાસભ્ય દળની બેઠકમાં એનડીએના નેતાની પસંદગી થશે. આ ઉપરાંત ભાજપ (BJP) ધારાસભ્ય દળની બેઠક પણ છે જેમાં ભાજપ દળના નેતાની પસંદગી થશે.
બિહારમાં સરકારનો ફોર્મૂલા!
જેડીયૂ- 3 મંત્રી
ભાજપ- 3 મંત્રી
હમ- 1 મંત્રી
વીઆઇપી- 1 મંત્રી
બિહાર સરકારમાં સંભવિત મંત્રી
મંગલ પાંડે- ભાજપ
નંદ કિશોર યાદવ- ભાજપ
પ્રેમ કુમાર- ભાજપ
શ્રવણ કુમાર- જેડીયૂ
સંજય ઝા- જેડીયૂ
અશોક ચૌધરી- જેડીયૂ
એનડીએને કેટલી સીટો
તમને જણાવી દઇએ કે બિહાર વિધાનસભાની તમામ 243 સીટો પર યોજાની ચૂંટણીમાં 125 સીટો પ્રાપ્ત કરી બહુમત પ્રાપ્ત કર્યો છે. વિપક્ષી મહાગઠબંધન (Mahagathbandhan)ને આ ચૂંટણીમાં 110 સીટો પ્રાપ્ત થઇ છે. ભાજપને 74, જેડીયૂને 43, રાજદને 75, કોંગ્રેસને 19 સીટો મળી છે. ભાકપાવાળાને 12 અને અન્યના ખાતામાં 8 સીટો ગઇ છે. આ મુજબ એનડીએની સરકાર બનવાનું ફાઇનલ છે આજે મુખ્યમંત્રીના નામ પર મોહર લાગી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે