સુરત: 20 દિવસનાં પુત્ર સાથે મોતની છલાંગ, કાદવમાં ફસાતા મહિલાનો બચાવ બાળક ગુમ
Trending Photos
સુરત : શહેરમાં લોકડાઉન વચ્ચે આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે સાંજે અડાજણ ખાતે આવેલ કેબલ બ્રિજ પરથી એખ મહિલા પોતાનાં 20 બાળકો સાથે તાપી નદીમાં આત્મહત્યાના ઇરાદે છલાંગ લગાવી હતી. જો કે મહિલા કાદવમાં ફસાઇ જતા સદનસીબે બચી ગઇ હતી. આ ઘટનાની માહિતી મળતા તત્કાલ ફાયરની ટીમ આવી પહોંચી હતી. તેમણે મહિલાનું રેસક્યું કર્યું હતું. જો કે 20 દિવસનું બાળક નહી મળતા તેની શોધખોળ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરતનાંસવજી કોરાટ બ્રિજ પરથી આપઘાત માટે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જો કે સ્થાનિક લોકોએ તેને બચાવીને પોલીસને સોંપી દીધો હતો. અડાજણના પાલ વિસ્તારમાં SMC આવાસમાં રહેતી મહિલાએ પણ 22 જુનનાં દિવસે સિવિલ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. બાળક 1.9 કિલો વજનનું અને અશક્ત હોવાનાં કારણે તે તણાવમાં હતી. આ દરમિયાન બાળકની પણ NICUમાં સારવાર ચાલી રહી હતી.
જો કે આજે અચાનક કામિની 20 દિવસના પુત્રને સિવિલ હોસ્પિટલ ખાતેથી નિકળી ગયા હતા. કેબલ બ્રિજ પર પહોંચી હતી. તે પોતાનો દુપટ્ટો, પર્સ કિનારે મુકીને તાપીમાં છલાંગ લગાવી હતી. જો કે કાદવમાં ફસાઇ જતા બચી ગઇ હતી. ફાયર વિભાગે તેનું રેસક્યું કર્યું હતું. જ્યારે તેનાં પુત્રની શોઘખોળ હાથ ધરી હતી.
જો કે હજી સુધી બાળકની કોઇ ભાળ મળી હતી. આપઘાત કરનારી મહિલા કામિનીને 7 મહિનાની દીકરી પણ મૃત્યુ પામી હતી. પતિ રિક્ષા ચાલક છે. આવુ કૃત્ય કરવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલ મહિલાને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જો કે કામિનીને ડિલીવરી સમયે ખેંચ આવી જતા તેના એક તરફના અંગમાં લકવો હોવાનું પણ પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેના કારણે ડિપ્રેશનમાં તેણે આ કૃત્ય કર્યું હોવાનું હાલ પોલીસ માની રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે