આવી ગયા છે મહત્વના સમાચાર, રાજકોટવાસીઓ વાંચીને થથરી જશે

રાજયનાં કેટલાક ભાગોમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉંચકાયો છે જેનાં કારણે કડકડતી ઠંડીમાં પણ નજીવી ઘટાડો જોવા મળ્યો છે. જોકે આમ છતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.

આવી ગયા છે મહત્વના સમાચાર, રાજકોટવાસીઓ વાંચીને થથરી જશે

રાજકોટ : રાજયનાં કેટલાક ભાગોમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉંચકાયો છે જેનાં કારણે કડકડતી ઠંડીમાં પણ નજીવી ઘટાડો જોવા મળ્યો છે. જોકે આમ છતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાજયના તાપમાનના આંકડાઓ પર નજર ફેરવીએ તો જાણવા મળે છે કે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન રાજકોટમાં 13.3 ડિગ્રી જેટલું નોંધાયું છે. આ સિવાય નલિયામાં 13.4, ભૂજમાં 14.6 ડિગ્રી તાપમાન તેમજ અમદાવાદ અને વડોદરામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન ઠંડો પવન ફુંકાતો હતો તે છેલ્લા બે દિવસથી બંધ થયો છે પરંતુ હજુ મોડીરાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉતર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાનાં કારણે ઠંડો પવન ફુંકાતા રાજયમાં ઠંડીનાં પ્રમાણમાં વધારો થયો હતો. રાજકોટનું આજે લઘુતમ તાપમાન ૧૩.3 ડિગ્રી જોવા મળ્યું હતું અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડી ગીરનાર પર્વત પર ૭.૨ ડિગ્રી જોવા મળી હતી.

હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં શીતલહેર ફરી વળી છે. આ સિવાય વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા દવાખાનામાં શરદી, તાવ, ઉધરસ સહિત વાયરલનાં કેસોમાં વધારો નોંધાયો છે. મોડે-મોડે પણ ઠંડીની શરૂઆત થતા ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી છે અને ખેડુતો દ્વારા પોતાનાં ખેતરોમાં રવિ પાક લેવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 23મી ડિસેમ્બરનાં રોજ રાજયનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. હજુ આવતીકાલ સુધી ઠંડીમાં આંશિક રાહત મળશે જોકે ત્યારબાદ ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગે સંભાવના વ્યકત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news