વૃષ્ટિ અને શિવમ અંગે થયો મોટો ખુલાસો, કાલુપુર રેલવે સ્ટેશનના CCTV ફૂટેજમાં જોવા મળ્યાં, જાણો અન્ય વિગતો

અમદાવાદ (Ahmedabad)ની એક સ્વરૂપવાન યુવતી છેલ્લા ત્રણ દિવસથી ગાયબ છે. વૃષ્ટિ (Vrushti Jasubhai) નામની યુવતી શિવમ નામના એક યુવક સાથે છેલ્લે 30 સપ્ટેમ્બરના રોજ જોવા મળી હતી. ત્યાર બાદથી બંને ગાયબ છે. 

વૃષ્ટિ અને શિવમ અંગે થયો મોટો ખુલાસો, કાલુપુર રેલવે સ્ટેશનના CCTV ફૂટેજમાં જોવા મળ્યાં, જાણો અન્ય વિગતો

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad)ની એક સ્વરૂપવાન યુવતી છેલ્લા ત્રણ દિવસથી ગાયબ છે. વૃષ્ટિ (Vrushti Jasubhai) નામની યુવતી શિવમ નામના એક યુવક સાથે છેલ્લે 30 સપ્ટેમ્બરના રોજ જોવા મળી હતી. ત્યાર બાદથી બંને ગાયબ છે. આ સમગ્ર મામલો બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ સોહા અલી ખાન (Soha Ali Khan)ની એક ટ્વિટ (Tweet)થી બહાર આવ્યો હતો. છેલ્લે મળેલી માહિતી મુજબ ગુમ વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ રાજસ્થાન કે મધ્ય પ્રદેશ ગયા હોવાની પોલીસને આશંકા છે. પોલીસને કાલુપુર રેલવે સ્ટેશન પરથી બંનેના મહત્વના સીસીટીવી ફૂટેજ મળી આવ્યાં છે. પોલીસે તેમના મિત્રો સહિત 10 લોકોના નિવેદનો નોંધ્યા છે. આ મામલે ડીસીપી પ્રવીણ મલે પણ આ અંગે નિવેદન આપતા કહ્યું કે બંને અંગે નવરંગપુરા પોલીસ તપાસ કરી રહી છે. 29મી તારીખે વૃષ્ટિ શિવમના ઘરે ગઈ હતી અને 30 તારીખે બંને ઘરેથી નીકળે છે. છેલ્લે રેલવે સ્ટેશને જાય છે. કોઈ ટ્રેન મારફતે બહાર ગયા છે. ડ્રાઈવર અને બંને ઘરઘાટી માતા પિતા અને આજુબાજુના લોકોના નિવેદનો લીધા છે. તેમણે કહ્યું કે સીસીટીવી માતાપિતાને દેખાડ્યા તો તેઓ પાક્કું નથી કહેતા કે આ જ વૃષ્ટિ છે. 

જુઓ VIDEO

શિવમના ઘરેથી મળી બિયર અને વાઈનની બોટલો
તેમના કહેવા મુજબ ધોરણ 11થી બંને સાથે છે. શિવમના ઘરેથી બિયર અને વાઈનની બોટલો મળ્યાં બાદ નશાની ટેવ હોય તેવું અનુમાન છે. તેમણે એમ પણ કહ્યું કે જો પરમીટ વગર દારૂ રાખ્યો હશે તો કેસ થશે.સોહા અલી ખાન અંગે બોલતા તેમણે કહ્યું કે વૃષ્ટિની માતાએ આ માહિતી તેના ગ્રુપમાં જાહેર કરી હતી અને જરૂર પડશે તો સોહાઅલીને પણ બોલાવીશું. પોલીસે શરૂઆતથી તપાસ કરી છે. 

વૃષ્ટિ માતા પિતાથી અલગ રહે છે
વૃષ્ટિ જ્યાં રહે છે તે અપાર્ટમેન્ટમાં આઠમા માળે વૃષ્ટિ રહે છે અને અને ત્યાં જ માતા પિતા અલગ ફ્લેટમાં રહે છે. શિવમ અને વૃષ્ટિના ફોન બંધ છે. શિવમનો ફોન 18મીથી બંધ છે. અને વૃષ્ટિનો 30મીથી બંધ છે.  શિવમના માતા પિતા સાથે તેમની વાત ચાલે છે. શિવમ પરિવારને મેસેજ કરતો હતો. થોડા દિવસ પહેલા તેણે કહ્યું હતું કે તમે છાયામાં જીવો છો અને હું હજું તડકામાં જીવું છું. વૃષ્ટિએ છેલ્લો કોલ રાજ્ય બહાર કર્યો હતો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ અંગે પોલીસને મહત્વના પુરાવા મળ્યા હોવાનો પોલીસનો દાવો છે. ગુમ થયાના દિવસે બંને મિત્રો કાલુપુર રેલવે સ્ટેશન પાસે રીક્ષામાંથી ઉતરતા જોવા મળ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કઈ ટ્રેનમાં ચ઼ડ્યા, અને અમદાવાદ છોડીને ક્યાં ગયા તે અંગે તપારસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં રેડ ડ્રેસમાં વૃષ્ટિ અને શિવમ માથે કેપ પહેરેલો જોવા મળે છે. પોલીસના કહેવા મુજબ જો કે આ સીસીટીવી ફૂટેજમાં જે યુવતી દેખાય છે તે વૃષ્ટિ જ તે તેની પુષ્ટિ તેના માતા કરતા નથી. માતાને સીસીટીવી જોતા પોતાની દીકરી નથી લાગતી. આમ જોતા આ કેસમાં નવો વળાંક પણ આવ્યો હોય તેવું જણાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news