બીડી ધૂપથી લોકોના દુખ દૂર કરવાનો દાવો કરતા બાબાનો ધંધો વિજ્ઞાનજાથાએ ગોરખબંધ કરાવ્યો

 રાજકોટના હડાળા ગામે હવે બીડીનો ધૂપ જોવા નહીં મળે. કારણ છે નગીનભાઈ આંબલિયા ઉર્ફે ખાખી બાબાએ પલીસ અને વિજ્ઞાનજાથા સામે લેખિત બાંહેધરી આપી છે. તેમણે એવી બાંહેધરી આપી છે કે, તે હવે પછી ધૂપ આપી ધતિંગ નહીં કરે. આ મામલે વિજ્ઞાનજાથાએ લોકોને અપીલ કરી છે કે, તેઓ આવા ઢોંગી અને લાલચુ લોકોથી દૂર રહે. ઉલ્લેખનીય છે કે હડાળા ગામે ખાખી બાબા બીડીના ધૂપથી લોકોના દુ:ખ-દર્દ દૂર થતા હોવાનો દાવો કરવામાં આવતો હતો. 
બીડી ધૂપથી લોકોના દુખ દૂર કરવાનો દાવો કરતા બાબાનો ધંધો વિજ્ઞાનજાથાએ ગોરખબંધ કરાવ્યો

રક્ષિત પંડ્યા/રાજકોટ : રાજકોટના હડાળા ગામે હવે બીડીનો ધૂપ જોવા નહીં મળે. કારણ છે નગીનભાઈ આંબલિયા ઉર્ફે ખાખી બાબાએ પલીસ અને વિજ્ઞાનજાથા સામે લેખિત બાંહેધરી આપી છે. તેમણે એવી બાંહેધરી આપી છે કે, તે હવે પછી ધૂપ આપી ધતિંગ નહીં કરે. આ મામલે વિજ્ઞાનજાથાએ લોકોને અપીલ કરી છે કે, તેઓ આવા ઢોંગી અને લાલચુ લોકોથી દૂર રહે. ઉલ્લેખનીય છે કે હડાળા ગામે ખાખી બાબા બીડીના ધૂપથી લોકોના દુ:ખ-દર્દ દૂર થતા હોવાનો દાવો કરવામાં આવતો હતો. 

રાજકોટના હડાળા ગામે ખાખી બાબા બીડીના ધૂપથી લોકોના દુ:ખ-દર્દ દૂર કરતા હતા, જે હવે બીડીનો ધૂપ જોવા નહીં મળે. નગીનભાઈ આંબલિયા ઉર્ફે ખાખી બાબાએ પોલીસ અને વિજ્ઞાનજાથા સામે લેખિત બાંહેધરી આપી છે કે હવે પછી ધૂપ આપી ધતિંગ નહીં કરે. 

વિજ્ઞાન જાખાના પ્રમુખ જયંત પંડ્યાએ જણાવ્યું કે, નગીનભાઈ આંબલીયાએ પોતાના મનથી સ્વૈચ્છિક રીતે જાહેરાત કરી છે કે, કોઈએ આવા ઉપચારથી સાજા થાય નહિ, આ અંધશ્રગદ્ધા, તૂત, આ તો મહાડિંડક છે. તેઓએ જે લોકોને સારુ નથી થયું તેઓની માફી માંગી છે. વિજ્ઞાનજાથા પાસે ત્રણ મિહનાથી ધૂબ અને બીડીના રોગથી ઉપચાર કરતા હાત તેની અનેક ફરિયાદો મળતા હતા. એમ ધૂપથી કોઈનુ સારુ નથાય. કોઈનું મોત થાય તો જવાબદારી કોની. આવુ તૂત વિજ્ઞાનજાથા રાજ્યમાં કે, દેશમાં કોઈ ચલાવશે નહિ. આજે ચોટીલાથી એક વ્યક્તિ આવ્યા હતા, જેમને નગીનભાઈનો ઉપચાર કરવાથી અસહ્ય તકલીફ થઈ હતી. ડાયાબિટીસ, આંખમાં દેખાવાનું બંદ થયું, હાર્ટના સ્પેશાયલિસ્ટ પાસે જવું. પોલીસે ફરિયાદ લેવાનું પણ જાથાને કહ્યું કે, લોકોએ આવી જગ્યાએ જાવું નહિ. આ એક અંધશ્રદ્ધા છે. નવીનભાઈએ જે લોકોને સારું નથી થયું, તે લોકોની માફી માંગી છે. 

તો બીજી તરફ, ખાખી બાપુ નવીનભાઈ આંબલીયાએ કહ્યું કે, પોતાની આવીતકાલથી બંધ એટલે બંધ. કેટલાય આવતા હતા બધાને ના પાડી. આવતીકાલથી રોજીરોટીનું રળી ખાવાનું. પોતાને આ ધૂપનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે તેમણે ક્હયું કે, બાપુ આવ્યા હતા, હું મંદિરે સૂતો હતો. દુકાન ઉઘાડી હતી. આ પ્રસાદ આપ્યો હતો કે, આવી રીતે બીડી ધૂપ નાખજે, તે બધાના ફેરવજે એટલે તેઓના દુખ જતા રહેશે. બે વર્ષ મેં કોઈને કહ્યું જ નહિ. કળીયુગ છે કોઈ માને ન માને. બાદમાં ત્રણ મહિનામાં આ ચાલુ કર્યું હતું. શરૂઆતમાં બસો અઢીસો લોકો આવતા, બાદમાં દસ-પંદર હજાર જેટલા લોકો આવવા લાગ્યા. પણ ત્રણ મહિનામાં મેં કોઈ વસ્તુના કોઈ રૂપિયા લીધો નથી. 

તો, વિજ્ઞાનજાથાએ કહ્યું કે, અમારી પાસે પૂરતા સબૂત, ફરિયાદ અને પુરાવા છે. જો નવીનભાઈ આ દુકાન ફરી ચાલુ કરશે તે ફરીથી ગુનો દાખલ કરશું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news