સાડી ઉદ્યોગના કારણે આખા પંથકની જમીન ઉત્પાદન વિહોણી થશે? તંત્રનું ભેદી મૌન
Trending Photos
નરેશ ભાલિયા/ જેતપુર: સાડી ઉદ્યોગ અને તેના દ્વારા ઓકવામાં આવતા પાણીના પ્રદુષણને લઈને બદનામ થઇ રહ્યો છે. અહીંના પ્રદુષણ માફિયાઓ દ્વારા જે છાશ વારે પ્રદુષણ ઓકવામાં આવે છે તને લઈને ભૂગર્ભ જળ અને ખેડતોની જમીન બંજર બની રહી છે. ખેડૂતો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. જયારે તેને સાંભળનાર કોઈ નથી. આ પ્રદુષણ અહીં ઘણા વર્ષો થયા ફેલાવામાં આવે છે, તેમ છતાં હજુ કોઈ ઉકેલ નથી આવ્યો. જેને લઈને અવારનવાર ખેડૂતો દ્વારા રોષ ઠાલવવામાં આવતો રહે છે.
જેતપુરનું નામ આવે એટલે સામે જગ વિખ્યાત સાડી ઉદ્યોગનું નામ તારી આવે, અહીં બનતી કોટન પ્રિન્ટ સાડી અને ડ્રેસ મટીરીયલ ભારત અને દુનિયા વખણાય છે. હાલ આ ઉદ્યોગ તેના નામ પ્રમાણે બદનામ થઇ રહ્યો છે, કારણ કે સાડી ઉદ્યોગના પ્રોસેસ હોઉસ દ્વારા જે કોટન કપડાંને પ્રોસેસ કરીને કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે તને હિસાબે અહીંની આસપાસ કેમિકલ પ્રદુષણ મોટા પાયે ફેલાય ચૂક્યું છે. આ પ્રદુષણનું ઝેર પ્રથમ તો જેતપુર ની ભાદર નદીને પ્રદુષિત કર્યા બાદ આસપાસના ચેકડેમો પણ પ્રદુષિત થઇ ગયા છે. હવે આજ પ્રદુષણ હવે જેતપુરની આસપાસ ના ગામડા ની ખેતરો ની જમીન અને ભૂગર્ભ જળને પ્રદુષિત કરી રહ્યા છે. આ પ્રદુષણ કેમ અને કોણ કરી રહ્યું છે તે પણ જાણવા જેવું છે, જેતપુરના પ્રોસેસ હૉઉસ દ્વારા અને કારખાનાઓ દ્વારા કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી નીકેળે તેને આ કારખાનાના ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયેશનના સંયુક્ત CETP કે પાણી ફિલ્ટર પ્લાન્ટ દ્વારા આ પ્રદુષિત પાણી શુદ્ધ કરીને બહાર છોડવાનો નિયમ છે.
જો કે જેતપુરના જ આ પ્રિન્ટિંગ એસોસિયેશન દ્વારા જ આ બાબતે ઘોર બેદરકારી દાખવવામાં આવે છે. પ્રદુષિત પાણી સુધી કર્યા વગર છોડી દેવામાં આવે છે. જેતપુર ડાઇંગ એસોસિયેશનના સામુહિક ફિલ્ટર પ્લાન્ટ કે પાણી શુદ્ધિકરણ દ્વારા જ અપૂરતું સુધુ કરી ને છોડી દેવા માં આવે છે. જે પ્રદુષિત પાણીના જેતપુરની બહાર આવેલ મોટા મોટા ખાડા ઓ પ્રદુષિત પાણીના તળાવોમાં ફેરવાઈ ગયા છે. પ્રથમ દ્રષ્ટિ દેખાતા મોટા તળાવએ સંપૂર્ણ રીતે પ્રદુષિત પાણીથી ભરેલા છે . આ પ્રદુષિત પાણી ભયંકર રીતે દુર્ગંધ અને પ્રદુષિત છે. જેની બાજુ પણ ઉભું રહી શકાય તેમ નથી. જે પ્રદુષિત પાણી જેતપુર અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોને પણ પ્રદુષિત કરી રહ્યા છે. જેને લઈને પ્રથમ તો જેતપુરની ભાદર નદી પ્રદુષિત થઇ ત્યાર બાદ છપરવાડી નદીને તેની ઉપરના ચેક ડેમ પ્રદુષિત થયા. હવે આ પ્રદુષિત પાણી જમીનની અંદર ઉતરી ને ભૂગર્ભ જળ ને પ્રદુષિત કરી નાખ્યા છે.
પ્રદુષિત પાણી ને લઈએ ખેડૂતો ને શું પરેશાની થાય છે શા માટે ખેડૂતો આ પ્રદુષણ નો વિરોધ કરી રહ્યા છે તે પણ જાણવું જરૂરી છે, જેતપુર ના આ પ્રદુષિત પાણી હવે ગટરો, નદી, ચેક ડેમ છોડી ને હવે જમીન માં ભૂગર્ભ માં ઉતરી ગયા છે અને ભગર્ભ જળને પ્રદુષિત કરી નાખ્યા છે, જે પ્રદુષિત જળ એ ખેડૂતો ના ખેતરો ના કુવા અને બોરબેલ ના પાણી ને દુષિત કરી નાખતા હવે આ જ પાણી ખેડુતોના ના ખેતરો ની જમીન ને બગાડી નાખી છે, ખેતરો માં જે મગફળી ને કપાસ ના પાક લીલા છમમ જોઈ રહ્યા છો તે હક્કીકત માં નીચે અને જમીન ની અંદર થી સડી અને ખરાબ થયેલ છે, જમીન ની અંદર જ મગફળી છે ખરાબ થઇ અને પાક નિષ્ફ્ળ જય રહ્યો છે, જયારે પાક ની પણ એજ હાલત છે.
જેતપુરના જે સાડી ઉદ્યોગ ના સામુહિક ફિલ્ટર પ્લાન્ટ ની પાછળ જે મોટા મોટા તળાવ જેવડા ખાડા ઓ પ્રદુષિત પાણી થી ભરેલા છે જેને હિસાબે આ વિસ્તાર ની આસપાસ ના ભૂગર્ભ જળ પ્રદુષિત થઇ ગયા છે જેને હિસાબે અંદાજિત 1500 વીઘા જેટ્લી ખેતી ની જમીન માત્ર આ વિસ્તાર માં જ ખરાબ થઇ ગઈ છે અને ધીમે ધીમે બંજર બની રહી છે, જેને લઈને આ વિસ્તાર ના ખેડૂતો એ પોતાની જમીન ઉપર ઉભા રહી ને પ્રદુષણ માફિયા ઓ હાય હાય અને પ્રદુષણ બંધ કરો, GPCB હાય હાય ના નારા લગાવ્યા હતા, અને તાત્કાલિક ધોરણે આ પ્રદુષણ બંધ કરવા ની માંગણી કરી હતી.
આ પ્રદુષિત પાણી ની તીવ્રતા ખુબજ છે જે ધીમે ધીમે જે જમીન ઉપર પડે તેને બંજર અને રણ માં ફેરવી રહી છે, જયારે આ પાણી ને ખેડૂત ની કાળી જમીન ઉપર ફેલાય ત્યારે જમીન ઉપર એક કેમિકલ અને આ પાણી નો થર જામી જાય છે જે જમીન ની અંદર 2 થી 6 ઇંચ સુધી ઉતરી જાય છે જેને હિસાબે જમીન ના પોશાક તત્વો નાશ પામે છે અને આ જમીન માં ઉગાડેલ ખેતી ના પાકો ઉગતા નથી જેને પરિણામે પાક નુકશાન થાયે છે, જે થી ખેડૂતો આ પ્રદુષણ ને તાત્કાલિક બંધ નહિ થાય તો ખેડૂતો પાયમાલ થશે તે ચોક્કસ છે , ખેડૂતો અને સામાજિક સંસ્થા દ્વારા આ બાબતે GPCB અને સરકાર ને અવારનવાર રજુઆત કરેલી છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવા માં આવતા નથી. ઉદ્યોગો ના વિકાસ સાથે સાથે ખેતી ની જમીન ની જાળવણી પણ એટલીજ જરૂરી છે, ત્યારે પ્રદુષણ ને નિયંત્રણ કરી ને કાયમી ઉકેલ આવે સાથે સાથે ઉદ્યોગો પણ જળવાઈ રહે અને ખેતી ની જમીન પણ ખરાબ ન થાય એવા યોગ્ય ઉપાયની જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે