રાજુલાના વિસળિયા નજીક સામાન્ય ઘર કંકાસથી કંટાળી માતાએ ત્રણ સંતાનો સાથે કુવામાં પડતું મુક્યું

કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે મોટા ભાગનાં ઉદ્યોગ ધંધા બંધ છે અને લોકો ઘરે જ રહેવા માટે સરકાર દ્વારા જણાવાયું છે. જો સતત ઘરે રહેવાનાં કારણે લોકો મનોવૈજ્ઞાનિક રીતે ખુબ જ ચિડિયા બની ગયા છે. જેના કારણે ઘરેલુ હિંસાનાં કેસમાં પણ વધારા થઇ રહ્યા છે.
રાજુલાના વિસળિયા નજીક સામાન્ય ઘર કંકાસથી કંટાળી માતાએ ત્રણ સંતાનો સાથે કુવામાં પડતું મુક્યું

અમરેલી : કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે મોટા ભાગનાં ઉદ્યોગ ધંધા બંધ છે અને લોકો ઘરે જ રહેવા માટે સરકાર દ્વારા જણાવાયું છે. જો સતત ઘરે રહેવાનાં કારણે લોકો મનોવૈજ્ઞાનિક રીતે ખુબ જ ચિડિયા બની ગયા છે. જેના કારણે ઘરેલુ હિંસાનાં કેસમાં પણ વધારા થઇ રહ્યા છે.

અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકામાં પણ આવી એક કરૂણાંતિકા બની હતી. ગામના સીમ વિસ્તારમાં આવેલા કુવામા માતાએ બે પુત્રો અને એક પુત્રી સાથે પડતું મુક્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ તત્કાલ દોડી આવી હતી અને ચારેયનાં મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના ઘર કંકાસનાં કારણે ઘટી હોવાનું સામે આવ્યું હતું. 

ઘટના અંગે જાણ થતા ડીવાયએસપી  નાયબ મામલતદાર સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તેમણે પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી, ધારાસભ્ અંબરીસ ડેર પણ દોડી આવ્યા હતા. લોકડાઉન સમયે જ પરિવારે સામુહિક આપઘાત કરતા અનેક પ્રકારની ચર્ચાઓ લોકોમાં ઉઠી રહી છે. હાલ તો પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news