મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ કરી એવી ભવિષ્યવાણી કે સૌ ચકિત!

સામાન્ય રીતે ઉમેદવારો ચૂંટણી જીતવા માટે સંભવ તમામ પ્રયાસો કરતા હોય છે. ક્રિકેટના મેદાનથી લઈને ભૂવાજીની રમેલ સુધી ઉમેદવારો જતા હોય છે, એવામાં મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભૂવાજીના શરણે પહોંચ્યા છે. તેમણે સધીધામ દેવીપુરા ગામે જાતરમાં હાજરી આપી હતી.

મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ કરી એવી ભવિષ્યવાણી કે સૌ ચકિત!

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. એક બાજુ રાજ્યમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે અને પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સામાન્ય રીતે ઉમેદવારો ચૂંટણી જીતવા માટે સંભવ તમામ પ્રયાસો કરતા હોય છે. ક્રિકેટના મેદાનથી લઈને ભૂવાજીની રમેલ સુધી ઉમેદવારો જતા હોય છે, એવામાં મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભૂવાજીના શરણે પહોંચ્યા છે. તેમણે સધીધામ દેવીપુરા ગામે જાતરમાં હાજરી આપી હતી.

ભાજપના ઉમેદવારો ભુવાજીની શરણે
મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભૂવાજીની શરણે પહોંચ્યા હતા. જ્યાં દીપા માતાજીના ભુવાએ એક ભવિષ્યવાણી કરીને તમામને આશ્ચર્યમમાં મૂકી દીધા હતા. ભુવાજીએ મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર સી.જે ચાવડાની જીતની ભવિષ્યવાણી કરી હતી. સધીધામ દેવીપુરાના ભુવાજીના દર્શને બન્ને ઉમેદવાર ગયા હતા, જ્યાં ભુવાજીએ ધુણતા ધુણતા આ આગાહી કરી હતી. સાથે ભાજપ દેશમાં 400થી વધારે બેઠક જીતવાની ભવિષ્યવાણી કરી હતી.

ધૂણતાં-ધૂણતાં દીપા માતાજીના ભૂવાજીએ જીતની ભાજપની ભવિષ્યવાણી કરી છે. ભૂવાજીએ ધૂણતાં ધૂણતાં ભાજપના બન્ને ઉમેદવારોની જીતના આશીર્વાદ આપ્યા છે. સધીમાતાના ભુવાએ જીતના આશીર્વાદ આપ્યા છે. ધુણતા ધુણતા ભૂવાજીએ કહ્યું કે, ભાજપ 400 બેઠકો જીતશે. બંન્ને ઉમેદવારો જાતરમાં દર્શન માટે ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની બાકીની 25 લોકસભા બેઠકો પર આગામી 7 મેના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે. સાથે જ ગુજરાતની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ 7 મેના રોજ યોજાવાની છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સતત સભાઓ ગજવી રહ્યા છે અને પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે મહેસાણામાં ભાજપના ઉમેદવાર ભુવાજીના શરણે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભૂવાજીના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ લીધા હતા.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી કે તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news