આજે મોદી કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરના નવીનીકરણ પર લાગી શકે છે મોહર
રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) પર આજે કેન્દ્રીય કેબિનેટની મોહર લાગી શકે છે. આજે સવારે 10:30 વાગે મોદી કેબિનેટ (Cabinet Meeting)ની મીટિંગ યોજાવવાની છે. આ બેઠકમાં NPR એટલે કે નેશનલ પોપુલેશન રજિસ્ટર પર ચર્ચા થઇ શકે છે. કેબિનેટની બેઠકમાં એનપીઆરના નવીનીકરણને લીલી ઝંડી મળવાની સંભાવના છે.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) પર આજે કેન્દ્રીય કેબિનેટની મોહર લાગી શકે છે. આજે સવારે 10:30 વાગે મોદી કેબિનેટ (Cabinet Meeting)ની મીટિંગ યોજાવવાની છે. આ બેઠકમાં NPR એટલે કે નેશનલ પોપુલેશન રજિસ્ટર પર ચર્ચા થઇ શકે છે. કેબિનેટની બેઠકમાં એનપીઆરના નવીનીકરણને લીલી ઝંડી મળવાની સંભાવના છે. પોપુલેશન રજિસ્ટરનો હેતુ દેશના નાગરિકોની વ્યાપક ઓળખનો ડેટાબેસ તૈયાર કરવાનો છે.
તમને જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન એક્ટ (સીએએ) અને એનસીઆર પર મચેલા ઘમાસાન વચ્ચે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ને ફરી એકવાર ઉતારવામાં લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે થનાર કેબિનેટની બેઠકમાં એનપીઆરના નવીનીકરણને લીલીઝંડી મળવાની સંભાવના છે. પશ્વિમ બંગાળ અને કેરલ સરકારે એનપીઆરનો વિરોધ કર્યો છે. જોકે આ એનઆરસી કરતાં એકદમ અલગ છે. નેશનલ પોપુલેશન રજિસ્ટર (એનપીઆર) હેઠળ એક એપ્રિલ 2020 થી 30 સપ્ટેમ્બર 2020 સુધી નાગરિકોના ડેટાબેસ તૈયાર કરવા માટે દેશભરમાં ઘરે ઘરે જઇને વસ્તીગણતરીની તૈયારી છે.
શું છે એનપીઆર
એનપીઆરનું પુરૂ નામ નેશનલ પોલુલેશન રજિસ્ટર છે. દેશના સામાન્ય રહેવાસીઓની વ્યાપક ઓળખનો ડેટાબેસ બનાવવાનું મુખ્ય લક્ષ્ય છે. આ ડેટામાં જ વસ્તી-વિષયક માહિતીની સાથે બાયોમેટ્રિક જાણકારી પણ હશે. વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં 2010માં એનપીઆર બનાવવાની પહેલ શરૂ થઇ હતી. ત્યારે 2011માં વસ્તીગણતરીના પહેલા આ કામ શરૂ કરવામાં આવ્યું હતું.
હવે ફરીથી 2021માં વસ્તીગણતરી થવાની છે. એવામાં એનપીઆર પણ કામ શરૂ થઇ રહ્યું છે. એનપીઆર અને એનસીઆરમાં અંતર છે. એનઆરસીની પાછળ જ્યાં દેશમાં ગેરકાયદેસર નાગરિકોની ઓળખનો હેતું છે, તો બીજી તરફ તેમાં છ મહિના અથવા તેનાથી વધુ સમયથી સ્થાનિક ક્ષેત્રમાં વસવાટ કરનાર કોઇપણ નિવાસીને એનપીઆરમાં જરૂરી રજિસ્ટ્રેશન કરવું જોઇએ. બહારી વ્યક્તિ પણ જો દેશના કોઇપણ ભાગમાં મહિનાથી વસવાટ કરે છે તો તેને પણ એનપીઆરમાં નોંધણી હોવી જોઇએ. એનપીઆર દ્વારા લોકોના બાયોમેટ્રિક ડેટા તૈયાર કરી સરકારી યોજનાઓ પહોચાડી અસલી લાભાર્થીઓને સુધી પહોંચાડવાનો હેતુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે