ભારત-મ્યાનમાર બોર્ડર પર ઇમરજન્સીના હાલાત, ગુપ્ત એજન્સીઓના હાથ લાગી ‘મોટી સૂચના’
છેલ્લા અઠવાડિયે આતંકવાદી જૂથ અરાકન આર્મી સામે ભારતીય સેના અને મ્યાનમાર સેનાની કામગીરી હોવા છતાં, કાલાદાન ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ પરનું જોખમ હજી બંધ થયું નથી.
Trending Photos
નવી દિલ્હી: છેલ્લા અઠવાડિયે આતંકવાદી જૂથ અરાકન આર્મી સામે ભારતીય સેના અને મ્યાનમાર સેનાની કામગીરી હોવા છતાં, કાલાદાન ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ પરનું જોખમ હજી બંધ થયું નથી. રિપોર્ટના અનુસાર, અરાકાન આર્મીએ દાવો કર્યો છે કે તેમણે મ્યાનમાર સેનાના પ્રતિભાવમાં 45 બર્મી સૈનિકો માર્યા ગયા છે. એટલું જ નહીં, કાલાદાન ટ્રાન્ઝિટ પ્રોજેક્ટના નિર્માણ માટે લઇ જતાં સામાનોથી ભરેલા એક વેસલને પણ હુમલામાં અરાકાન આર્મીએ નષ્ટ કરી દીધું છે. જેનાથી પ્રોજેક્ટના કામમાં વિલંબ થઇ રહ્યો છે. ભારતીય ગુપ્ત એજન્સીઓના રિપોર્ટ અનુસાર, મ્યાનમાર સેના સમગ્ર રખાઇન રાજ્યમાં ઇમરજન્સી લગાવવા ઇચ્છે છે. જેનાથી તેઓ અરાકાન આર્મીની સામે મોટી કાર્યવાહી કરી શકે.
ભારતીય સંરક્ષણ મંત્રાલયથી જોડાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, અરાકાન આર્મીને વિદેશથી મદદ મળી રહી છે. તેમને હથિયાર અને આતંકવાદી કેમ્પમાં હુમલાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેનાથી અરાકાન આર્મી મ્યાનમાર સેનાને મોટી ટક્કર આપી રહી છે. મ્યાનમાર સેનાને બે બાજુએથી પડકાર મળી રહ્યો છે. એક અરાકાન રોહિંગ્યા સેલવેસન આર્મી (ARSA) અને બીજી તરફ અરાકાન આર્મી. એવામાં સ્થિતિ ઘણી ખરાબ જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મ્યાનમાર રખાઇન સ્ટેટના મરૂક યૂ અને પલેત્વામાં અરાકાન આર્મીએ મ્યાનમાર સેનાના 45 જવાનોમાં માર્યાનો દાવો કર્યો છે અને આ હુમલામાં મ્યાનમાર સેનાએ તેમના 9 જવાનોના માર્યા ગયાની કબુલાત કરી છે. ત્યારબાદ મ્યાનમાર સેનાએ અરાકાન આર્મીના કેમ્પો પર હવાઇ હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ પણ 17 ફેબ્રુઆરીથી લઇને 2 માર્ચ સુધી મ્યાનમાર સેનાની સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ તેમ છંતા હજુ સુધી ખતરો ટળ્યો નથી.
ભારતીય સેનાના સૂત્રો અનુસાર, ભારતીય સેનાએ બોર્ડર ક્રોસ કર્યા વગર પોતાના વિસ્તારમાં અરાકાન આર્મીના કેમ્પો પર કાર્યવાહી કરી હતી. જે કાલાદાન પ્રોજેક્ટ માટે ખતરો બની રહ્યાં હતા. સાઉથ મિઝોરમના વિસ્તારમાં કરવામાં આવેલા ઓપરેશનને સેનાએ મોટી સફળતા ગણાવી હતી. પરંતુ મ્યાનમાર સેનાને ભારત પાસેથી મોટી મદદની આશા છે અને ત્યારે કાલાદાન પ્રોજેક્ટની સુરક્ષા મજબૂત કરી શકાય છે.
સુરક્ષાથી જોડાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, કાલાદાન પ્રોજેક્ટને અરાકાન આર્મી તરફથી સતત નિશાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ભારત આ હાલાત પર ચૂપ બેસી રહેશે નહીં. કેમકે આ પ્રોજેક્ટ બંને દેશો માટે ખુબજ જરૂરી છે. અરાકાન આર્મીએ ગત મહિને જે વેસલને હુમલામાં નષ્ટ કર્યું હતું તે કાલાદાન પ્રોજેક્ટ માટે કંસ્ટ્રક્શન મટિરિયલ લઇ જઇ રહ્યું હતું. જેમાં 300 સ્ટીલની ફ્રેમ હતી. જેનો પેલ્ત્વા નદી પર ઉપયોગ થવાનો હતો. જે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી હતી.
2008માં કાલાદાન પ્રોજેક્ટ પર ભારત અને મ્યાનમાર વચ્ચે કરાર થયો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મિઝોરમ મ્યાનમારના રખાઇન સ્ટેટના સિટવે પાર્ટથી જોડાઇ જશે. આ પ્રોજેક્ટ માટે ભારતમાં આજવાલ-સાઈયાહ નેશનલ હાઈવે પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે