સંસારમાં પરત નહી ફરી શકતા સ્વામીજીએ સંસાર જ ત્યાગી દીધો? ગુણાતીત સ્વામી મુદ્દે ચોંકાવનારા ઘટસ્ફોટ

હરિધામ સોખડામાં ફરી એકવાર વિવાદ સામે આવ્યું છે. ગત રાત્રે સોખડા મંદિરમાં ગુણાતીતસ્વામીનું નિધન થતાં તેમના અંતિમસંસ્કારની કાર્યવાહી મંદિરમાં જ આરંભવામાં આવી હતી. જો કે તે અંગે પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ મૃત્યુ અંગે આસંકા વ્યક્ત કરી હતી. તેમનું મૃત્યુ શંકાસ્પદ સ્થિતિમાં થયું હોવાનું હરિભક્તોએ જણાવ્યું હતું. આ અંગે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. એસપીને પણ રજૂઆત કરાઈ હતી. જેને પગલે ગુણાતીતસ્વામીના અંતિમ સંસ્કારની ધડીઓ બાકી હતી ત્યારે પોલીસે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં ગુણાતીતસ્વામીના મૃતદેહના સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમનો વિસેરા રિપોર્ટ પણ લેવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી પુર્ણ થયા બાદ મૃતદેહને સોખડા સ્વામીનારાયણ મંદિરને સોંપવામાં આવ્યો હતો.

સંસારમાં પરત નહી ફરી શકતા સ્વામીજીએ સંસાર જ ત્યાગી દીધો? ગુણાતીત સ્વામી મુદ્દે ચોંકાવનારા ઘટસ્ફોટ

વડોદરા : સોખડા હરિધામમાં ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગઈકાલે સાંજે 7 થી 7.15 વચ્ચે પોતાના રૂમમાં આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં હુક પર લટકી આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતા હરિભક્તોમાં સોપો પડી ગયો છે. પોતાના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસે ગુણાતીત સ્વામીના રૂમના બહારના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા હતા. ગુણાતીત સ્વામી ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં પણ હોવાનું ખૂલ્યું છે. અનેક વખત ભગવા વસ્ત્રો ત્યાગી સાંસારિક જીવનમાં પાછા ફરવાનો પણ વિચાર કરતા હોવાનું ખુલ્યું છે. પોલીસે પ્રભુ પ્રિય સ્વામી, ગુણાતીત સ્વામીના પરિજનો, મંદિરના સેવકોની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે કોઈ ગુનાહિત કાવતરું રચ્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પ્રભુ પ્રિય સ્વામીનો પોલીસ સમક્ષ લુલો બચાવ કર્યો હતો. ગુણાતીત સ્વામીના પરિજનોના કહેવાથી આપઘાતની વાત પોલીસથી છુપાવી હતી. પોલીસે ગુણાતીત સ્વામીનું ગાતરિયુ, મોબાઈલ ફોન કબ્જે લીધા છે. હાલ સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી છે.

હરિધામ સોખડામાં ફરી એકવાર વિવાદ સામે આવ્યું છે. ગત રાત્રે સોખડા મંદિરમાં ગુણાતીતસ્વામીનું નિધન થતાં તેમના અંતિમસંસ્કારની કાર્યવાહી મંદિરમાં જ આરંભવામાં આવી હતી. જો કે તે અંગે પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ મૃત્યુ અંગે આસંકા વ્યક્ત કરી હતી. તેમનું મૃત્યુ શંકાસ્પદ સ્થિતિમાં થયું હોવાનું હરિભક્તોએ જણાવ્યું હતું. આ અંગે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. એસપીને પણ રજૂઆત કરાઈ હતી. જેને પગલે ગુણાતીતસ્વામીના અંતિમ સંસ્કારની ધડીઓ બાકી હતી ત્યારે પોલીસે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં ગુણાતીતસ્વામીના મૃતદેહના સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમનો વિસેરા રિપોર્ટ પણ લેવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી પુર્ણ થયા બાદ મૃતદેહને સોખડા સ્વામીનારાયણ મંદિરને સોંપવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન તેમના ગળા પર ઇજાના નિશાનો મળી આવ્યા હતા. મોડી રાત્રે તેઓએ આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જો કે આ અંગે હજી સુધી કોઇ પુષ્ટી થઇ નથી પરંતુ સુત્રો દ્વારા આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તો બીજી તરફ હત્યા કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિસેરા રિપોર્ટ આવે તેની રાહ જોવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલો વિવાદિત બન્યો છે. 

પ્રબોધ સ્વામીએ સાંજે 7 વાગ્યે જ આત્મહત્યા કરી લીધી હોવાનો હાલ દાવો થઇ રહ્યો છે. જો કે સમગ્ર મામલે હજી સુધી કોઇ જ સ્પષ્ટતા થઇ શકી નથી. આ ઉપરાંત હાલ તો તમામ અટકળો ચાલી રહી છે. જ્યાં સુધી પોસ્ટમોર્ટમ  રિપોર્ટ અને વિસેરા રિપોર્ટ નથી આવી જતા ત્યાં સુધી સમગ્ર મામલો વિવાદિત રહેશે. હાલ તો પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. હરિભક્તો પણ મોટા પ્રમાણમાં ઉમટી પડ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news