રાજનીતિ ગરમાઈ, દર્શના જરદોશે કહ્યું; 'હીરા બાને અપમાનિત કરનારાઓને ચૂંટણીમાં માતૃત્વ જવાબ આપશે'

ભારતના રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમની માતા હીરા બા સામે કરેલા વાણી વિલાસના વાયરલ વિડીયો મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. 

રાજનીતિ ગરમાઈ, દર્શના જરદોશે કહ્યું; 'હીરા બાને અપમાનિત કરનારાઓને ચૂંટણીમાં માતૃત્વ જવાબ આપશે'

નવસારી: ગુજરાત ગૌરવ યાત્રા નવસારીના ગણદેવી અને બીલીમોરા શહેરી વિસ્તારમાં પ્રવેશી ત્યારે સુરતના સાંસદ અને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશની આગેવાનીમાં આ યાત્રા શહેરી વિસ્તારમાં પ્રવેશતા ભાજપનાં કાર્યકરોએ મંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ. સમગ્ર ગુજરાતમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા શહેરો અને આદિવાસી ગૌરવ યાત્રા આદિવાસી પટ્ટાના ગામડાઓમાં ફરી રહી છે. યાત્રા દરમિયાન 27 વર્ષના ભાજપના શાસનની ગૌરવ ગાથા લોકો સમક્ષ ગવાશે. 

ભાજપ દ્વારા વર્ષોના વિકાસના ગાન સાથે કાઢેલી ગુજરાત ગૌરવ યાત્રા લઈને આજે નવસારી પહોંચેલા ભારતના રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમની માતા હીરા બા સામે કરેલા વાણી વિલાસના વાયરલ વિડીયો મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. 

દર્શના જરદોશે જણાવ્યું હતું કે, 100 વર્ષનો સંઘર્ષ, અથાગ પ્રયત્નો અને જે માતા પોતાના દીકરાને વર્ષમાં એક કે બે જ વાર મળતા હશે, જે વડાપ્રધાન નિવાસસ્થાને જઈને રહેતા નથી. એમને ચુંટણીમાં ઘસડીને અપમાનિત કરવાની હલકી માનસિકતા દર્શાવી છે, એમનો મહિલા મોર્ચો અને દરેક મહિલા ખરાબ શબ્દોમાં વખોડે છે. અમારા માતા સમાન હીરાબા ઉપર આક્ષેપો કરશો તો ચલાવી નહીં લઈએ. વડાપ્રધાનની માતા સામે જે પાર્ટીના લોકો જે ઉચ્ચારણો કરવામાં આવ્યા છે એ એમના સંસ્કાર અને હલકી માનસિકતા બતાવે છે. અમારા સંસ્કાર એવા છે જ્યાં માતા, બહેન, ભગિનીને ગૌરવવંતા સ્થાને રાખીએ છીએ. ત્યારે દેશની સૌથી મોટા પક્ષના સર્વોચ્ચ અમારા ભાઈની માતાનું અપમાન અમે ક્યારેય ચલાવી નહીં લઈએ,ની સાથે ચુંટણીમાં લોકો જ એમને જવાબ આપશેનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મહત્વનું છે કે, ગત રોજ ઉનાઈ ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લીલી ઝંડી બતાવી બંને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતુ. ગુજરાત ગૌરવ યાત્રા આજે નવસારી જિલ્લામાં ચીખલીથી પ્રવેશી હતી અને ત્યાંથી પ્રથમ બીલીમોરા શહેર અને બાદમાં ગણદેવી નગરમાં પાલિકાના પદાધિકરીઓ અને કાર્યકરોએ ઉત્સાહભેર આવકારી હતી. નવસારી શહેરમાં પ્રવેશતા જ યાત્રા બી. આર. ફાર્મ ખાતે યાત્રા પહોંચતા ભાજપી કાર્યકરો અને લોકો વચ્ચે સભા કરવામાં આવી હતી. 

સભામાં રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે બુલેટ ટ્રેનમાં જાપાની ટેકનોલોજી શીખી ભારતના એન્જિનિયરો અને શર્મિકોએ પોતાની આગવી ઓળખ ઉભી કરી આત્મનિર્ભર ભારતની વાત કરી હતી. સાથે જ આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી હતી. ખાસ કરીને આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના વાયરલ વિડીયો મુદ્દે માતૃત્વને અપમાનિત કરે એવાને ગુજરાત અને ભાજપની મહિલા કાર્યકર્તાઓ ક્યારેય માફ નહીં કરે અને એનો જવાબ ચુંટણીમાં મળશેનો આક્રોશ ઠાલવ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news