આજથી શરૂ થશે કોમિકલ બોલિવૂડ ગેમ શો: ‘મૂવી મસ્તી વીથ મનિષ પૌલ’

૫મી ઓક્ટોબરથી પ્રિમિયર થતો આ કોમિકલ બોલિવૂડ ગેમ શો, દર શનિવાર અને રવિવાર રાત્રે ૯.૩૦ વાગે પ્રસારિત થશે ફક્ત ઝી ટીવી પર!

આજથી શરૂ થશે કોમિકલ બોલિવૂડ ગેમ શો: ‘મૂવી મસ્તી વીથ મનિષ પૌલ’

મુંબઇ: કેટલી વખત તમે તમારી જાતે થોડા શરમાઈને બોલ્યા છો કે, ‘મેં અપની ફેવરિટ હું' કે પછી તમારી જાતે માથામાં મારીને મોટેથી બૂમો પાડી છે કે, ‘આતા માંઝી સટકલી’? એવું કહેવું જરા પણ ઓછું નથી કે, એક ભારતીયો તરીકે આપણે બોલિવૂડની પૂજા કરીએ છીએ. આ બધો જ સમય છે, જેને અમે મૂવી માટેના અમારા જુસ્સાની ઉજવણી કરીએ છીએ અને તે પણ આપણે અંદર રહીને થોડી મસ્તી પણ કરીએ છીએ! ઝી ટીવી તૈયાર છે, તેની તદ્દન નવી રજૂઆત આ પ્રકારનું આ પ્રથમ હળવાશભર્યો બોલિવૂડ ગેમ શો ‘મૂવી મસ્તી વીથ મનિષ પૌલ’ની સાથે. 

મનિષ પૌલ દ્વારા હોસ્ટ- આ શોમાં દર અઠવાડિયે દર્શકોની સામે બી- ટાઉનના ૪ મોટા કલાકારો આવશે જે દર્શકો માટે કંઈક આશ્ચર્ય લાવશે. અક્ષય કુમારથી લઇને રાજકુમાર રાવ, સુનિલ શેટ્ટીથી લઇને રવીના ટંડન, અજય- કાજોલથી લઇને સોનમ કપૂર અને જાન્હવી કપૂર જેવા કલાકારો તેમના સૌથી મોટા ચાહકોની સાથે આવશે તથા તેમના બીક્યુ (બોલિવૂડ ક્વોશન્સ)ને ચકાસણી પર મૂકીને કેટલાક ટ્રીકી ટાસ્ક, મસ્તીભરી રમતો અને ફિલ્મી ક્વિઝીસ રમશે! દર્શકોને જે જોવા મળશે એ ખરેખર કંઈક અલગ, પહેલા ક્યારેય નહીં જોવા મળેલું તથા સ્ક્રીપ્ટમાં લખવામાં નહીં આવેલું તથા બોલિવૂડ સેલિબ્રિટીની કેટલીક ‘ફ્‌લો’ સમ સાઈડને જોવા મળશે, જ્યારે તેઓ ગેમ શોમાં એક સંપૂર્ણપણે રમતમાં ભાગ લેતા હોય એ રીત ભાગ લેશે!

મૂવી સેલિબ્રિટી અને સ્પર્ધકોની સાથે મનિષને રમતા તેના દરેક પગલા પર અડચણ ઉભી કરશે તેની મસ્તીખોર, બોલિવૂડ ક્રેઝી પરિવાર, જેમાં એક મસ્તીભર્યો અને પ્રેન્કસ્ટર- એક પચરંગી ફિલ્મી પાત્રોથી ભરપૂર પરિવારમાં મેલોડ્રામેટિક મા- જે પાત્ર કરી રહ્યો છે, અલી અસગર, એક તોફાની મોહક પડોશન જેનું નામ છે, ચાંદની ભાભી જે પાત્ર કરી રહી છે, સુંદર અને પ્રતિભાશાળી રોશની ચોપ્રા, કોમેડિયન અને અભિનેતા પારિતોષ ત્રિપાઠી કોમલ પોંગેના પાત્રમાં, જે એક વ્હીલર ડિલર ખાતે એક મેનેજર છે અને એક વિલન જેવો પિતા જેનું નામ છે, રાજકુમાર, જે પાત્ર કરી રહ્યા છે, બલરાજ સયાલ.

અલિ અસગર શોમાં એક ફિલ્મી માતાનું પાત્ર કરી રહ્યો છે, અલીએ નવરાત્રિ દરમિયાન અમદાવાદની મુલાકાત લીધી હતી અને દિલ ખોલીને ડાંડિયાની મજા માણી હતી અને શોનું પ્રમોશન કર્યું હતું. અલી અસગરે તેના પાત્ર, તેના કેરેક્ટર્સ અને સૌથી વધુ દર્શકો માટે તેના દેખાવ સાથે પ્રયોગો કર્યા છે. સંપૂર્ણરરીતે જોઈએ તો, આ એક અભિનેતામાં બહાદુરી, કોમેડિયનનું ટાઈમિંગ તથા એક સંપૂર્ણ મનોરંજકના જાદુનું સંયોજન છે. અલી દરેક વયજૂથના દર્શકોને અસર કરે છે તથા તે તેના ચાહકોને હવે, સંપૂર્ણ નવા અવતારની સાથે સરપ્રાઈઝ આપવા માટે તૈયાર છે.

અલી અસગર કહે છે, “માનું મારું પાત્ર એ સિને મા તરીકે જાણીતું છે, કારણકે, તે ખરેખર અત્યંત ફિલ્મી છે. હું માનું છું કે, નવી ટીમ તથા અલગ- અલગ કલાકારોની સાથે કામ કરવું જોઈએ. આ શો પરનું ટીમનું કામ ખરેખર આકર્ષક છે. આ શો પર કામ કરતી ટીમ ખરેખર આકર્ષક છે અને તેના કોન્સેપ્ટ અને ટીમમાં પણ ઘણી નવીનતા છે. તે વધુમાં ઉમેરે છે, “અમદાવાદમાં આજે આવીને મને ખૂબ જ સારું લાગે છે. મેં ચાહકો પાસેથી જે પ્રેમ મેળવ્યો છે તે કંઈક એવું છે, જેને શબ્દોમાં વર્ણાવી શકાય તેવું નથી. હું ખરેખર મારી જાતને ધન્ય માનું છું. અમદાવાદમાં આવીને હું ખરેખર કેટલાક સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનનો સ્વાદ માનવાનું પસંદ કરીશ અને મારા પરિવાર માટે થોડી ખરીદી કરીશ. અને નવરાત્રીની મધ્યમાં મારી આ મુલાકાતને ધ્યાને લેતા હું સકારાત્મક રીતે કોઈ ડાંડિયામાં આજની રાતે મુલાકાત લઈશ!”

એસ્સેલ વિઝન પ્રોડક્શન લિ. અને લિલ ફ્રોડો પ્રોડક્શન દ્વારા કો-પ્રોડ્‌યુસ આ શોનું પ્રિમિયર ૫મી ઓક્ટોબર ૨૦૧૯ના રોજ થશે, અને તે દર શનિવાર અને રવિવારના રાત્રે ૯.૩૦ વાગે ઝી ટીવી પર પ્રસારિત થશે. ૫મી ઓક્ટોબરના રોજ પ્રિમિયર થઈ રહ્યો છે, મૂવી- મસ્તી વીથ મનિષ પૌલ, જે પ્રસારિત થશે દર શનિવાર અને રવિવાર રાત્રે ૯.૩૦ વાગે ફક્ત ઝી ટીવી પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news