કોણ છે એકમાત્ર મહિલા ઉમેદવાર, જેને કોંગ્રેસની અમદાવાદ પૂર્વ બેઠકની લોટરી લાગી

ગુજરાતની એકમાત્ર અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવારની પસંદગીમાં ભાજપ અટવાયું છે ત્યાં, અમદાવાદ પૂર્વની બેઠક પર કોંગ્રેસે મહિલા ઉમેદવાર ગીતા પટેલની પસંદગી કરી છે. 

કોણ છે એકમાત્ર મહિલા ઉમેદવાર, જેને કોંગ્રેસની અમદાવાદ પૂર્વ બેઠકની લોટરી લાગી

અમદાવાદ :ગુજરાતની એકમાત્ર અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવારની પસંદગીમાં ભાજપ અટવાયું છે ત્યાં, અમદાવાદ પૂર્વની બેઠક પર કોંગ્રેસે મહિલા ઉમેદવાર ગીતા પટેલની પસંદગી કરી છે. આ એકમાત્ર એવી મહિલા છે, જેને કોંગ્રેસે ટિકીટ આપી છે. કોંગ્રેસે આ ઈલેક્શનમાં એક પણ મહિલાને ટિકીટ ફાળવી નથી. ત્યારે કોણ છે ગીતા પટેલ અને તેમને ટિકીટ આપવા પાછળ કોંગ્રેસનું કયુ ગણિત છે તે જાણીએ...

ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં 6 મહિલાઓને ટિકીટ આપી છે, તેની સામે કાંગ્રેસે એક પણ મહિલાને ગઈકાલ સુધી ટિકીટ જાહેર કરી ન હતી. મંગળવારે મોડી રાત્રે અમદાવાદ પૂર્વની બેઠક પર ગીતાબેન પટેલના નામની જાહેરાત કરાઈ હતી. જોકે, આ બેઠક માટે મહત્વની વાત એ છે કે, ગીતા પટેલ કોંગ્રેસી નથી. તેઓ પાસ ઉમેદવાર છે. તેમને ટિકીટ આપવા પાછળનું કારણ હાર્દિક પટેલ છે. હાર્દિક પટેલ ચૂંટણી ન લડી શકતાં પાસના મહિલા કન્વીનરને ટિકીટ અપાઇ છે. તો બીજી તરફ, મહિલા ઉમેદવાર જાહેર કરવા કાંગ્રેસ પર દબાણ પણ હતું. ત્યારે શક્ય છે કે, કોંગ્રેસ બાકીની બચેલી બે થી ત્રણ બેઠક પર મહિલા દાવેદારને મેદાનમાં લાવી શકે છે. 

ગીતાબેન પર કેમ પસંદગીનો કળશ ઢોળાયો
હાર્દિકનું નામ ખસી જતા ગીતા પટેલને લોટરી લાગી છે. અમદાવાદ પૂર્વમાં પાટીદારોની વસ્તી વધુ છે. આ બેઠક પર રોહન ગુપ્તાના નામની ચર્ચા ચાલી રહી હતી. ગીતા પટેલ પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર છે અને હાર્દિક પટેલ સાથે લાંબા સમયથી આ આંદોલનમાં જોડાયેલા છે. પાટીદારો દ્વારા નિકોલના ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ કરવાના હતા. જેમાં પોલીસે ગીતા પટેલની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં પાટીદાર કન્વીનર ગીતા પટેલ ચૂંટણી લડશે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે એક વાત એવી પણ થઈ રહી છે કે, ગીતા પટેલ હાર્દિક પટેલના સાથી મિત્ર હોવાના કારણે ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં તેમને ટિકીટ આપવામાં આવે તેવું દબાણ હાર્દિક પટેલ કોંગ્રેસને કરી રહ્યો છે.

હાર્દિકનો સીધો અને સટાક વાર, ભાજપમાં જોડાયો હોત તો ખુરશી સાફ કરતો હોત

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ માટે બીજી મોટી સમસ્યા એ ઉભી થવાની શક્યતા છે કે, ગીતાબેન પટેલ કોંગ્રેસી પણ નથી. ત્યારે પક્ષના કાર્યકર્તાઓને અન્યાય થતા નારાજગી વધવાના અને રાજીનામા પડવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. જોકે, આ બેઠક પર ભાજપે હજી સુધી નામ જાહેર કર્યું નથી, જેથી ગીતાબેનની સામે ભાજપ મહિલા ઉમેદવારને ઉતારે છે કે પુરુષ ઉમેદવારને તે જોવું રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news