પીકેના ભરોસે કોંગ્રેસમાં જોડાવા માગતાં નરેશ પટેલનું રાજકીય ભાવિ પર પૂર્ણવિરામ મૂકાયું! હવે નરેશ પટેલનું શું થશે?
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા તરફથી માહિતી આપવામાં આવી કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તરફથી 2024 માટે એક એક્શન ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, પ્રશાંત કિશોરને આ ગ્રુપના ભાગ બનાવવા અને તમામ જવાબદારી સંભાળવાની ઓફર આપવામાં આવી હતી. પરંતુ તેમણે ઇનકાર કરી દીધો છે. અમે તેમના પ્રયાસ અને પાર્ટીને આપવામાં આવેલા સૂચનોનું સન્માન કરીએ છીએ.
Trending Photos
ઝી ન્યૂઝ/સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે રાજ્યમાં ગરમાવો ચાલી રહ્યો છે. કોંગ્રેસ પક્ષની હાલ એક તૂટે ત્યાં તેર સંઘાય તેવી હાલત છે. એક બાજુ હાર્દિક પટેલ સ્થાનિક નેતૃત્વથી કંટાળીને કેસરિયો ઓઢવાની ચર્ચાઓ ચાલી રહી છે, તેવામાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે અન્ય કોઈ પાર્ટીમાં તેણે લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આજે એક મોટો ઉલટફેર થતાં નરેશ પટેલના રાજકીય ભવિષ્યને લઈને પરિસ્થિતિઑ થોડી ઘણી સ્પષ્ટ થતી દેખાઈ રહી છે. આજે પ્રશાંત કિશોરે ભડાકો કર્યા બાદ હવે નરેશ પટેલના રાજકીય ભવિષ્યનું શું થશે તેના પર મોટો સવાલ ઊભો થયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રણનીતિકાર પ્રશાંત કિશોરના હાથમાં બોગડોળ આપવામાં આવી હતી અને તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ આજે પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફરને ઠુકરાવી દીધી છે અને તેઓ કોંગ્રેસમાં નહીં જોડાય. પીકેના ભરોસે કોંગ્રેસમાં જોડાવા માગતાં નરેશ પટેલનું રાજકીય ભાવિ પણ અદ્ધરતાલ થઈ ગયું છે. ખોડલધામ અને સમાજના સર્વેમાં પણ નરેશ પટેલને રાજનીતિમાં ના જોડાવાનું તારણ સામે આવ્યું છે, ત્યારે આગામી સમયમાં હવે નરેશ પટેલ શું નિર્ણય લેશે તે જોવું રહ્યું.
"Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined...," Randeep Surjewala, Congress pic.twitter.com/n2QYgT37NP
— ANI (@ANI) April 26, 2022
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા તરફથી માહિતી આપવામાં આવી કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તરફથી 2024 માટે એક એક્શન ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, પ્રશાંત કિશોરને આ ગ્રુપના ભાગ બનાવવા અને તમામ જવાબદારી સંભાળવાની ઓફર આપવામાં આવી હતી. પરંતુ તેમણે ઇનકાર કરી દીધો છે. અમે તેમના પ્રયાસ અને પાર્ટીને આપવામાં આવેલા સૂચનોનું સન્માન કરીએ છીએ.
પ્રશાંત કિશોરે આપ્યા હતા અનેક સૂચનો
મહત્વનું છે કે આ પહેલાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને આવનારી ચૂંટણીને લઈને સૂચનો આપ્યા હતા. જણાવવામાં આવ્યું કે એક પ્રેઝન્ટેશન સોનિયા ગાંધી સુધી પહોંચાડવામાં આવ્યું હતું. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું કે તેના પર કામ કરવામાં આવશે. ખુદ સોનિયા ગાંધીએ અનેકવાર પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ જલદી પ્રશાંત કિશોરને પાર્ટીમાં કોઈ મહત્વનું પદ સોંપી શકે છે. પરંતુ હવે પાર્ટી તરફથી કહી દેવામાં આવ્યું કે પીકેએ આમ કરવાનો ઇનકાર કરી દીધો છે.
" I declined the generous offer of Congress to join the party as part of the EAG...In my humble opinion, more than me the party needs leadership & collective will to fix the deep rooted structural problems through transformational reforms," tweets Poll strategist Prashant Kishor. pic.twitter.com/jVkkfqHemw
— ANI (@ANI) April 26, 2022
પ્રશાંત કિશોરે આપ્યો જવાબ
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ટ્વીટ કરી કહ્યુ, કોંગ્રેસ પાર્ટીએ મને એમ્પાવર્ડ એક્શન ગ્રુપમાં સામેલ થવા અને ચૂંટણીની જવાબદારી સંભાળવાની ઓફર આપી હતી, પરંતુ મેં ઇનકાર કરી દીધો છે. પ્રશાંત કિશોરે પાર્ટીને સલાહ આપી કે તમારે મારી નહીં સારા લીડરશીપની જરૂર છે. કોંગ્રેસમાંથી પણ પ્રવક્તા દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે પ્રશાંત કિશોરે હાઇકમાન્ડ સામે પ્રેઝેન્ટેશન આપ્યું અને સલાહ સૂચન કર્યા હતા તે બદલ આભર.
હવે આવી સ્થિતિ વચ્ચે નરેશ પટેલને કોંગ્રેસમાં જવું હતું પણ PK વગર જઈ શકે તેમ નથી. આ સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. નરેશ પટેલ મૂળ કોંગ્રેસી વિચારધારા સાથે જોડાયેલા છે, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, પ્રશાંત કિશોરને જો ગુજરાતમાં કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તો ખોડલધામ ચેરમેન નરેશ પટેલ પાર્ટીમાં જોડાય શકે છે, નહીં તો નહીં.. જોકે રાજકીય પંડિતોનું માનીએ તો નરેશ પટેલ હવે ખોડલધામના ચેરમેન જ બન્યા રહેવાનું પસંદ કરશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં ખેંચીને ગુજરાતમાં તેમણે મોટી જવાબદારી સોંપીને નવી રણનીતિ બનાવીને ભાજપને હંફાવી શકત પરંતુ હવે તે વાત પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. તો બીજી તરફ ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસમાં ખેંચીને પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર તેમણે ઉતારી શકવાની રણનીતિ બનાવવામાં આવી હતી, પરંતુ હવે પ્રશાંત કિશોર વગર નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તે લાગતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે