ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટીના કહેવાતા સાહેબોની પોલ ખૂલી, એકપણ મુસીબતમાં ખેડૂતોને કામ ન આવ્યા

રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં કૃષિ તજજ્ઞો સંશોધનના નામે શું કરે છે તે પણ ખુલ્લું પડી ગયું છે. ZEE 24 કલાકે ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં (Agriculture university) જઈને એ જાણવાનો પ્રયાસ કર્યો કે, ગુજરાતના ખેડૂતો પર અતિવૃષ્ટિ થઈ, ત્રણ વાવાઝોડાં આવ્યાં, પાંચ વખત માવઠાં થયાં અને કપાસ, દીવેલા, મકાઈમાં ઈયળો આવી, તીડનો હુમલો (Loctus attack) થયાં છતાં કૃષિ યુનિવર્સિટીઓમાં સંશોધન કરતા એક પણ કૃષિ વૈજ્ઞાનિક કે તજજ્ઞોએ ખેડૂતો સુધી પત્રકાર પરિષદ બોલાવીને એ માહિતી ન પહોંચાડી કે તીડના હુમલાથી કેવી રીતે બચી શકાશે. મતલબ કે ચારેય કૃષિ યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં શું સંશોધન કરાવે છે તેની ખેડૂતોને ખબર જ નથી. 
ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટીના કહેવાતા સાહેબોની પોલ ખૂલી, એકપણ મુસીબતમાં ખેડૂતોને કામ ન આવ્યા

અમદાવાદ :રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં કૃષિ તજજ્ઞો સંશોધનના નામે શું કરે છે તે પણ ખુલ્લું પડી ગયું છે. ZEE 24 કલાકે ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં (Agriculture university) જઈને એ જાણવાનો પ્રયાસ કર્યો કે, ગુજરાતના ખેડૂતો પર અતિવૃષ્ટિ થઈ, ત્રણ વાવાઝોડાં આવ્યાં, પાંચ વખત માવઠાં થયાં અને કપાસ, દીવેલા, મકાઈમાં ઈયળો આવી, તીડનો હુમલો (Loctus attack) થયાં છતાં કૃષિ યુનિવર્સિટીઓમાં સંશોધન કરતા એક પણ કૃષિ વૈજ્ઞાનિક કે તજજ્ઞોએ ખેડૂતો સુધી પત્રકાર પરિષદ બોલાવીને એ માહિતી ન પહોંચાડી કે તીડના હુમલાથી કેવી રીતે બચી શકાશે. મતલબ કે ચારેય કૃષિ યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં શું સંશોધન કરાવે છે તેની ખેડૂતોને ખબર જ નથી. 

વર્ષો બાદ ગુજરાતમાં થયેલા પાકિસ્તાની તીડના આક્રમણ માટે એક ચોક્કસ કારણ જવાબદાર છે 

સંશોધનના નામે કૃષિ લેબોરેટરીમાં કૃષિ યુનિવર્સિટીઓમાં શું કરાવવામાં આવે છે તે પણ ખેડૂતો જાણતા નથી. જનતાના ટેક્સમાંથી કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટીઓ ચાલે છે, પણ ખેડૂતોને આફતમાંથી ઉગારવા શું કરવું જોઈએ તેનો તેમની પાસે જવાબ નથી. જ્યારે આ યુનિવર્સિટીઓને પૂછવામાં આવ્યું તો તેઓએ શું જવાબ આપ્યો તે જોઈએ... 

બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને આ મામલે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે આ અમારો વિષય નથી. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીને પૂછવામાં આવ્યું તો કહ્યું કે ખેડૂતો નજીકની યુનિવર્સિટીનો સંપર્ક કરે તો સારું માર્ગદર્શન મળશે. જ્યારે કે આ કામ ખુદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને કૃષિ સંશોધકોએ સામેથી કરવાની નૈતિક ફરજ છે. સદનસીબે આવું એકેય વખત ના થયું. 

રાજ્યમાં ખેડૂતોની મદદ માટે ચાર-ચાર કૃષિ યુનિવર્સિટી છતાં તેમની વચ્ચે ગુજરાતના ખેતી સંકટ પર તેમની વચ્ચે કોઈ સંકલન નથી. ચારેય કૃષિ યુનિવર્સિટીઓએ ખેડૂતો માટે એકેય વખત માહિતી આપવા પત્રકાર પરિષદ ન બોલાવી. ના તો મીડિયાને અપીલ કરી કે આફતના સમયમાં ખેડૂતો શું કરે તો ઊભો પાક બચાવી શકાશે.

ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને અનેક સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા તેમજના કચ્છમાં તીડનો તરખાટ તેમજ ઈયળોનો આતંક જોવા મળ્યો. આ વર્ષે કુલ ચાર જાતની ઈયળોથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે. કપાસ, એરંડા તેમજ મકાઈના પાકમાં ઈયળોથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો દુશ્મન નંબર 1 એટલે કે ગુલાબી ઈયળે ખેડૂતોના કપાસના પાકને નુકસાન કર્યુ છે, તો ઘોડિયા ઈયળ, કાતરા ઈયળ, લીલી ઈયળે ખેડૂતોના પાકનો મોટા પાયે સફાયો થઈ ગયો છે. સાથે લાલ અને પીળા પાકિસ્તાનથી આવેલા તીડે પણ ખેડૂતોનું ખુબ જ નુકસાન થયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news