આ હિરોઇને પોસ્ટ કર્યો ગજબનો વીડિયો, યાદ આવી જશે માધુરીનો સુપરહોટ ડાન્સ

માધુરીનું ગીત હમ કો આજકલ હૈં ઇન્તઝાર...આજે પણ ચાહકોનું ફેવરિટ ગીત છે

આ હિરોઇને પોસ્ટ કર્યો ગજબનો વીડિયો, યાદ આવી જશે માધુરીનો સુપરહોટ ડાન્સ

મુંબઈ : દિશા પટણની ગણતરી બોલિવૂડની આશાસ્પદ હિરોઇન તરીકે થાય છે. તેની તસવીરો અને વીડિયો અપલોડ થતા જ વાઇરલ થઈ જાય છે. દિશા અને સલમાનની જોડી આગામી ફિલ્મ ભારતમાં પણ જોવા મળાની છે. હાલમાં આ ફિલ્મનું ગીત સ્લો મોશન યુ ટ્યૂબ પર ટ્રેન્ડિંગ છે. આ ગીતને વિશાલ-શેખર સાથે નાકાશ અઝીઝ અને શ્રેયા ઘોસાલે ગાયું છે. હાલમાં દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ગીતનો મેકિંગ વીડિયો શેયર કર્યો છે જેમાં તેનો ડાન્સ જોઈને માધુરી દીક્ષિત યાદ આવી જશે. 

દિશાના આ મેકિંગ વીડિયોને 9 લાખ લોકો કરતા વધારે જોઈ ચૂક્યા છે. માધુરીનું ગીત હમ કો આજકલ હૈં ઇન્તઝાર...આજે પણ ચાહકોનું ફેવરિટ ગીત છે અને દિશાએ આ ગીતમાં માધુરી જેવો જ જાદુ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#SlowMotion BTS ❤

A post shared by disha patani (paatni) (@dishapatani) on

અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ભારતના ગીત 'સ્લો મોશન'માં સલમાન ખાન અને દિશા પટણી વચ્ચે જોવા મળતી કેમેસ્ટ્રી ખૂબ ચર્ચામાં છે. ગીતમાં અભિનેત્રીનો લુક આશ્વર્યજનક રીતે હેલન સાથે મેચ થાય છે. દિશા માટે આ લુકને ડિઝાઇન કરનાર એશલે રેબેલોએ આ વિશે વાત કરતી વખતે કહ્યું કે દિશાનો લુક ડિઝાઇન કરતી વખતે, 60ના દાયદાની અન્ય અભિનેત્રીઓ જેમ કે નંદા અને આશા પારેખની સાથે-સાથે હેલનની ઇમેજ તેના મગજમાં હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news