ફેક્ટરીઓ ઓક્સીજનની રાહ જોઈ શકે છે, માણસ નહીં, કોર્ટે આજે સરકારને સમજાવી જીવનની કિંમત

કોર્ટ તરફથી કેન્દ્ર સરકારને પૂછવામાં આવ્યું કે, ઉદ્યોગોને ઓક્સીજનની સપ્લાઈ ઓછી કરી તે દર્દીઓને ઉપલબ્ધ કરાવી શકે છે. કોર્ટે કહ્યું કે, ઉદ્યોગો રાહ જોઈ શકે છે દર્દી નહીં. માનવ જીવન ખતરામાં છે. 

ફેક્ટરીઓ ઓક્સીજનની રાહ જોઈ શકે છે, માણસ નહીં, કોર્ટે આજે સરકારને સમજાવી જીવનની કિંમત

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટ (Delhi high court) એ મંગળવારે કહ્યું કે, રાજધાનીમાં કોરોના દર્દીઓને ઓક્સીજન પૂરતી માત્રામાં સપ્લાઈ કરવામાં આવી રહ્યો નથી. સાથે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે, શું ઉદ્યોગોની ઓક્સીનની સપ્લાઈ ઓછી કરી તે દર્દીઓને ઉપલબ્ધ કરાવી શકે છે. 

ન્યાયમૂર્તિ વિપિન સાંધી અને ન્યાયમૂર્તિ રેખા પલ્લીની પીઠે મંગળવારે કેન્દ્ર સરકારને કહ્યું, ઉદ્યોગો રાહ જોઈ શકે છે. દર્દી નહીં. માનવ જીવન ખતરામાં છે. પીઠે કહ્યુ કે, તેમણે સાંભળ્યુ છે કે ગંગા રામ હોસ્પિટલના ડોક્ટરોએ મજબૂરીમાં કોવિડ-19 દર્દીઓને અપાતો ઓક્સીજન ઓછો કરવો પડી રહ્યો છે કારણ કે ત્યાં જીવન રક્ષક ગેસની કમી છે. 

કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ મોનિકા અરોડાને સવાલ કર્યો, એવા ક્યા ઉદ્યોગ છે જેની ઓક્સીજન સપ્લાઈ ઓછી ન કરી શકાય. સાથે પીછે અરોડાને તે જાણકારી આપવાનું કહ્યું છે કે કોરોના દર્દીઓ માટે ઓક્સીજનની પર્યાપ્ત આપૂર્તિ માટે શું-શું કરી શકાય છે. 

આ નિર્દેશ આપ્યા બાદ કોર્ટે કહ્યું કે, તે બપોર બાદ મામલાની સુનાવણી કરશે. અદાલક 19 એપ્રિલે, કોરોના સંબંધમાં દાખલ એક અરજી પર સુનાવણી કરી રહી હતી. તે સંદર્ભમાં તેમણે આ નિર્દેશ આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news