CM ના સમાજે જ રાજીનામા અંગે આપ્યા હતા સંકેત? હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે પોસ્ટર
Trending Photos
અમદાવાદ : સોશિયલ મીડિયામાં હાલ એક પોસ્ટર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. જે જોતા એવું લાગી રહ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાનો તખ્તો વહેલા ઘડાઇ ચુક્યો હતો. જો કે તેની માત્ર ઔપચારિક જાહેરાત કરવાની જ બાકી હતી. આ પોસ્ટર પરથી સ્પષ્ટ રીતે જણાઇ આવે છે કે, ઘણા ઉચ્ચ પદસ્થ લોકોને આ અંગે માહિતી હતી. કે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપી શકે છે. આ રાજીનામા અંગે વ્યાપારી લોબીમાં પહેલાથી જ ચર્ચા ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર ભવનના ઉદ્ધાટનમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી હાજર રહ્યા હતા. જેમાં CM ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય નેતૃત્વમાંથી પુરુષોતમ રૂપાલા, મનસુખ માંડવીયા સહિતના નેતાઓ હાજર હતા. જો કે આ કાર્યક્રમ પુર્ણ થતાની સાથે જ સીધા રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા અને રાજીનામું ધરી દીધું હતું. જો કે આ અંગેની પહેલાથી જ માહિતી હોય તે પ્રકારે જૈન સમાજ દ્વારા મિચ્છામી દુક્કડમ અંગેના લગવાયેલા બોર્ડમાં માત્ર PM મોદી અને સી.આર પાટીલનાં ચહેરાને સ્થાન અપાયું હતું.
મુખ્યમંત્રી પોતે પણ જૈન સમાજમાંથી આવે છે. તેવામાં તેમનો ચહેરો ન હોવું જે તે સમયે જ સુચક હતું. જો કે રાજીનામું જે પ્રકારે આવ્યું હોય તે કોઇ પણ વિચારી પણ ન શકે. અત્રે નોંધનીય છે કે, આ પોસ્ટર પરથી જ તખ્તા પલટની તૈયારીઓ ચાલી રહ્યા હોવાની ગંધ આવી હતી. મહત્વનું છે કે, હાલ તો રાજીનામા બાદ નવો ચહેરો કોણ હશે તે મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં પાટીદાર ચહેરાઓ સૌથી વધારે ચર્ચામાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે