વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીરે ધીરે ઘટાડો

કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પર પોલીસ બંદોબસ્ત મૂકાયો છે. લોકોની ભીડ થતાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે

વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીરે ધીરે ઘટાડો

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીરે ધીરે ઘટાડો (vadodara rain) થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી 24 ફૂટથી ઘટીને 23 ફૂટ પર પહોંચી છે. ઢાઢર નદીમાં વિશ્વામિત્રી નદી (Vishwamitri river) નું પાણી વહી જતા સપાટીમાં ઘટાડો થયો છે. પરંતુ કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પર પોલીસ બંદોબસ્ત મૂકાયો છે. લોકોની ભીડ થતાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. હાલ આજવા સરોવરની સપાટી 211.95 ફૂટ પર પહોંચી છે. આજવા સરોવરની ભયજનક સપાટી 212 ફૂટ છે. આજવા સરોવરની સપાટી 212 ફૂટ થતાં ઓવરફલો થશે, અને વિશ્વામિત્રી નદીમાં પાણી વધુ છોડાશે.

ગુજરાતમાં માસ્કનો નિયમ વધુ કડક બન્યો, મોલમાં ગ્રાહક માસ્ક વગર દેખાશે તો મેનેજર પણ દંડાશે

ગઈકાલે સાંજે વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 24 ફૂટ પર પહોંચી હતી. જેથી નદીની સપાટી વધતાં લોકો વિશ્વામિત્રી બ્રિજ પર ઉમટી પડ્યા હતા. સાથે જ ઊર્મિ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો પાણી જોવા પહોંચ્યા હતા. જેથી પોલીસ તાત્કાલિક દોડતી થઈ હતી. પોલીસે લોકોને બ્રિજ પરથી ભગાડ્યા હતા. જેથી આજે રવિવારે પણ બ્રિજ પર બંદોબસ્ત યથાવત છે. કારણ કે રવિવારની રજા હોઈ મોટી સંખ્યામાં લોકો આવી શકે છે. 

તો બીજી તરફ, પાદરામાંથી વહી રહેલા વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ઢાઢર અને વિશ્વામિત્રી નદીનું પાણી કાંઠા વિસ્તારોમાં પ્રવેશી ગયું છે. બન્ને નદીઓ કોથવાળા પાસે ભેગી થાય છે. તેથી ઢાઢરના પાણી કરજણના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યાં છે. પાદરા કરજણ હાઇવેના પુલથી નદીનું પાણી માત્ર ચાર ફૂટ દૂર છે. તો બીજી તરફ, પાદરામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. 

દક્ષિણના નેતા સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં પહેલો રાજકીય પ્રવાસ સંગઠનમાં કેવા બદલાવ લાવશે?

ગુજરાત સહિત દેશનાં 10 રાજ્યોમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દેશમાં કેન્દ્રીય હવામાન વિભાગે આગાહી આપી છે તો ગુજરાતમાં રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે. 16 ઑગસ્ટથી 21 ઑગસ્ટ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે રાજ્યમાં આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં 2.5 ઇંચ કરતા વધારે છે. તો કચ્છના ગાંધીધામમાં સવા બે ઇંચ જેટલો વરસાદ અને કચ્છના મુન્દ્રામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગના વઘઈમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણા ઉંઝામાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં પણ 4 ઇંચ વરસાદ વરસ્ય છે. નવસારી શહેરમાં અને વાંસદામાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મોરબીના વાંકાનેર, નવસારીના ગણદેવી, નવસારીના જેતલપુર, પાટણના પાટણ શહેર અને ભરૂચના વાઘરા, તાપી જિલ્લાના વ્યારા, સુરતના ઉમરપાડા અને નવસારીના ચીખલીમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. 

  • છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ચાર તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ
  • રાજ્યના ૧૪ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો
  • રાજ્યના 38 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો
  • રાજ્યના 85 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news