રાજ્ય પોલીસને મોટી સફળતા, 22 દિવસમાં ગુમ થયેલા 533 બાળકોને શોધી કાઢ્યાં
Trending Photos
અમદાવાદ : રાજ્યો પોલીસને મળી મોટી સફળતા ગુમ થયેલા કે અપહરણ થયેલા 533 બાળકોને પોલીસે 22 દિવસની ડ્રાઈવમાં શોધી કાઢ્યા હતા. ૬ ઓગસ્ટથી ૨૭ ઓગસ્ટ દરમિયાન યોજાયેલી પોલીસ ડ્રાઈવમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી હતી. સુરતના સૌથી વધુ 88 બાળકો બનાસકાંઠામાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં 45 અને દાહોદનાથી 42 બાળકો ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં આવ્યા હતા. એક વરસ થી 18 વર્ષ સુધીના સગીર બાળકો જે ગુમ થયા હતા તેમને શોધી કાઢવામાં આવ્યા છે. અમરેલી માં 2016માં 14 વર્ષના બાળકનું અપહરણ ફર્યા બાદ બાળકની કરાયેલી હત્યાના આરોપીઓને પણ પકડી પાડવામાં સફળતા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ બેડામાં મોટા પ્રમાણમાં બદલીઓ કરવામાં આવી હતી. ત્યાર બાદ તમામ અધિકારીઓ દ્વારા પોતાની પકડ મજબુત કરવા માટે જિલ્લામાં વિવિધ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેના અનુસંધાને ગુમ થયેલા બાળકોની ડ્રાઇવ પણ ચાલવવામાં આવી હતી. દરેક જિલ્લાઓનાં અધિકારીઓએ પોત પોતાનાં જિલ્લામાં ગુમ થયેલા બાળકોના કેસ પ્રાથમિકતાના આધારે શોધવા માટે આદેશ અપાયા હતા.
જેના અનુસંધાને સમગ્ર રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકોના કેસ પર વધારે ધ્યાન આપવા માટેના આદેશ અપાયા હતા. જેના અનુસંધાને પોલીસ દ્વારા આ કેસને પ્રાથમિકતાના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય પોલીસને ખુબ મોટી સફળતા મળી હતી. 533 ગુમ થયેલા બાળકો મળી આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે