આ યૂજર્સને વોટ્સએપ પર મેસેજ કરવા માટે ચૂકવવા પડી શકે છે પૈસા

પોપુલર મેસેજિંગ એપ વોટ્સએપએ તાજેતરમાં જ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ રજૂ કર્યું. એક બહુપ્રતિક્ષિત ફીચર જે તેની કંપ્ટીટર એપ ટેલીગ્રામ પર લાંબા સમયથી ઉપલબ્ધ છે. વોટ્સએપ બિઝનેસ ના ફક્ત બિઝનેસ માટે પરંતુ બે સિમકાર્ડ વાળા યૂઝર્સ માટે પણ પોપુલર થઇ ગઇ છે જે પોતાના બંને નંબર વોટ્સએપનો ઉપયોગ કરવા માગે છે.

આ યૂજર્સને વોટ્સએપ પર મેસેજ કરવા માટે ચૂકવવા પડી શકે છે પૈસા

WhatsApp Upcoming feature: પોપુલર મેસેજિંગ એપ વોટ્સએપએ તાજેતરમાં જ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ રજૂ કર્યું. એક બહુપ્રતિક્ષિત ફીચર જે તેની કંપ્ટીટર એપ ટેલીગ્રામ પર લાંબા સમયથી ઉપલબ્ધ છે. વોટ્સએપ બિઝનેસ ના ફક્ત બિઝનેસ માટે પરંતુ બે સિમકાર્ડ વાળા યૂઝર્સ માટે પણ પોપુલર થઇ ગઇ છે જે પોતાના બંને નંબર વોટ્સએપનો ઉપયોગ કરવા માગે છે. બિઝનેસ પોતાના ગ્રાહકો પાસેથી જોડાવવા, પ્રશ્નોના જવાબ આપવા માટે અને ઓર્ડર લેવા માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં સક્ષમ છે.  

હાલમાં વોટ્સએપ યૂઝર્સને વોટ્સએપ અને વોટ્સએપ બિઝનેસ બંને પર ચાર ડિવાઇસ મફતમાં કનેક્ટ કરવાની સુવિધા આપે છે. એક રિપોર્ટ અનુસાર આ જણાવ્યા અનુસાર બદલી શકાય છે કારણ કે વોટ્સએપ, વોટ્સએપ બિઝનેસ માટે એક પેડ સબ્સક્રિપ્શન રજૂ કરવા માંગે છે. 

રિપોર્ટ અનુસાર પેડ સબ્સક્રિપ્શન વોટ્સએપ બિઝનેસ યૂઝર્સને એક વોટ્સએપ એકાઉન્ટ વડે 10 ડિવાઇસ સુધી કનેક્ટ કરવાની સુવિધા આપશે, જેથી બિઝનેસ માટે પોતાના ગ્રાહકોને જોડવા સરળ થઇ જશે કારણ કે નવા કર્મચારી પોતાના ફોન પર એક જ એકાઉન્ટને એક્સેસ કરી શકશે. 

હાલ એ ખબર નથી કે મેમ્બરશિપ એકાઉન્ટમાં અન્ય ફિચર્સ આવશે કે નહી, પરંતુ અમને આશા છે કે મેટા-સ્વામિત્વવાળી મેસેજિંગ એપ સબ્સક્રિપ્શન પ્લાનને વધુ એક્સાઇટિંગ બનાવવા માટે ઘણા ફિચર્સ ઓફર કરશે. એટલું જ નહી તેની કિંમત અને સબ્સક્રિપ્શન પીરિયડ વિશે પણ કોઇ જાણકારી નથી. આ એક વારની મેમ્બરશિપ ફી સાથે આવશે અથવા મંથલી અથવા ઇયરલી ફી આપવાની જરૂર છે. તો તેની જાણકારી નથી. મેમ્બરશિપ કદાચ વોટ્સએપ બિઝનેસ સુધી સીમિત નથી અને નિયમિત વોટ્સએપ યૂઝર્સને આ ઓપ્શન મળી શકશે નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news