અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસની મુશ્કેલી વધી, વિધાનસભાના અધ્યક્ષે આપી નોટિસ

કોંગ્રેસ તરફથી ઠાકોર સમાજના નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની માગ કરવામાં આવી છે. જેને લઇને કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળ દ્વારા વિધાનસભા અધ્યક્ષને અરજી પણ કરવામાં આવી છે.

અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસની મુશ્કેલી વધી, વિધાનસભાના અધ્યક્ષે આપી નોટિસ

હિતલ પારેખ, ગાંધીનગર: કોંગ્રેસ તરફથી ઠાકોર સમાજના નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની માગ કરવામાં આવી છે. જેને લઇને કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળ દ્વારા વિધાનસભા અધ્યક્ષને અરજી પણ કરવામાં આવી છે. જો કે, અરજી ખામીયુક્ત હોવાથી વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસને નોટિસ આપી છે અને સાથે સાથે તેમાં સુધારો કરવા માટે 15 દિવસનો સમય પણ આપ્યો હતો.

કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષને કરવામાં આવેલી અરજીનું અવલોકન કર્યા બાદ અધ્યક્ષે તેને પ્રાથમિક દ્રષ્ટીએ ખામીયુક્ત ગણાવતા કહ્યું હતું કે, તેના પુરાવામાં ઓથેન્ટીકેશનનો અભાવ છે. તો બીજી બાજુ આ અરજીના કેટલાક પાનાઓ પર સહીં નથી કરાઇ હોવાનું જણાવ્યું હતું. જેને લઇ વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસને નોટિસ આપી હતી. સાથે તેમને 15 દિવસનો સમય આપ્યો છે અને અરજીમાં સુધારો કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ વિધાનસભા અધ્યક્ષને મળવા પહોંચ્યું હતું. જેમાં ગાંધીનગર ખાતે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાથી કોંગ્રેસ દ્વારા તેને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠહેરાવી અરજી કરવામાં આવી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news