'લાચાર' ઈમરાન ખાને PoKના લોકોને કહ્યું,- 'જો LoC પાર કરી તો ભારત...'
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જમ્મુ અને કાશ્મીરને લઈને ફરીથી એકવાર ઝેર ઓક્યુ છે.
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જમ્મુ અને કાશ્મીરને લઈને ફરીથી એકવાર ઝેર ઓક્યુ છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયાને 60 દિવસ પૂરા થવા પર ટ્વીટ કરતા કહ્યું કે કાશ્મીરીઓના સંઘર્ષને ઈસ્લામિક આતંકવાદ નામ અપાઈ રહ્યું છે.
ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું કે 'જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરીઓને 2 મહિનાથી વધુ સમય સુધી કરફ્યુમાં જોઈને આઝાદ કાશ્મીરના લોકોનો ગુસ્સો હું સમજી શકુ છું. પરંતુ જો કોઈ પણ એલઓસી પાર કરશે તો કાશ્મીરી સંઘર્ષમાં માનવીય મદદ કરશે તો તે ભારતના નેરેટિવમાં ગૂંચવાઈ જશે.' ઈમરાન કાને કહ્યું કે આ નેરેટિવ કાશ્મીરીઓા સંઘર્ષથી ધ્યાન હટાવી રહ્યું છે અને કાશ્મીરીઓના સંઘર્ષને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત ઈસ્લામિક આતંકવાદ ગણાવવામાં આવી રહ્યું છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે હાલમાં જ યુએનજીએમાં પણ ઈમરાન ખાને પોતાના ભાષણનો મોટો ભાગ જમ્મુ અને કાશ્મીરને લઈને ભારત પર નિશાન સાધવામાં વાપર્યો હતો જેની ખુબ ટીકા પણ થઈ. પોતાના દેશની સમસ્યાઓને નજરઅંદાજ કરતા ઈમરાન ખાને પોતાનું સંપૂર્ણ ધ્યાન કાશ્મીર પર રાખ્યું હતું. તેમણે ચેતવણી આપતા કહ્યું કે ભારતના જમ્મુ અને કાશ્મીરમાંથી જ્યારે કરફ્યુ હટશે તો ત્યાં લોહીની નદીઓ વહેશે. ત્યારે શું થશે તેના વિશે કોઈએ વિચાર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે