5000 રેમડેસિવિર ઇન્જેક્શન ક્યાંથી આવ્યા? સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને હાઇકોર્ટે ફટકારી નોટિસ

ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. રાજ્યનાં ચાર મહાનગરોમાં તો બેડ માટે લોકો તરફડિયા મારી રહ્યા છે પરંતુ જગ્યા નથી મળી રહી. તેવામાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યા છે. લોકો કિલોમીટરો લાંબી લાઇનો લગાવી રહી છે. સરકાર ઇન્જેક્શન પુરા પહોંચાડવામાં વામણી સાબિત થઇ રહી છે. ઇન્જેક્શન મુદ્દે હાલ ખુબ જ વિકટ સ્થિતી પેદા થાય છે. તેવામાં અચાનક ભાજપનાં પક્ષ પ્રમુખ 5000 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પ્રગટ થાય છે અને જનતા વચ્ચે ઇન્જેક્શનની છુટા હાથે વહેંચણી કરે છે. આ મુદ્દે તંત્ર અને સરકાર બંન્ને ધુતરાષ્ટ્ર બની જાય છે. જનતાની સેવાનાં નામે આ પ્રમુખની વાહવાહી થવા લાગે છે. આટલે સુધી સુંદર રીતે ચાલેલી વાર્તામાં અચાનક એક અરજી હાઇકોર્ટમાં થાય છે અને....
5000 રેમડેસિવિર ઇન્જેક્શન ક્યાંથી આવ્યા? સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને હાઇકોર્ટે ફટકારી નોટિસ

અમદાવાદ : ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. રાજ્યનાં ચાર મહાનગરોમાં તો બેડ માટે લોકો તરફડિયા મારી રહ્યા છે પરંતુ જગ્યા નથી મળી રહી. તેવામાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યા છે. લોકો કિલોમીટરો લાંબી લાઇનો લગાવી રહી છે. સરકાર ઇન્જેક્શન પુરા પહોંચાડવામાં વામણી સાબિત થઇ રહી છે. ઇન્જેક્શન મુદ્દે હાલ ખુબ જ વિકટ સ્થિતી પેદા થાય છે. તેવામાં અચાનક ભાજપનાં પક્ષ પ્રમુખ 5000 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પ્રગટ થાય છે અને જનતા વચ્ચે ઇન્જેક્શનની છુટા હાથે વહેંચણી કરે છે. આ મુદ્દે તંત્ર અને સરકાર બંન્ને ધુતરાષ્ટ્ર બની જાય છે. જનતાની સેવાનાં નામે આ પ્રમુખની વાહવાહી થવા લાગે છે. આટલે સુધી સુંદર રીતે ચાલેલી વાર્તામાં અચાનક એક અરજી હાઇકોર્ટમાં થાય છે અને....

પાટીલ પાસે આટલા બધા ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તેનો જવાબ તો ન તો સરકાર પાસે છે કે ન તો પાટીલની પોતાની પાસે. તેવામાં આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી. જેના પગલે હાઇકોર્ટ દ્વારા સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને નોટિસ ફટકારવામાં આવી છે. આ મુદ્દે જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે. 5 મે સુધીમાં પોતાનાં જવાબ રજુ કરવા માટે આદેશ કરાયો છે. અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસી નેતા પરેશન ધાનાણી દ્વારા આ મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરી હતી. 

આ અરજીમાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ફાર્મસીના લાયસન્સ વગર કોઇ પણ વ્યક્તિ રેમડેસિવિર ઇન્જેક્શન રાખી શકે નહી. પછી તે ઇન્જેક્શનનું કમ્પાઉન્ડ હોય, મિક્સચર હોય કે દવા હોય તે રાખી શકે નહી. મેડિકલ તબીબ જ દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શ પ્રિસ્ક્રાઇબ (લખી આપવું) કરી શકે છે. ડોક્ટર જ પોતાની પાસે રાખી શકે છે. આ દવાનું મેન્યુફેક્ચરિંગ પણ ગમે તે વ્યક્તિ કરી શકે નહી. તેવામાં આ જથ્થો ક્યાંથી આવ્યો તે જાણવું ખુબ જ જરૂરી બન્યું છે. આ મુદ્દે સરકાર તો ઠીક તંત્ર પણ મૌન રાખીને બેઠું છે. તેવામાં હવે હાઇકોર્ટ સિવાય ક્યાંય ન્યાય મળે તેવી શક્યતા નહી વત્ત છે. તેના કારણે આખરે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news