પટેલના બીજેપી પ્રવેશના 'હાર્દિક' સંકેત, પિતાની પુણ્યતિથિએ હાર્દિક પટેલ કરશે રાજકીય શક્તિ પ્રદર્શન
હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિ એ રાજકીય હરીફોને આમંત્રણ આપ્યું છે. હાર્દિક પટેલે માંડલ-વિરમગામ તાલુકાના ભાજપ અગ્રણીઓને આમંત્રણ આપ્યું છે. જેમાં તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી પહેલા રાજકારણમાં નવાજૂનીનાં અનેક સંકેત જોવા મળી રહ્યા છે. તાજેતરમાં હાર્દિક પટેલે સ્થાનિક કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેઓ કેસરિયો કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. બીજી બાજુ હાર્દિક પટેલના બીજેપી પ્રવેશના હાર્દિક સંકેત મળ્યા છે. હાર્દિક પિતાની પુણ્યતિથિ પર રાજકીય શક્તિ પ્રદર્શન કરવાના અહેવાલ મળી રહ્યા છે.
હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિ એ રાજકીય હરીફોને આમંત્રણ આપ્યું છે. હાર્દિક પટેલે માંડલ-વિરમગામ તાલુકાના ભાજપ અગ્રણીઓને આમંત્રણ આપ્યું છે. જેમાં તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક અગ્રણીઓને કાર્યક્રમમાં બોલાવી હાર્દિક કંઈક મોટા સંકેત આપવા માંગી રહ્યો છે, જ્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓને હાર્દિકે આમંત્રણ આપ્યું નથી. જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને પણ આમંત્રણ આપ્યું નથી. હાર્દિક પટેલ 'આમંત્રણ પુણ્યતિથિ કાર્યક્રમ' થકી વિરમગામ વિધાનસભા બેઠક પર રેપો મજબૂત કરવા પ્રયત્નપુણ્યતિથિમાં 500 બ્રાહ્મણ સાથે કુલ 5 થી 6 હજાર લોકોનો જાહેર ભોજન સમારંભ પણ કરવાનો છે.
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલે આગામી 28 એપ્રિલે તેના પિતાની પ્રથમ પુણ્યતિથિનું વિરમગામમાં આયોજન કર્યું છે. હાર્દિકે પોતાના પિતાની પુણ્યતિથિ પર આયોજિત કાર્યક્રમમાં હાજર રહેવા ભાજપના નેતાઓને આમંત્રણ આપ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાનને પણ આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા છે. આ આમંત્રણને પગલે ભાજપના સિનિયર આગેવાનો હાજરી આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ હાર્દિક પટેલ ભાજપના વખાણ કરી ચૂક્યો છે. તેણે રામ મંદિર બનાવવા અને કલમ 370 હટાવવા મુદ્દે ભાજપના વખાણ કર્યા હતા. આ ઉપરાંત હાર્દિકે ભાજપના વખાણ કરી પોતાને ચુસ્ત હિન્દુ નેતા ગણાવ્યો ત્યારથી ભાજપ સાથે હાર્દિકનું અંતર ઘટતું જતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો તરફથી એવું પણ જાણવા મળ્યું છે કે, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં હાર્દિક પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે